એક ઘટના બાદ નકકી એક ઘટના હોય છે,
ચાહતોની વારતામાં કયાંક છલના હોય છે.પાંખ પણ કયારેક ફફડાવી હશે તેં મોરલા,
તોય ઊંચે રોજ ઊડવાની જ રટના હોય છે.
કોઇ પણ કારણ વિના આ એકદમ વરસી જવું,
એય કુદરતની અનોખી એક રચના હોય છે.
મૌન ધારણ તું કરી જૉ તે પછી સમજી શકીશ,
શબ્દના પડઘા ફકત બે ચાર પલના હોય છે.
આ બધા રંગો સમયની સાથે બદલાઇ જશે,
કોક વેળા તટ ઉપર દશ્યો વમળના હોય છે.
Dinesh Desai
Filed under: સંવેદના
