નદી, સમંદર ને તોફાન

waves.jpg 

તારા તોફાનને તારા ઉંડાણને,

કોણ સમજે સમંદર, કિનારા વગર

અમર પાલનપુરી

કહો નાચતી ઝૂમતી કયાં જતે?,

સમંદર ન હોત નદી કયાં જતે?

જલન માતરી

બનાવટને નકલ દુનિયામાં, પાંગરતી નથી હોતી,

કે નકશાના સમંદરમાં, કદી ભરતી નથી હોતી.

‘મરીઝ’

કયારેક એક બુંદમાં સાગર મળી ગયો,

કયારેક સાત સાગરે પ્યાસા રહી ગયા.

સાગર નવસારવી

Leave a Reply