મનુષ્યો, મકાનોને માર્ગોનું જંગલ, કોઇ સિંહ ભૂખ્યો, હરણ કોઇ ઘાયલ

reflection-of-bride.jpg

મેં એ યુવતીને જિંદગીમાં પહેલ-વહેલી જોઈ ત્યારે જે વિચાર તમારા મનમાં આવી શકે એ જ મારા મનમાં આવ્યો: સુંદર સ્ત્રી છે ; હોવી જૉઈએ એના કરતાં પણ પચીસ ટકા વધારે ખૂબસૂરત! અને પછી મારી નજર એની બાજુમાં બેઠેલા પુરુષ તરફ પડી. એ એનો પતિ છે એ વાતની તો મને પછીથી ખબર પડી; પણ પહેલી નજરે એને જોઈને મને એ જ વિચાર આવ્યો, જે તમને પણ આવી શકે: સાવ ઢીલોપોચો ને સાધારણ દેખાવનો પુરુષ છે. દહીંથરું ખાતો કાગડો યાદ આવી જાય. મનમાં ફૂટતી કલ્પનાને જરાક અલંકારનો ઓપ આપીએ તો કહી બેસીએ કે રેશમના તાકાને કંતાનની થેલીમાં બાંધીને ઈશ્વરે કળિયુગમાં ફરવા મોકલી આપ્યો છે!

આ બધા વિચારો તો પહેલી અને ઉપલક ¼ષ્ટિના. એક વાર હું મારી ખુરશીમાં ગોઠવાયો અને એ બંને મારા કન્સિલ્ટંગ રૂમમાં દાખલ થયાં, એટલે મારી આંખો પર તબીબી ચશ્માં ગોઠવાઈ ગયા. સૌંદર્યદૃષ્ટિ સરી પડી. સમદૃષ્ટિએ પોપચાં ખોલી નાખ્યાં.

‘નામ શું છે?’ મેં પુરુષને પૂછ્યું, કારણ કે પેલી રેશમડી એનાં પેટ ઉપર હાથ દબાવીને અમળાઈ રહી હતી. એના ચહેરા ઉપર દુષ્કાળગ્રસ્ત ખેતરની જેમ વેદનાના ચીરા પડેલા હતા. આંખોમાંથી આંસુ ટપકી રહ્યાં હતા. મારી પૂછપરછનો જવાબ આપવાની શકિત પણ એ વખતે એનામાં

One Response

  1. Kindly complete this story.

Leave a Reply