ડાર્લિંગ, આઈ લવ યુ..!’ ‘છટ્! કોઈ જોઈ જશે. દૂર હટો!’ ‘એમ શરમાય છે શા માટે? તું પણ બોલ ને!’ ‘શું બોલું?’
‘એ જ જે હું હમણાં બોલી ગયો, આઈ લવ યુ..!’
‘ના, એમાં બોલવાનું શું વળી? લગ્ન થયાં હોય એટલે દરેક પતિ-પત્ની વરચે પ્રેમ તો હોય જ ને! બોલવાથી પ્રેમ વધી જવાનો છે?’
‘આનંદ ટ્રાવેલ્સ’ની હનિમૂન સ્પેશિયલ ટૂર ઉપર નીકળેલી ખાસ લકઝરી મિનિ બસની બેઠક નંબર સાત, આઠ ઉપર બેઠેલા નવપરિણીત યુગલ વરચે રાતના અગિયાર વાગે બોલાયેલો આ સાવ સાચો સંવાદ. અમદાવાદની આઈ.આઈ.એમ.માંથી તાજૉ જ ગ્રેજયુએટ થયેલો ચો, ગોરો, હેન્ડસમ યુવાન નિષધ અને એની સાથે જ ભણીને બહાર પડેલી સૌંદર્યના પર્યાય જેવી નિસર્ગી. લગ્ન પછી બંને ટૂંકા હનિમૂન ઉપર નીકળી પડયાં હતાં. પછી તરત નોકરી પર ચડી જવાનાં હતાં. વાર્ષિક પચાસ-પચાસ લાખ રૂપિયાની ઓફર એમના પગમાં આળોટી રહી હતી.
સૂમસામ હાઇવે ઉપર પૂરપાર વેગે ધસી રહેલી બસમાં એક કે બે નહીં, પણ પૂરાં વીસ હનિમૂનિયા યુગલો સવાર હતાં. બધાંની મંઝિલ એક હતી, માર્ગ એક હતો અને મકસદ પણ એક હતો. બસની અંદરની આબોહવા પણ એ તમામને માટે અનુકૂળ આવે તેવી હતી. અમાસના અંધકારમાં ડૂબેલું આભ, બંધ બત્તીની સવલત પીરસતી બસ, માત્ર બે જ જણા માંડ બેસી શકે એવી ‘ટ્વીન સીટ્સ’ અને દરેક બેઠકની પાછળ ડનલોપની ગાદીવાળું જાડું, પોચું, ચું પાટિયું. ઓપન એર બેડરૂમ જ જૉઈ લો ને!
બધાનો ઉદ્દેશ એક જ હતો એટલે શરમાવાનું કશું કારણ ન હતું. દરેક પાટિયા પાછળથી સિસકારા, બૂચકારા અને હકારાનું ડયુએટ સંભળાઈ રહ્યું હતું. આ બધું ‘સાંભળીને’ નિષધ પણ ઉશ્કેરાયો. ડાબા હાથે બેઠેલી તાજી તાજી પરણેતરના કાનમાં ગરમ-ગરમ લાગણીમય ઉત્તેજના સાથે બોલી ગયો, ‘આઈ લવ યુ!’
પણ નિસર્ગીએ ઠંડું પાણી ઠાલવી દીધું. થોડી વાર પછી નિસર્ગી તો બારીના સળિયા પર માથું ટેકવીને ઘી ગઈ, પણ નિષધ બેચેન હતો. પગ પાસે પડેલી હેન્ડબેગના બહારના ખાનામાં એની નાની, અંગત ડાયરી પડેલી હતી. નિષધને વર્ષોજૂની એક ટેવ હતી, ડાયરી લખવાની. બહુ વિગતવાર એમાં કશું નહીં લખવાનું, પણ જે-તે દિવસ દરમિયાન બની ગયેલી ઘટનાઓનો નિચોડ બે-ચાર વાકયોમાં ડાયરીનાં પાનાં ઉપર ઠાલવી દેવાનો.
આજે તો લખવા માટે બે-ચાર વાકયોની પણ કયાં જરૂર હતી? એણે પાનું ખોલ્યું, મથાળે તારીખ નાખી અને પછી એક જ વાકય ટપકાવ્યું, ‘મારી પત્ની મને પ્રેમ નથી કરતી.’
વહેલી સવારે બસ સિમલા પહોંચી. પૂર્વ નિર્ધારિત હોટલમાં વીસે-વીસ યુગલોને ઉતારો આપવામાં આવ્યો. હજી મોં-સૂઝણું થવાને વાર હતી. સમય સૂવા માટે મોડો હતો અને ઠવા માટે વહેલો હતો. નિષધે ઓરડાના બંધ, સુરક્ષિત એકાંતમાં પત્નીને ગાઢ આલિંગન આપીને ફરી એક વાર કહ્યું, ‘એક વાર કહે ને કે તું મને ચાહે છે! પ્લીઝ, તારા મોંએથી મને એ વાકય સાંભળવું ગમશે.’
પણ નિસર્ગી ચૂપ રહી. એ આખોય દિવસ નિષધ અનુનય કરતો રહ્યો. સવારના નાસ્તા વખતે બધા નીચે હોટલના વિશાળ ખંડમાં ભેગા થયા ત્યારે પણ અને બપોરના લંચ વખતે પણ. બીજાં યુગલો પણ એમનાં જેમ જ નવાં-નવાં પરણેલા હતાં. એ બધાં તો પ્રેમની અભિવ્યકિત બેધડક, બેશર્મીપૂર્વક જાહેરમાં કરતાં ફરતાં હતાં. યુવાન, ખૂબસૂરત પત્નીઓનાં મીઠાં ગળામાંથી ‘આઈ લવ યુ… આઈ લવ યુ…’નાં વાકય કોઈ દીઘર્કાવ્યની ધ્રુવપંકિતની માફક ટપકતા જતાં હતાં. જયાં જુઓ ત્યાં રોમાન્સનું ચોમાસું જામ્યું હતું, માત્ર નિષધના આકાશમાં અનાવૃષ્ટિ હતી.
બપોરના સમયે બધા સાઇટ-સીઇંગ માટે નીકળી પડયાં. હસન વેલીની અવર્ણનીય રમ્યતા જૉઇને સૌ પાગલ થઈ ગયાં. ત્યાં હિમાચલ પ્રદેશનો પરંપરાગત પોશાક ભાડે મળતો હતો. હોંશીલા યુગલો એ કપડાં પહેરીને તસવીરો ખેંચાવવા માંડયાં. એકબીજાને આલિંગનમાં જકડીને, શòંગારપૂર્ણ ચેષ્ટાઓ કરતા, જાતજાતની મુદ્રાઓ અને ભાવ-ભંગિમાઓ સાથે બધાં છબીઓ પડાવતાં હતાં.
નિષધે પણ નિસર્ગીને ખેંચી, ‘ચાલ, આપણે પણ ફોટા ખેંચાવીએ. તું આ વસ્ત્રોમાં ખૂબ જ સુંદર દેખાઇશ.’
‘છી..!!! મને આમ વળગી-વળગીને ફોટો પડાવવાનું ન ગમે! કેટલું ચીપ લાગે છે!’ નિસર્ગીએ સાફ ના પાડી દીધી. નિષધનો ઉમળકો મુરઝાઈ ગયો. એણે થોડેક દૂર જઇને શર્ટના ખિસ્સામાંથી નાનકડી ડાયરી કાઢી. પાનું ઉઘાડયું અને એમાં નોંધ કરી, ‘નિસર્ગીએ ‘શરમ આવે છે’ એમ કહ્યું હોત તો મને વાંધો ન હતો પણ એને તો પતિ સાથેનો રોમાન્સ ચીપ લાગે છે! બાકીનાં બધાં યુગલો કેવી મજા કરે છે! અમે તો ‘ન્યૂલી મેરિડ કપલ’ લાગવા કરતાં ‘બિઝનેસ પાર્ટનર્સ’ જેવાં વધારે દેખાઇએ છીએ. ઇન શોર્ટ, મારી પત્ની મને પ્રેમ કરતી નથી.’
સાંજનો સૂરજ સિમલાની પૂર્વની ક્ષિતિજમાં આથમી રહ્યો હતો. એક પછી એક જૉવાલાયક સ્થળો પતાવીને રોમાન્સની રથયાત્રા એક અતિશય જાણીતા સ્થળ પાસે જઇને ઉભી રહી. સાથેના ગાઇડે માહિતી આપી, ‘ધિસ ઇસ ધ મોસ્ટ બ્યૂટિફૂલ, વલ્ર્ડ ફેમસ, હિસ્ટોરિકલ પ્લેસ ઓફ સિમલા.’
બધાં જૉઈ રહ્યાં. સિમલાની વરચે માલ રોડથી આગળ જતાં એક ચોક જેવી ખુલ્લી જગ્યા હતી એ. ન કોઈ પહાડી, ન ખીણ, ન મંદિર, ન બગીચો છતાં પણ જગમશહુર! એવું તે શું હતું ત્યાં?
ગાઇડે ઘટસ્ફોટ કર્યો, ‘યે સ્કેન્ડલ પોઇન્ટ હૈ. સ્કેન્ડલ કા મતલબ તો જાનતે હો ના? અંગ્રેજૉ કે શાસન કે વકત હમારે હિન્દુસ્તાન કે એક ખ્યાતનામ રાજય કા રાજા દેશ કે વાઇસરોય કી લડકી કે સાથ લફડા કર બૈઠા. દોનો રોજ યહાં મિલા કરતે થે. શામ કે વકત, સર્દ અંધેરો મેં, ચોરી-ચોરી દોનો કે દરમિયાં ઇધર મોહબ્બત કે ફૂલ ખીલતે થે. ફિર વાઇસરોય કો પતા લગ ગયા. એક દિન ઉસને અપની ખૂબસૂરત લડકી કો ઉઠવા લિયા ઔર સીધે લંડન પહૂંચવા દિયા. ખેલ ખતમ, પૈસા હઝમ. અબ ન તો અંગ્રેજ રહે, ન મહારાજા, ન ઉનકી મોહબ્બત રહી. બસ, રહ ગયા યે સ્કેન્ડલ પોઇન્ટ જહાં આકર દુનિયા ભર કે પ્રેમી યુગલ અપની-અપની મોહબ્બતની તસવીર ખીંચાતે હૈ.’
ગાઇડે આટલું કહ્યું ત્યાં તો હુતાઓ અને હુતીઓ છળી પડયાં. ફટાફટ કેમેરાની ચાંપો દબાવા માંડી. ફલેશના ઝબકારા ઝબૂકવા માંડયા. પેલા મહારાજાને સારો કહેવડાવે એવી નફફટ છેડછાડો આ દિલના રાજાઓએ શરૂ કરી દીધી.
નિષધે પત્નીની સામે જૉઇને ઇશારો કર્યો, એ જ જવાબ મળ્યો જેની એને કલ્પના હતી, ‘શી જરૂર છે? સ્કેન્ડલ પોઇન્ટ એ મહારાજાના સ્કેન્ડલ માટેની જગ્યા છે, આપણાં નહીં.’
નિષધે ડાયરી કાઢી, પાનું ઉઘાડયું, જરા દૂર હટીને આછા અજવાસમાં શબ્દો ટપકાવ્યા, ‘મારી પત્નીને મારા પ્રત્યે સહેજ પણ મળકો નથી. આમ ને આમ આખી જિંદગી શી રીતે જશે?’
બીજા દિવસની સવાર. સિમલાની સૌથી ચી પહાડી પર જવાનો કાર્યક્રમ હતો. બર્ફીલી પહાડી હતી અને સાવ સીધું ચઢાણ હતું. વાહન ગમે ત્યારે ગબડી પડે. એકલા પુરુષોએ જ હિંમત કરી. વીસ અપ્સરાઓને પ્રતીક્ષા કરતી મૂકીને પતિદેવો પડી ગયા. કહેતા ગયા, ‘બપોરે બાર વાગતા સુધીમાં આવી જઇશું. લંચ સાથે લઇશું.’
ન આવ્યા. બારનો એક થયો. બે વાગ્યા. ભૂખી પત્નીઓ કયાં સુધી વાટ જૉઇને બેસી રહે? મોબાઇલ ફોનનું ટાવર પણ કયાં પકડાતું હતું કે ખોવાયેલા પતિદેવોનો સંદેશો મળે?
છેક ત્રણ વાગ્યે બસ પાછી આવી. ઓગણીસ પત્નીઓએ રડારોળ કરી મૂકી, ‘કયાં હતા અત્યાર સુધી? અમને બે વાગ્યા સુધી ભૂખે મારી નાખ્યા! છે તમને અમારી કશી ચિંતા? ફરવા ગયા’તા કે રખડવા?’
ખામોશ હતી એક માત્ર નિસર્ગી. આછા એવા સ્મિત સાથે એણે પતિને આવકાર્યો. નિષધે સીધું જ પૂછી લીધું, ‘તેં પણ જમી લીધું ને બધાની સાથે?’
‘ના.’
‘તો પછી ચાલ અમારી સાથે. મને તો કકડીને ભૂખ લાગી છે.’
‘ના, મારે જમવું નથી. હું તમારી સાથે આવું છું, પણ જમીશ નહીં.’
‘કેમ, ન જમવાનું કારણ શું?’ નિસર્ગીએ જવાબ ન આપ્યો. નિષધે બહુ પૂછ્યું ત્યારે એની આંખોમાંથી આંસુ ખરી પડયા, ‘તમારે આવવામાં મોડું થયું ને… બાર વાગ્યાનું કહીને ગયા હતા… બારને પાંચ થઈ ત્યારે મારાથી ન રહેવાયું… મેં મનોમન બાધા રાખી લીધી… જૉ તમને કશું નહીં થયું હોય… તમે હેમખેમ પાછા આવી જશો… તો હું બે દિવસ નકોરડા ઉપવાસ કરીશ!’ એ રાત્રે નિષધે ડાયરીમાં લખ્યું, ‘આખી બસમાં વીસ સ્ત્રીઓ છે, પણ એમાંથી પ્રેમ તો માત્ર નિસર્ગી જ કરી જાણે છે. એની સાથે જિંદગી આમ ચપટી વગાડતામાં જ જીવી જવાશે.’
(શીર્ષક પંકિત : મુસાફિર પાલનપુરી)
Filed under: ડો. શરદ ઠાકર
so nice story…
awasome……
The end touches the heart….
Ekdam kharu j che…
aaje prem na naame, ketketla naatak thay che….
ne tema, saacho prem khovay jaay che…..
Nishidh is a lucky person…..
સરસ અને પ્રેરણાદાયી!
પણ નવપરિણીત યુગલ અને “પ્રેમ: પતિ-પત્ની વરચે તો હોય જ ને! એમાં બોલવાનું શું વળી? ”
લાગણીઓની અને સંવેદનાઓની અભિવ્યક્તિ નું શું?
…
…