ભલેને ડૂબીએ પણ તાગ સાગરનો તો લઈ લેશું,અરે ઝંપલાવ દિલ! જોખમનું પણ હોવું જરૂરી છે!
નાઝિર દેખૈયા
જિંદગી તો સરાણિયાના પથ્થર જેવી છે. એ પથ્થર આપણને કાં તો ઘસી નાખે છે અથવા તો સજાવી દે છે. શું થાય છે તેનો સૌથી મોટો આધાર તો આપણે કયા પથ્થરના બનેલા છીએ તેના પર છે.
Filed under: સંવેદના | Tagged: gujarati poetry, kavita

બહુ જ સરસ વીચાર. નાઝિરના શબ્દોમાં બહુ તાકાત હોય છે. મને બહુ જ ગમતા શાયર. તેમની જીવનઝાંખી બનાવવી છે. માહીતી મેળવી આપશો?
——————————————-
એક નાના સાહસની વાત વાંચો. બાળકોને કહેશો તો બહુ મજા આવશે.
http://gadyasoor.wordpress.com/2008/02/04/aventure_bushes/
હું છું સવાલ સહેલો,ને અઘરો જવાબ છું;
ને હુ સમય ના હાથની ખુલ્લી કિતાબ છું.
એક યારની ગલી ,બીજી પરવરદિગારની;
ના ત્યાં સફળ હતો,ના અહીં કામિયાબ છું.
પૂછો ના કેમ સાંપડે ગઝલો તણો મિજાઝ;
ફૂલોની મ્હેક છું,અને જૂનો શરાબ છું.
રબ ની દુહાઇ ના દે એ નિગાહબાને-દીન ;
તુજથી વધારે સાફ છું,એહલે-શરાબ છું.
જીવ્યો છું જે મિજાજે,મરવાનો એ રુઆબે,
લાખો રિયાસતો નો બસ એક જ નવાબ છું.
—-ડો.ફિરદૌસ દેખૈયા
એક મંકોડે ખાધી રે હાથીની ઠેસ ,કહો મંકોડે કેમ કરી જિરવાયું થાય ?
તોય એને ના લાગ્યું કંઈ ઠેબું યે લેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!
માળો મંકોડો નીકળ્યો રે મંકોડી પહેલવાન,કીડી રે જોઈ-જોઈ અરધી રે થાય ;
એની બહાદુરી ભાળીને ભૂલી ગઈ સાનભાન,હૈયામાં કાંઈ-કાંઈ મરકી રે જાય.
પછી મંકોડે લીધા ભૈ વરણાગી વેશ,એને જોઈને રાફડામાં ફેશન બદલાય;
અને લટકામાં કાતર્યા કરકરીયા કેશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!
ને પછી રાફડે ને પાંદડે,લાકડે ને થાંભલે,ચોડ્યા મંકોડાના ફોટા;
એની છાપુંના ઠેર-ઠેર ટી-શર્ટ વેચાય,અને સ્કીમુંમાં સાકરિયા ગોટા.
પછી મંકોડો નીકળ્યો રે દરીયાને દેશ ,એને જોવાને ઠેર-ઠેર લાઈનું બંધાય;
અને ભાડેથી લીધી એક ભગરાળી ભેંશ,માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!
વળી મંકોડો બોલ્યોઃહું મંકોડી પહેલવાન,મારો નથી રે કોઈ જોટો;
કરી હિંમત જો કોઈ મુજ સામે જો આવે,એનો ઢોળાવી નાખું રે લોટો.
એક મરઘે સંભાળ્યો મંકોડાનો કેસ;હવે મંકોડો મરઘાની ચાંચે લટકાય;
ઓણ મંકોડી પહેલવાન બોલ્યો ના લેશ;માળું હાળું,આ કેવું રે કૌતુક કહેવાય!
–ડો.ફિરદૌસ અ.દેખૈયા