ઓહ, પ્રેમકુમાર? આવો! આવો! પહેલી તારીખ નજીક આવી ગઇ છે. યાદ છે ને? આ વખતે કોને એપ્રિલફૂલ બનાવવાના છો?’ દેસાઇએ પૂછ્યું. બંને જણાં મિત્રો હતા, કયારેક માનથી બોલાવતાં, તો કયારેક ‘તું’ કહીને પણ.‘આ વખતે તો… છે ને તે… એવો વિચાર આવે છે કે… પ્રેમકુમારે વિશાળ ઓફિસમાં ચારે બાજુ નજર ઘુમાવી લીધી, પછી એની આંખ નવી-સવી નોકરીમાં જૉડાયેલી રિસેપ્શનિસ્ટ-કમ-ટેલિફોન ઓપરેટર યુવતી ઉપર ઠરી, ‘પેલી ફટાકડી કોણ છે? આ વખતે એને મૂર્ખ બનાવવી છે.’
‘ઇમ્પોસિબલ!’
દેસાઇએ આત્મવિશ્વાસપૂર્વક ડોકું ધુણાવ્યું, ‘મારી બેટી બહુ ચાલાક છે.’
‘શેના પરથી કહે છે?’
‘કોઇની વાતમાં આવે એવી જ નથી ને! એક મહિનો પૂરો થવા આવ્યો નોકરીમાં જૉડાયાને, પણ ઓફિસમાં કોઇની સાથે હળતી-ભળતી જ નથી! એ ભલીને એનું કામ ભલું.’
‘ત્યારે તો થઇ જાય શરત.’
‘શરત?! શેની શરત?’
‘મારે એને એપ્રિલફૂલ બનાવી દેવાની. જો હું નિષ્ફળ જાઉં તો મારે તને એક હજાર રૂપિયા આપવાના.’
‘અને તું જો સફળતા મેળવે તો?’
‘તો તારે મને એક હજાર આપવાના.’ પ્રેમકુમારે આટલું બોલીને જમણા હાથની હથેળી એવી રીતે લાંબી કરી, જાણે અત્યારે જ શરત જીતી ગયો હોય!
દેસાઇએ પણ પોતાની જમણી હથેળી લંબાવીને પ્રેમનો હાથ પકડી લીધો. શરત લાગી ગઇ.
દેસાઇ છેલ્લાં દસ વર્ષથી પ્રેમકુમારને જાણતો હતો. માર્કેટિંગનો માણસ હતો પ્રેમ. ડતાં પંખી પાડે એવો. મૂળ તો ધોળકા પંથકના એક નાનકડા ગામડાનો પ્રેમજી. ટાંટિયામાં જૉર, પણ હાથ કામચોર. આખો દિવસ ભટકયા કરે, વાતોનાં વડાં કર્યા કરે. ગ્રેજયુએશન માટે શહેરમાં આવ્યો ત્યારે એને ખબર પડી કે જે વસ્તુ ગામડામાં અવગુણ તરીકે ઓળખાતી હતી એ શહેર માટે સદ્ગુણ ગણાય છે. ટનબંધ વાતો અને રતીભાર કામ એને અહીં માર્કેટિંગ કહેવાય છે!
‘જૉ, દેસાઇ! આ પ્રેમકુમારનું તીર કદીયે નિશાન ચૂકતું નથી. અઠંગ શિકારી છું હું. એમાંય સ્ત્રીઓને મૂર્ખ બનાવવી એ તો મારા ડાબા હાથનો ખેલ છે. તું જોયા કર કે હવે એ ‘હોટ બેબી’નું શું થાય છે!’ આટલું કહીને પ્રેમ ભો થયો. મૃગયા કરવા પડતા રાજવીની અદાથી એણે શિકારની દિશામાં જોયું. પછી દેસાઇને પૂછ્યું, ‘શું નામ છે?’
‘નામ? મારું નામ તને ખબર નથી? દિલસુખ દેસાઇ.’
‘તારું નહીં, ગધેડા, હું એ સસલીનું નામ પૂછી રહ્યો છું.’
‘ઓહ! એનું નામ કેટી છે.’
‘વાહ, એનું તો નામ પણ સરસ છે!’ બોલીને પ્રેમ સરકી ગયો.
એણે નક્કી કરી લીધું કે કેટીને મૂર્ખ બનાવવી, એની સાથે પ્રેમનું નાટક ખેલીને એના મનમાં ભ્રમ પેદા કરવો અને પછી પહેલી એપ્રિલે ભાંડો ફોડી નાખવો. એ વખતે કેટીને આઘાત તો જરૂર લાગશે, પણ એ એનો પ્રશ્ન છે, પોતાનો નહીં.
પ્રેમકુમાર મોં ઉપર સજજનતાનું મહોરું ચડાવીને કેટીના કાઉન્ટર પાસેથી પસાર થયો. પછી અચાનક જાણે કશુંક કહેવાનું યાદ આવ્યું હોય એમ અટકી ગયો, ‘એકસકયુઝ મી, તમે કયારેય એ વિચાર્યું છે કે તમારી અને તાજમહેલની વરચે કઇ બાબતની સમાનતા છે?’
કેટી મીઠી મૂંઝવણ અનુભવી રહી, ‘મને સમજાતું નથી કે તમે શું કહેવા માગો છો!’
‘યસ, હું એટલું જ કહેવા માગું છું કે તમે એટલાં ખૂબસૂરત છો કે પહેલી જ નજરે માણસ પ્રેમમાં પડી જાય! બાય, સી યુ અગેઇન..!’ આટલું કહીને પ્રેમકુમાર સિફતપૂર્વક ત્યાંથી રવાના થઇ ગયો. સજજન પુરુષોનું આ લક્ષણ હોય છે, સુંદર યુવતીનાં રૂપની પ્રશંસા કરીને તેઓ તરત જ ત્યાંથી ચાલ્યા જાય છે. ઘટનાસ્થળે ભા રહે એ બધા તો ઘટિયા પુરુષો!
પ્રેમ પાસે સમય ઓછો હતો. પહેલી એપ્રિલ આડે માત્ર સાત દિવસ હતા. એક સપ્તાહમાં પ્રેમકુમારે પ્રેમનું પૂÊરું નાટક ભજવી બતાવવાનું હતું.
પ્રેમકુમારે કેટીનાં તન-મનનો કિલ્લો સર કરવાનાં સાત પગથિયાં વિચારી લીધાં. સાત દિવસ, સાત પગથિયાં. પહેલું પગથિયું પ્રશંસાનું હતું. એ તો એણે પહેલી જ મુલાકાતમાં સર કરી લીધું હતું. કેટીનાં રૂપને તાજમહેલની સમક્ષ મૂકી આપ્યું હતું. હવે બીજા પગથિયાનો વારો હતો. કપટી, કામી પુરુષોના કેલેન્ડરમાં બીજું પાનું ભેટ-સોગાદોનું હોય છે.
મંગળવારે અગિયાર વાગે મોંઘી ભેટ લઇને પ્રેમકુમાર દેસાઇવાળી ઓફિસમાં પહોંચી ગયો. હાથમાં એક પ્લાસ્ટિક બેગ હતી, જે એણે કેટીના કાઉન્ટર ઉપર મૂકી દીધી. ‘હું મારા મિત્ર દેસાઇને મળીને આવું છું. જરા આ બેગને સાચવશો?’ કેટીએ સેકસી સ્મિત આપીને હા પાડી. પછી તરત એ એનાં કામમાં ડૂબી ગઇ. કલાક પસાર થઇ ગયો. બે કલાક થયા. પણ પ્રેમકુમાર પ્રગટયા નહીં. રિસેસમાં કેટીએ તપાસ કરી તો ખબર પડી કે પ્રેમ તો કયારનોયે ચાલ્યો ગયો છે. બેગ ભૂલીને! કેટીએ દેસાઇ પાસેથી નંબર મેળવીને પ્રેમને ફોન કર્યો, ‘તમે તમારી બેગ મારી પાસે ભૂલી ગયા છો.’
પ્રેમકુમારે પાસો ફેંકયો, ‘ભૂલી નથી ગયો પણ આપી ગયો છું. ભેટ ભૂલવાની ચીજ નથી, પણ યોગ્ય વ્યકિતને આપવાની ચીજ છે. કાલે સાંજે હું શોપિંગ માટે નીકળ્યો હતો ત્યાં મારી નજર એક આઇટમ પર પડી. મને લાગ્યું કે એની ઉપર તમારું નામ લખેલું છે. મેં ખરીદી લીધી. તમે બેગ ખોલીને જુઓ તો ખરાં! હું ફોન ચાલુ રાખું છું. આઇ વુડ લવ ટુ સી યોર રિએકશન.’
કેટીએ પ્લાસ્ટિક બેગમાંથી ગિફટ પેકેટ બહાર કાઢીને રેપર હટાવ્યું. અંદરથી એક સુંદર, કિંમતી નાઇટ ડ્રેસ નીકળી પડયો. એણે રિસીવર પાછું હાથમાં ઉઠાવ્યું, ‘વાઉ! કેટલો સુંદર ડ્રેસ છે! પણ આ તો બ્રાન્ડેડ છે! ખૂબ મોંઘો હશે!’
પ્રેમ હસ્યો, ‘તમે પણ બ્રાન્ડેડ જ છો ને! ઈશ્વરની ફેકટરીમાં તમારા જેવી ચીજ કંઇ વારંવાર નથી પેદા થતી. બાય…’ અને એણે ફોન કાપી નાખ્યો.
ત્રીજું પગથિયું તકરારનું હતું, જે પ્રેમે ત્રીજા દિવસે સર કર્યું, ‘મારે તમને મેં આપેલી ભેટમાં જોવા છે.’
‘પણ તમે તો મને નાઇટી આપી છે. એ પહેરીને હું ઓફિસમાં કેવી રીતે આવી શકું?’
‘પણ હું તો તમારા ઘરે આવી શકું ને?’
‘તમે કેવી રીતે આવી શકો? હું તો એકલી જ છું અને નાઇટી તો રાતે જ પહેરી શકાય.’ થોડી રકઝક, મીઠી તકરાર અને અંતે પ્રેમકુમારનો વિજય.
ચોથું પગથિયું ચમત્કòતિનું હતું, જે હવે આવતું હતું. કેટીએ પૂછ્યું, ‘ઓ.કે.! તમે મારા ઘરે ડિનર માટે આવો! બોલો, કયારે આવશો? આજે?’
‘ના, આવતી કાલે સાંજે! તમારો બર્થ ડે આપણે સાથે મળીને સેલીબ્રેટ કરીશું.’ ચમત્કૃતિનો ચાબુક ફટકારીને પ્રેમકુમારે ફોન પૂરો કર્યો. કેટી કયાંય સુધી વિચારતી રહી કે આ માણસને કેવી રીતે ખબર પડી કે કાલે એનો જન્મદિવસ છે!
પાંચમા પગથિયે પ્રેમકુમારે કેટી સમક્ષ પરણવાનો પ્રસ્તાવ પેશ કર્યો. છઠ્ઠું પગથિયું છળનું આવતું હતું. અને સાતમે પગથિયું શરીર સુખનું. આ બંને કોઠા ભેદવા માટે પ્રેમકુમારે આઉટિંગ ઉપર જવાની યોજના બનાવી.
‘આ શનિ-રવિની રજાઓમાં આપણે જયપુર જઇ આવીએ. ત્યાં મારાં મમ્મી-પપ્પા રહે છે. એમને મળીને આશીર્વાદ લઇ લઇએ. પછી પાછાં આવીને લગ્ન…’ કેટી માની ગઇ. પ્રેમની કારમાં બંને નીકળી પડયાં. રસ્તામાં રાત પડી. કાર બગડી. પરાણે એક હોટલમાં રાતવાસો કરવો પડયો. દેખીતી રીતે જ હોટલના રજિસ્ટરમાં પતિ-પત્ની તરીકે નામ લખાવવાં પડયાં. અને પછી એ રાત બિનસત્તાવાર રીતે મધુરજની બની ગઇ.
સવારે કેટી મોડી ઉઠી, ત્યારે હોટલનું બિલ ચૂકવીને પ્રેમકુમાર ચાલ્યો ગયો હતો. પથારીમાં એક કવર પડયું હતું. કેટીએ કવર ફોડયું. અંદરના કાગળમાં લખેલું હતું, ‘એપ્રિલ ફૂલ! કેટી, મેં સાંભળ્યું હતું કે સ્ત્રી પ્રેમ મેળવવા માટે સેકસ ધરી દેતી હોય છે. મેં તારી આ મૂર્ખતાનો લાભ ઉઠાવી લીધો. ગુડ બાય!’
કેટીનાં ફાટાફાટ થતાં જૉબનને લૂંટીને તૃપ્ત થયેલા પ્રેમકુમારે ઘરે પહોંચીને જૉયું તો એના પેન્ટના ખિસ્સામાં પણ એક કવર પડેલું હતું. અંદરથી કાગળ કાઢીને એણે વાંરયો, તો આંખે અંધારાં આવી ગયાં. કેટીએ લખ્યું હતું, ‘એપ્રિલ ફૂલ, પ્રેમકુમાર! તમે નથી જાણતા કે હું એઇડ્ઝના અંતિમ તબક્કામાં જીવી રહી છું. વેલકમ ટુ ધી એચ.આઇ.વી. પોઝિટિવ કલબ!’
(શીર્ષક પંકિત : નાઝિર દેખૈયા)
Filed under: ડો. શરદ ઠાકર | Tagged: doctor ni diary, raan ma khilyu gulab, Sharad Thakar
maja aavi
not a good ending. a bit too cruel.
not cruel……..
this is the best end……
and it should be done with the people, who choose wrong way to make people fool…