સંભાળજે ઓ દિલ

સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
આ દુનિયા  મને  એકીટશે  જોઈ  રહી છે.

આગળ તો જવા દે આ જીવનને પછી જોજે,
હમણાં  શું  જુએ  છે એ સુખી છે કે દુ:ખી છે.

સજદામાં  પડી જાઉં હું બળ દે ઓ બુઢાપા,
અલ્લાહ   તરફ  મારી  કમર સહેજ ઝૂકી છે.

સૌ  પાકા  ગુનેગાર  સુખી  છે,  હું દુ:ખી છું,
શું  મારા   ગુનાહોમાં   કોઈ   ચૂક થઈ છે ?

અલ્લાહ   મને  આપ  ફકીરીની  એ  હાલત,
કે  કોઈ ન સમજે, આ સુખી છે કે દુ:ખી છે.

- મરીઝ

3 Responses

  1. સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,
    …..
    મરીઝની એક આલા ગઝલ

  2. Mariz………the marvelous………..plz post his more shers
    also post shairis of Shaikhadam Abuwala, Ganibhai Dahiwala etc.

  3. very nice gazal..mariz means mariz..

Leave a Reply