પ્રો. તક્ષક ભારે ભૂલકણા. જૉ ‘ભૂલકણા-ભૂષણ’ જેવો કોઈ ઍવોર્ડ આપવાનું શરૂ કરવામાં આવે તો વરસોવરસ ઍ બહુમાન પ્રો. તક્ષક દેસાઈ જ જીતી જાય. ઍમનાં પરાક્રમોના અનેક સાચા-ખોટા કિસ્સા કોલેજમાં જાણીતા હતા.
ઍક દિવસ ટી.વાય.બી.ઍ.ના વર્ગખંડમાં ઍ બરાબર સમયસર પહોંચી ગયા. પહેલી બેન્ચ પર બેસી ગયા. ઘંટ વાગ્યો. વિધાર્થીઓ સ્તબ્ધ. દસેક મિનિટ આમ ને આમ પસાર થઈ ગઈ. પછી તક્ષક દેસાઈના મગજની કમાન છટકી, ‘હજુ સુધી કોઈ લેકચર લેવા કેમ આવતું નથી? આમ ને આમ આખો પિરિયડ પૂરો થઈ જશે!’
‘સર, લેકચર તમારે જ લેવાનું છે. તમે સ્ટુડન્ટ નથી, લેકચરર છો!’
‘ઓહ! સોરી! સોરી! ભૂલી ગયો! હું ચાર-ચાર વર્ષ લગી આ જ કોલેજમાં આ જ કલાસરૂમમાં ભણ્યો છું ને ઍટલે…’
ઍક વાર તો ઍ બાજુના કલાસમાં સાઇકોલોજીનું લેકચર આપવા પહોંચી ગયેલા! જયારે વિધાર્થીઓને ભણતા ન ફાવ્યું ને પ્રોફેસરને ભણાવતા ન આવડયું ત્યારે રહી-રહીને ઍમને ભાન થયું કે ઍ દિવસે ઍમણે બેવડો પીધા વગર બેવડી ભૂલ કરી છે. તે સાઇકોલોજીના પ્રોફેસર ન હતા. ઍમનો વિષય તો અંગ્રેજી લિટરેચરનો હતો.
પણ આ બધા ગરબડ ગોટાળા માત્ર વ્યાસપીઠની સીમારેખા સુધી સીમિત હતા. ઍક વાર ઍ કલાસરૂમમાં દાખલ થાય અને જેવા બ્લેકબોર્ડ પાસેના પ્લેટફોર્મ ઉપર ચડવા માટે પગ ઉઠાવે, ઍ પછી પ્રો. તક્ષકનું તમામ ભૂલકણાપણું પોલીસની સાઇરન સાંભળીને જુગારધામમાંથી જુગારીઓ ભાગી જાય ઍમ ભાગી જતું હતું. ઍ ગુજરાતી મટીને અંગ્રેજ બની જતા. તક્ષક મટીને શેકસપિયર બની જતા. અભ્યાસક્રમમાં સામેલ નાટકમાં પાત્ર બનીને પ્રવેશી જતા. ભણાવવાની ઍમની શૈલી ઍવી હતી કે ઍ બોલતા રહેતા અને વિધાર્થીઓ શીખતા જતા. બધું સ્વયંસ્પષ્ટ બની જતું હતું. વિધાર્થીઓ મંત્રમુગ્ધ બનીને પ્રો. તક્ષકના અસ્ખલિત વાક્પ્રવાહને ઞીલતા રહેતા. ઍમને ઍક જ પ્ર’ થતો હતો, ‘આ પ્રોફેસર ભણાવતી વખતે કેમ કશું ભૂલતા નથી?’
પ્રો. તક્ષકે વિધાર્થીઓના આ સવાલનો જવાબ જાતે જ શોધી કાઢયો હતો, ‘અઘ્યાપન કાર્ય ઍ મારા રસનો વિષય છે ઍટલે મને યાદ રહે છે. બાકી ભૂલવા માટે બીજા વિષયોની કયાં મને ખોટ છે?’
ઍમની વાત તtન સાચી હતી. પ્રો. તક્ષક ગાડીથી માંડીને લાડી સુધીની તમામ ચીજૉ ભૂલી શકતા હતા અને ભૂલી ચૂકયા હતા.
ઍક દિવસ કોલેજ છૂટી ત્યારે ઍ ઘરે જવા માટે રિક્ષા શોધતા હતા. મામલો પારખી ગયેલા ઍક સિનિયર સ્ટુડન્ટે ઍમનું ઘ્યાન દોયુ*, ‘સર, તમે તો આજે ‘કાર’ લઇને આવ્યા છો. રિક્ષામાં શા માટે…?’
‘હેં?! ઓહ્ યસ! યાદ આવ્યું. સવારે ગાડી લઇને તો આવેલો. પણ નવી જ કાર લીધી છે ને? ઍટલે ભૂલી ગયો.’
પછી સ્ટુડન્ટે સામે પડેલી સેન્ટ્રો ચીંધી બતાવી, ‘મને યાદ છે, સર! સવારે તમે આ જ ગાડી લઇને આવેલા…’
પ્રો. તક્ષક ગાડીમાં બેસીને ઘરે પહોંરયા ત્યાં સુધી આ સવાલનો જવાબ શોધતા રહ્યા કે મારુતિ કંપનીઍ સેન્ટ્રો કાર બનાવવાનું કયારથી શરૂ કયુ*! આ જ ધૂનમાં પ્રોફેસરે બીજા માળે આવેલા ફલેટમાં પહોંચીને પહેલું કામ ‘પત્ની’ને પૂછવાનું કયુ*, ‘ટશર, ડાલિ*ગ! તું મારી મૂંઞવણ દૂર કરી શકીશ? આ મારુતિવાળાઍ સેન્ટ્રોનું ઉત્પાદન કયારથી શરૂ કયુ*?’
ફલેટવાળી ગૃહલZમી હસી પડી, ‘પ્રોફેસર, જયારથી તમે બીજાની પત્નીને તમારંુ મોડલ સમજવાનું શરૂ કયુ* છે ત્યારથી! હું તમારી ટશર નથી. જાવ, ઍક દાદર વધારે ચડી જાવ! તમારી ટશર ચાના કપ સાથે તમારી વાટ જ જૉતી હશે.’
‘સોરી, ભાભી, સોરી!’ કહીને પ્રો. તક્ષક ઞડપથી પાછા વળી ગયા પણ ત્યાં સુધીમાં ઍ પત્નીને પૂછવાનો સવાલ પણ ભૂલી ગયા. હવે નવો સવાલ ઍ હતો કે ટશર શા માટે ચાનો કપ લઇને રાહ જૉઈ રહી હશે?
ઁઁઁ
આજે સવારથી જ ટશર ઉદાસ હતી. ઍનો બાવીસમો જન્મદિવસ હતો અને આજે પહેલી વાર ઍવું બન્યું હતું કે ઘરમાં ઉજવણીનો માહોલ ન હોય. મમ્મી-પપ્પા, મોટો ભાઈ અને નાની બહેન, આ બધાઍ તો ગઈ કાલે રાત્રે બારના ટકોરે જ ફોન કરીને ટશરને ‘હેપ્પી બર્થ ડે’ વિશ કરી દીધું હતું પણ પતિદેવ સ્થિતપ્રiાની જેમ શેકસપિયરના નાટકમાં ડૂબેલા હતા.
સવારે ટશરે ઍમને યાદ કરાવવાની કોશિશ કરી જૉઈ, ‘આજે શું છે ઍ યાદ રહ્યું છે?’
‘કેમ યાદ ન હોય? હું કંઈ ભૂલકણો થોડો છું? આજે વીજળીનું બિલ ભરવાની છેલ્લી તારીખ છે.’
‘પ્લીઞ, તમે ચોથી વાર ધક્કો ન ખાશો! તમે ત્રણ-ત્રણ વાર બિલ ભરવા જઈ આવ્યા છો. હવે તો ત્યાં પણ બધા હસે છે.’ ટશરને ખબર ન પડી કે પ્રોફેસરની વાતથી હસવું કે ગુસ્સે થવું! ઍ દિલની વાત કાઢતી હતી ત્યારે પતિદેવ બિલની વાત યાદ કરતા હતા.
‘આજે દસમી જુલાઈ છે. કશું યાદ આવે છે?’ ટશરે છેલ્લો પ્રયત્ન કર્યો.
‘ઓ…! દસમી જુલાઈ! આવે છે ને! કેમ યાદ ન આવે? દસ… દસ… દસ… જુલાઈ… જુલાઈ… જુલાઈ..! મહાત્મા ગાંધીનો જન્મદિવસ? કે પછી ચાચા નહેરુની પુણ્યતિથિ? ભારતનો સ્વાતંત્ર્ય દિવસ? અરે બાપરે! આજે મહાશિવરાત્રિ તો નથી? હું તો સાવ ભૂલી જ ગયો! મારાથી તો સવારે ઊઠીને ચા સાથે બ્રેડ ખવાઈ ગઈ. હવે ઉપવાસનું શું થશે?’
‘ટશરે માથે હાથ દીધો, ‘પ્રોફેસર! પ્રોફેસર! મહાશિવરાત્રિ મહા મહિનામાં આવે, જુલાઈમાં નહીં.’
ટશરે પ્રયત્નો છોડી દીધા અને આશા પણ. અલબત્ત, ઍનું દિલ ભાંગી ગયું પણ ઍનો કશો ઇલાજ ન હતો. અરમાનોથી ઊભરાતી પત્ની જયારે બુદ્ધિથી છલકાતા પુરુષ સાથે ઘરસંસાર માંડે છે ત્યારે પહેલો ભોગ ઍ રૂપસુંદરીની અપેક્ષાઓનો લેવાતો હોય છે. ટશરે પણ પ્રો. તક્ષકની તેજãસ્વતા જૉઇને ઍમની સાથે લગ્ન કયા* હતાં અને ભૌતિક સુખની બાબતમાં ઍ નિરાશ પણ કયાં થઈ હતી?
પચીસ વર્ષે તો તક્ષક દેસાઇને નોકરીમાં પ્રમોશન મળી ગયું હતું. શિક્ષણજગતમાં ઍમનું માન હતું. સારો ફલેટ હતો, નવી ગાડી હતી, કીમતી વસ્ત્રો હતાં, આભૂષણો હતાં, બધું જ હતું પણ પતિ ભૂલકણો મળ્યો હતો! ઍટલે જીવનનો રોમાંચ ન હતો.
સારંુ હતું કે આજે રવિવાર હતો, નહીંતર પ્રોફેસર તો રોજની જેમ કોલેજમાં જવા નીકળી ગયા હોત. ટશરે વિચાયુ* કે હવે તો પોતે જ પતિને ‘સરપ્રાઇઞ’ આપવું પડશે. બપોરના લંચ માટે ઍણે ભવ્ય તૈયારીઓ શરૂ કરી દીધી. બે શાક, ત્રણ સલાડ્ઞ, ભજિયાં-ચટણી, પૂરી, કઢી-ભાત! બાર વાગતામાં તો રસોઈ તૈયાર. બહારથી માત્ર મીઠાઈ લાવવાની બાકી હતી. ઍણે બહાર જવા માટે પગમાં ચંપલ પહેયા*. પતિને કહ્યું, ‘ચાલો મારી સાથે. થોડીક ખરીદી કરવાની છે.’
‘અત્યારે બાર વાગ્યે? તું બી ખરી છે! ચાલો, મહારાણી! આપણે તો તૈયાર જ છીઍ…’ પ્રો. તક્ષક ઊભા થયા. પત્નીની સાથે બહાર નીકળ્યા પણ જેવા નીચે પાિર્કંગમાં પહોંરયા ત્યાં યાદ આવ્યું, ‘ટશર, તું ઊભી રહે. હું પાકિટ ભૂલી ગયો છું. લઇને આવું.’
દસ-બાર મિનિટ પછી પ્રોફેસર પાછા ફયાર્. ગાડીમાં બેસીને દુકાનમાં ગયા. ટશર ઍક પછી ઍક મીઠાઈ ખરીદતી ગઈ. પ્રો. તક્ષક આશ્ચર્ય પામતા ગયા, ‘શું કરી રહી છે તું, ડાલિ*ગ? જાણે મારો જન્મદિવસ હોય ઍ રીતે તું તો…!’
ટશરનો મૂડ મરી ગયો. ઞટપટ બધાં બોકસ ઊંચકીને બંને ગાડીમાં બેઠાં. ઘરે આવ્યાં પણ ટશરનું રૂપાળું મોં ફૂલેલું હતું. પતિ ગાડીને પાર્ક કરે ઍટલી વારમાં તો ચાવી લઇને પગથિયાં ચડી ગઈ. જયાં ફલેટના દ્વાર ખોલવા જાય, ત્યાં ઍની નજર બારણા ઉપર લગાડેલા મોટા કાગળ ઉપર પડી. રંગીન અક્ષરોમાં ત્યાં લખાયેલું હતું : હેપ્પી બર્થ ડે, ટશર! ટશર ફલેટમાં દાખલ થઈ તો અવાક્ થઈ ગઈ. ચંપલ ઉતારવાની જગ્યાઍ દિવાલ ઉપર કાગળ હતો, રસોડાના દ્વાર પર કાગળ હતો, પ્લેટફોર્મ ઉપર મૂકેલા દરેક વાસણ ઉપર સ્ટીકર ગોઠવાયેલું હતું, ડાઇનિંગ ટેબલ પર, બેડરૂમમાં પથારી પર, બાથરૂમમાં અરીસા પર! જયાં જયાં ઍની નજર પડે ત્યાં ભૂલકણા પતિની સ્મૃતિભરી શુભેરછાઓ હતી.
ટશર, તને થશે કે હું ભૂલકણો છું, માટે તારો જન્મદિવસ ભૂલી ગયો હોઇશ, પણ ભલા! કોઈ પોતાની જિંદગીને ભૂલી શકે ખરંુ?’ ટશરની આંખો છલકાઈ ઊઠી. ઍનું હૈયું પતિના આલિંગનને ઞંખી રહ્યું. ત્યાં જ પ્રો. તક્ષકે ઘરમાં પ્રવેશ કર્યો, ‘તારા ભૂલકણા ભરથારના પરાક્રમો કેવાં લાગ્યાં, ટશર?’
ટશર દોડીને ઍની છાતીમાં સમાઈ ગઈ, ‘શુભેરછાઓની સંખ્યા આટલી બધી હોઈ શકે, પ્રોફેસર? ખાલી ઍક જ કાર્ડ આપ્યું હોત તો પણ પૂરતું હોત!’
‘હા, ઍ હું જાણું છું, પણ શું કરંુ? ભૂલકણો છું ને?’ તક્ષકે જવાબ આપ્યો અને પછી પ્રેમિકા જેવી પત્નીનાં હોઠો પર ચુંબનનો સિક્કો ચોડવા માટે ઍ નીચે ઞૂકયા.
શીર્ષક પંિકત : દિલીપ મોદી
Source: દિવ્યભાસ્કર (Transformed into Unicode fonts from “Govinda” using GurjarDesh.com Font Conversion Service )
Filed under: ડો. શરદ ઠાકર | Tagged: doctor sharad thakar, mm, ranma khilyu gulaab