યાદની વણજાર તો વણથંભ છે, યાદ તારી ખાસ છે આજેય પણ

‘સોરી સર, આપ એકલા જ છો. આપને પહાડ ઉપર ચડવાની મંજૂરી નહીં મળી શકે.’
‘કેમ ? એકલો છું તો શું થયું? હું પાંત્રીસ વરસનો છું, પાંચ વરસનો નહીં.’
‘સોરી સર ! નો આર્ગ્યુમેન્ટ્સ. આ જાપાનનો ફેમસ સ્યુસાઈડલ રોક છે. અહીં લોકો આપઘાત કરે છે. નો પરમિશન.’
‘પણ હું આપઘાત કરવા નથી આવ્યો. આપઘાત કરવા માટેનું મારી પાસે કોઈ [...]

પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઇ હશે

ટ્રાફિક પોઇન્ટ ઉપરની લીલી બત્તી બંધ થઈ. લાલ લાઈટ ઝબૂકી ઊઠી. પરખે બ્રેક મારીને એનું મોપેડ ઊભું રાખ્યું. એની સાથેનાં અન્ય વાહનો પણ અટકી ગયાં. એક મોટરબાઈક એની બાજુમાં આવીને ઊભી રહી. સાવ અડોઅડ.
બાવીસ વર્ષની, પૂર્ણવિકસિત પુષ્પ જેવી પરખે જોયું તો એ જ હતો. સાવ મવાલી જેવો દેખાવ. પાતળું, ઊંચું શરીર. આછી દાઢી. વિખરાયેલા વાળ. [...]

આપ સર-આંખો ઉપર છો, આપ જ્યારે આવશો, આ સુગંધિત શ્વાસની છલકેલ છાબો આપશું.

ચા-નાસ્તાથી ખરડાયેલો સુરાગ અને ગાળોથી ખરડાયેલી રંઝીશ, નત-મસ્તકે ઊભા રહેતાં, સહન કર્યે જતાં અને વચ્ચે-વચ્ચે અછડતી નજર ફેંકીને એકબીજાની સામે જોઇ લેતા હતા.
નામ અરમાન લાકડાવાલા. પણ એને ઓળખનારા એને જુદી જ રીતે ઓળખતા હતા. એના સ્વર્ગસ્થ પિતા શેઠ ચીમનલાલ ચંદનના લાકડાં જેવા શીતળ હતા. પણ છોકરો નાનપણથી જ ભડકાનો અવતાર બનીને ફરતો હતો. એની ઝપટે [...]

મરણની હથેળીઓ થઇ જાય ભીની, તને એક પળ પણ વિસારી શકું તો

મુગ્ધ અને મૃણાલ. બત્રીસ વર્ષ પહેલાં અમદાવાદની એક જાણીતી કોલેજમાં અભ્યાસ કરતાં બે પાત્રો. મૃણાલ આગના ભડકા જેવી તેજ સ્વભાવની રૂપયૌવના અને મુગ્ધ એક ગરીબ પણ તેજસ્વી દિમાગ ધરાવતો યુવાન. એક ક્ષણની કૂખમાંથી પ્રેમનો ગર્ભ જન્મ્યો.
મુગ્ધ મૃણાલનાં સૌંદર્ય પાછળ લટ્ટુ થઈ ગયો. એના મિત્ર હનુમાને એને બહુ સમજાવ્યો, પણ મુગ્ધ ન માન્યો. વાત વટે ચડી [...]

એવું ક્યાં ભીંતો વગરનું ઘર મળે, છાપરું કે છત બધુ અદ્ધર મળે

અમદાવાદનો તર્પણ. કોઈને આદર્શવાદી લાગે, કોઈને ધૂની તો કોઈને મન વળી મૂર્ખ. હીરો જેવો હેન્ડસમ, ખાદીનાં વસ્ત્ર જેવો સાદગીસભર, નવા જન્મેલા બાળકના પ્રથમ સ્મિત જેવો નિર્દોષ, પણ એનું મન એટલે આશ્ચર્યોની તિજોરી અને વિચિત્રતાઓનો ભંડાર.
તુલસી નામની છોકરી એને પસંદ તો પડી ગઈ, પણ પરણવા માટે એ એકલો જ ગયો. જાન જોડવાની ધમાલ નહીં, ફટાકડાઓનો તાશીરો [...]

यह क्या रखेंगे सलामत किसी के दामन को, शरीफजादों ने बख्शा नहीं भिकारन को.

છવ્વીસ વર્ષ પહેલાંની શિયાળાની એક રાત હતી. બે વાગ્યા હતા. હું જનરલ હોસ્પિટલના સૌથી ઉપલા માળે આવેલા મારા કવાર્ટરના બેડરૂમમાં જાગતો સૂતો હતો. બારી-બારણા ચસોચસ બંધ કરેલા હતા. હું મરછરદાનીની અંદર ચોરસો, ધાબળો અને ગરમ રજાઇના ત્રિવેણી આવરણ હેઠળ ઢબૂરાઇને પડ્યો હતો અને ઉર્દૂ ગઝલો વાંચી રહ્યો હતો.
કૈફી આઝમીનો શેરમારી આંખોને રોશન કરી ગયો: ‘કોઇ [...]

તમે ઢાળીને માથું જે અનાયાસે ધર્યો, મળ્યો એ વાળ ઝભ્ભા પર ઘણાં વર્ષો પછી.

વીસ વરસનો અંગાર પંડ્યા પોતે ક્યારે એકવીસનો થાય એની રાહ જોઇને બેઠો હતો. કારણ કે લગ્ન કરવા માટેની કાનૂની વયમર્યાદા ત્યારે શરૂ થતી હતી. છેલ્લા ત્રણ વરસથી અંગાર મિસરી નામની રૂપયૌવનનાં પ્રેમમાં પડેલો હતો અને ત્રણેય વર્ષમાં એક પણ દિવસ એવો નહીં ગયો હોય, જ્યારે એણે પ્રેમિકાને આ સવાલ નહીં પૂછ્યો હોય : ‘મિસરી, ચાલ [...]