ફેંકી દે મુગટો, ફગાવી નાખ સિંહાસન સજનવા, છુટ્ટે કેશે ભોંય પર બેસીને કર શાસન સજનવા

 bful-bride.jpg

મમ્મી! ડેડી! મને છોકરી પસંદ છે.’ અઠ્ઠાવીસ વરસના હણહણતા અશ્વ જેવા સોહામણા અને તરવરિયા સંગ્રામ શેખાવતે આયના સામે ભા રહીને વાળમાં ‘હેર બ્રશ’ ફેરવતાં પોતાના નિર્ણયની જાહેરાત કરી દીધી. એના પપ્પા સમર્થસિંહ શેખાવતને આશ્ચર્ય તો થયું, પણ એ ચૂપ રહ્યા. મમ્મી અનુરાધાને પણ આશ્ચર્ય થયું, જે એમણે પૂછી નાખ્યું,‘પણ બેટા, છોકરીને જૉયા પહેલા જ ‘હા’ પાડી દેવાની?’‘મોમ! તું તો સાવ ભોળી જ રહી! જૉયા વગર તો હું ખાદીનો હાથરૂમાલ પણ ન ખરીદું!’ સંગ્રામે ડ્રેસિંગ ટેબલનાં ખાનામાંથી હમણાં જ લોન્ચ થયેલું અમિતાભ બ્રાન્ડ પરફ્યૂમ બહાર કાઢયું અને માથાના વાળમાં, શરીર ઉપરનાં વસ્ત્રોમાં અને બ્રાન્ડેડ હેન્કીમાં ઠાલવી દીધું. બહુ તેજ અને મર્દાના સુગંધવાળું પરફ્યૂમ હતું, અદ્દલ એના બ્રાન્ડ એમ્બેસેડર જેવું જ ! પછી મઘમઘતા સ્વરે બોલ્યો,‘મેં છોકરીને જૉયેલી છે,મમ્મી!’

‘હંે? કેવી લાગી? ખાદીના હાથરૂમાલ જેવી?’

‘ઓહ નો મમ્મી! આ તો કિનખાબનો તાકો છે. એનામાં નાગરાણીની નરમાશ છે, મેરાણીનો મિજાજ છે અને આયરાણીનું રૂપ છે. એની આગળ આપણી મેવાડી કન્યાઓ પાણી ભરે !’ ‘રહેવા દે બેટા, અલ્લાઉદ્દીન ખિલજી જેનું આયનામાં પ્રતિબિંબ માત્ર જૉઇનેે ગાંડો થયેલો એ પિદ્મની મેવાડની જ હતી. હું તો એમ કહું કે પુરુષને ગમે એ પદમણી! પણ છોકરી તને પસંદ કરે તો સંબંધ પાકો થયો સમજવો.’

‘મમ્મી, તારા આ હેન્ડસમ અને સ્માર્ટ દીકરાને જૉઇને કઇ છોકરી એને નાપાસ કરવાની છે? અડધી બાજી તો મારા બાયોડેટાએ જ જીતાડી આપી છે. બાકીની અડધી બાજી…’ સંગ્રામસિંહ શિક્ષિત હતો, સંસ્કારી હતો એટલે બડાશભર્યુ વાકય એણે પૂરું ન કર્યું. બાકી વાકયનો અધૂરો હિસ્સો એની જીભના ટેરવે જ હતો, ‘બાકીની અડધી બાજી આ છ ફીટ ને બે ઈંચનું સુદ્દઢ શરીર, આ પહોળા ખભા, આ ઢાલ જેવી છાતી, આ શમશેર જેવી નજર, આ સફેદ કોટ, શર્ટ, પેન્ટ, લાલ ટાઇ અને સફેદ શૂઝ જીતાડી આપશે. જાણું છું કે છોકરી કાિઠયાવાડી ઘોડી જેવી અભિમાની છે, પણ…’ આ ‘પણ’ પછીની શકયતા એના હાથમાં ન હતી, આ અપૂર્ણ વાકયનું પૂર્ણવિરામ એક પદમણીની પાંપણોના પલકારામાં કેદ હતું.

છોકરીના બંગલે ગયા ત્યારે ખબર પડી કે સંગ્રામની માન્યતા સાવ સાચી હતી. બાયોડેટા બંનેના જૉરદાર હતા. સંગ્રામસિંહ શેખાવત આઈ.એ.એસ.થઈને ગયા વરસે જ ડિસ્ટિ્રકટ કલેકટરની નિમણુક પામ્યો હતો,તો સામે પક્ષે શર્વરી જાડેજા બે વરસ પહેલાંની બેચની આઈ.પી.એસ. ઐાફિસર હતી. બંને જણાં જયારે બાજુના ઓરડામાં ખાનગી વાતચીત કરવા માટે જઈ રહ્યા હતા, ત્યારે એમને પાછળથી તાકી રહેલા ચારેય મમ્મી-પપ્પાઓની આઠેય આંખોમાં જાણે મધ આંજયું હોય એવી ટાઢક પ્રસરી ગઈ!

શર્વરીનાં પપ્પા પ્રોફેસર હતા. એ તો બોલી પણ ગયા,‘ દેહ, દેખાવ ને ડિગ્રી, ત્રણેય ¼ષ્ટિથી જૉઈએ તોયે દુગ્ધ-શર્કરાયોગ છે. હવે બેયના સ્વભાવ મળતાં નીકળે તો આપણે જંગ જીત્યા!’ રાજપૂતો કયારેય જંગમાં હારે ખરા ? મેચનું પરિણામ તો રમતા પહેલાં જ નિિશ્ચત થઈ ચૂકયું હતું. જે વાતો થઈ એ તો બસ, થોડું-થોડું બોલવાનું ને ઝાઝું-ઝાઝું જૉવાનું સત્તાવાર બહાનું માત્ર હતું.

‘તમે કઈ બેચના?’

‘બે હજાર ત્રણનો. તમે?’

‘હું બે હજાર ચારની બેચની આઈ.પી.એસ. છું.’ આ થઈ બે કેપ્ટનો વરચેની ટોસ છાળવાની પ્રક્રિયા. કોઇપણ બે આઇ.પી.એસ. કે આઇ.એ.એસ. અધિકારીઓ પહેલીવાર મળે ત્યારે આ જ રીતે વાતચીત શરૂઆત કરે. પછી ‘કયાં પોસ્ટિંગ ચાલે છે? પ્રમોશન કયારે‘ડયૂ’ છે?’ જેવી વાતો ચાલતી રહે. સંગ્રામ અને શર્વરી પણ આવી ઔપચારિકતામાંથી જ ધીમે-ધીમે અંગતતામાં સરતાં ગયાં. ના પાડવાનો તો સવાલ જ ઉપસ્થિત થતો ન હતો. બંનેની જ્ઞાતિ પણ એક જ હતી અને આટલું ઉરચ શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી છોકરીઓ માટે પોતાની જ્ઞાતિમાંથી સમકક્ષ મુરતિયો મેળવવો ખરેખર મુશ્કેલ કામ બની જતું હોય છે.

બંને પાસે સમયની મારામારી હતી.એકના ખભા પર આખા જિલ્લાનો વહીવટ હતો, જયારે એકની નજર નીચે પૂરો પોલીસ વિભાગ હતો એટલે ‘ચટ મંગની અને પટ બ્યાહ’ના ધોરણે બધો ઘટનાક્રમ જવાઈ ગયો અને સમય આવી પહોંરયો બહાર ફરવા માટે ઉપડી જવાનો. ‘હનિમૂન માટે કયાં જઇશું?’ લગ્નની પહેલી રાતે શરમાતી શર્વરીએ ભીના-ભીના અવાજમાં પૂછ્યું. ‘અહીંથી ત્રીસેક કિલોમીટર એક ગામડાની બહાર આવેલા એક જરીપુરાણા ડાકબંગલામાં?’ સંગ્રામે આચંકો લાગે એવી વાત કરી.

મસૂરી, ટી કે શિમલાનાં સપનાં જૉઈ રહેલી શર્વરી તાડૂકી ઠી. ‘વ્હોટ? પેલા રામપુર ગામમાં આવેલો બાવાઆદમના જમાનાનો ડાકબંગલો છે ત્યાં ….? ત્યાં બે સ્ત્રી-પુરુષ પોતાના સંસારની શરૂઆત કરશે?’

‘કેમ? તંે જૉયેલો છે એ ડાકબંગલો?’

‘હા, ત્યાં તો ‘હનિમૂન’ જવવાની વાત જવા દે, કોઈ એમ ને એમ પણ એક રાત વિતાવી ન શકે!’

‘અને છતાં પણ તંે એક રાત ત્યાં વિતાવેલી છે!’ સંગ્રામના કામાતુર હોઠો ઉપર રમતિયાળ સ્મિત ફરકી રહ્યું, ‘હું એ ઘટનાનો સાક્ષી છું!’

‘અરે બાપરે!’ શર્વરીની આંખોમાં આશ્ચર્યનાં પૂર મટયાં, ‘એ રાત્રે તું હતો? મેં જેને ….?’ ‘હા, શર્વરી મેડમ! તમારી આર પાયેલી ખાદી વર્દીની તીખી તુમાખી જૉઈને ત્યાંથી ચૂપચાપ રવાના થઈ ગયેલો એ ‘તુરછ’ માણસ હું જ હતો. હું અંધારામાં ભેલો હતો એટલે મારો ચહેરો તમને પૂરેપૂરો દેખાયો નહીં હોય, અને એ રાતે તમારી આંખો પર ક્રોધ નામની કાળી પટ્ટી બંધાયેલી હતી. અમારા જેવા સામાન્ય માણસોને જૉવા માટેની ફુરસદ પણ તમને કયાં હતી?’ સંગ્રામની વાત સાંભળીને શર્વરીની આંખ સામે એ મુશળધાર વરસાદની રાતનું ¼શ્ય ઉજાગર થઇ ઠયું. લગભગ છ એક મહિના પહેલાંની ઘટના. ભયંકર તોફાની વરસાદી રાત હતી. ચારે બાજુ જળનું સામ્રાજય વ્યાપેલું હતું. આગળ કશું દેખાતું ન હતું, એટલે સંગ્રામે કાર થોભાવી. એને ખબર હતી કે રાતવાસો કરવા માટે આ ગામમાં એક નામ પૂરતો ડાકબંગલો આવેલો છે. એ ગાડીમાંથી તરીને દોડીને, પગથિયાં ચડીને કાઉન્ટર પાસે પહોંચી ગયો.

‘એક રૂમ જૉઇએ છે. એક રાત માટે! મળી શકશે ?’ એણે પૂછ્યું.

‘એક જ રૂમ છે, સાહેબ! રહેવા જેવો એક જ રૂમ છે!’ ઘરડા વોચમેને ફાનસના અજવાળામાં ચોપડો ધરીને માહિતી આપી,પછી વિગત પૂછી, ‘શું નામ લખું…?’

ત્યાં જ પગથિયાં પરથી કડક, રુઆબદાર સ્ત્રી-સ્વર સંભળાયો,‘નામ લખો: પોલીસ કમિશનર શર્વરી જાડેજા. ડયૂટી ઉપર નીકળતાં જીપ બગડી માટે ફરજિયાત રાતવાસા માટે રોકાવું પડે છે. આમ તો સાથેના કોન્સ્ટેબલ માટે બીજા બે કમરા પણ જૉઈએ છે, પણ સંજૉગોનું શાસન હું સમજી શકું છું. હવાલદારો જીપમાં પડયા રહેશે.વોચમેન ચાવી મને આપ!’ ‘પણ મે’મ સાહેબ,આ ભાઈ તમારી પહેલાં…’

‘આ રેશનીંગની દુકાન છે? કે સિનેમાની ટિકિટબારી છે? પહેલા આવ્યા એટલે શું થઈ ગયું? એમ તો એ મહાશય આ પૃથ્વી ઉપર પણ કદાચ મારાથી પહેલા આવી ચૂકયા હશે! તો શું થઈ ગયું? ભગવાને મને કયાં બેસાડી દીધી છે અને એ કયાં..? એની વે, મારે એની સાથે નિસબત નથી. એ તો પુરુષજાત છે, ગમે ત્યાં પડી રહેશે, હું આવી ભયાનક મેઘલી રાતે કયાં જઉં?’

અંધારામાં ભેલો સંગ્રામ શેખાવત બે હાથ દૂર ભેલાં ‘અજવાળંા’ ને તાકી-તાકીને જૉઈ રહ્યો. અંગારો આટલો આકર્ષક હોઈ શકે ખરો? એ વિચારી રહ્યો. ખાખી, બરછટ વર્દીમાં ઢબુરાયેલા રેશમી રૂપને ઈર્ષાભરી નજરે નીરખીને એ પગથિયાં તરી ગયો. એ મગરુર માનુનીને એટલું પણ જણાવ્યા વગર કે ‘હું તારાથી એક ડગલુ આગળ જ છું, પૃથ્વી પર પધારવામાં પણ અને પદ, પગાર અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિમાં પણ. એના જીવનનો એક સિદ્ધાંત હતો, સુંદર છોકરી પ્રેમ કરવા માટે છે, વાદ-વિવાદ માટે નહીં. જે આપણી આંખમાં વસી જાય એવા રૂપ સાથે એવું વર્તન ન કરવું જેનાથી એ દૂર ખસી જાય.

અને આ ધીરજનું મીઠું ફળ હવે એના જ હાથમાં હતું. જયારે બીજા દિવસે બંને જણાં શણગારેલી ગાડીમાં એ ખખડધજ ડાકબંગલા પાસે આવી પહોેંરયાં, ત્યારે શર્વરીએ એને કયારનો મૂંઝવતો સવાલ પૂછી નાખ્યો,‘સંગ્રામ, તમને આ રીતે મારા તીખા વર્તનથી ગુસ્સો ન ચડયો? તમને બદલો લેવાનું મન ન થયું?’

‘એટલા માટે તો તને લઈને અહીં આવ્યો છું! એ રાત આખી મેં જંગલમાં કાઢી હતી. આજે આ તારા કાળા રેશમી વાળની ભુલભુલામણીમાં…’

ત્યાં વોચમેનનું વાકય સંભળાયું,‘સા’બ, પૂરો ડાકબંગલો તોડી પાડવાનો છે. છતાં આજની રાત પુરતો એક કમરો તો ખોલી આપું, પણ સા’બ! અંદર સૂવા માટે પલંગ કે બેસવા માટે ખુરશી-સોફા નથી. જમીન ઉપર પડી રે’વું પડશે!’ સંગ્રામ લુરચું, શòંગારિક હસ્યો,‘ફાવશે! મને શી તકલીફ છે? જમીન જૉ ખૂંચશે તો મોટા મે’મસાબને ખૂંચશે, અમે તો પુરુષજાત ! ગમે ત્યાં ગોઠવણ કરી લઈશું!’ શર્વરીનાં બે તેજભર્યા નયનો એને તીરની જેમ વીંધી રહ્યાં. અને પછી બીજી ક્ષણે ઝૂકી ગયાં!’

(શીર્ષક પંકિત: મુકુલ ચોકસી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: