રાત વિતાવી હતી જે આંખમાં, એ જ આંખોની કસમ રોકાઈ જાવ

 eyes-expression.jpg

દરિયાની સપાટીથી બાવન હજાર ફીટની ચાઈએ ડતાં વિમાનની બારીના કાચમાંથી ઈમરાને નીચે નજર કરી. પૃથ્વી ઉપરનું શ્રેષ્ઠ ¼શ્ય જૉઈને એની આંખો ભરાઈ ગઈ. નગાધિરાજ હિમાલય એનાં ઉત્તુંગ શિખરોની હસ્તમાળા વડે જાણે એને ‘બાય બાય’ પાઠવી રહ્યો હતો! ભૂરા જળથી લહેરાતું એક રમણીય જળાશય જૉઈને ઈમરાને કલ્પના કરી, ‘એ જરૂર માનસરોવર હોવું જૉઈએ. મારા હિંદુ મિત્રો માટેનું આરાઘ્ય સરોવર.’‘આ જ પૃથ્વીના કો’ક અજાણ્યા ખૂણામાં મારી શબનમ પણ છુપાયેલી હશે ને? એ શા માટે મારાથી ઓઝલ થઈ ગઈ એ અલ્લા જાણે, પણ મારી તો એટલી જ દુવા છે કે એ જયાં પણ હોય ત્યાં ખુશ હોય!’ ઈમરાન બબડી ગયો. પછી પોતાની જ દુવાના સમર્થનમાં એની જબાન ઉપરથી લીલી ઝંડી જેવો શબ્દ સરી પડયો, ‘આમીન!’

સવારનો સૂરજ પૂર્વની ક્ષિતિજ પરથી ૪૫ અંશ જેટલો ચે આવ્યો હશે, ત્યારે એર હોસ્ટેસે જાહેર કર્યું, ‘વી આર એન્ટિંરગ ધી સ્કાય ઓફ કિઘaસ્તાન નાઉ. વી વિલ બી લેિંન્ડગ એટ બિશકેક આફટર ટેન થર્ટિ એ. એમ.’

ઈમરાને વિચારોની પોટલીમાં શબનમની યાદોને બાંધીને ગાંઠ મારી દીધી. ધીમે-ધીમે કિઘaસ્તાનનો ભૂભાગ ¼ષ્ટિગોચર થવા માંડયો. લીલોતરી ઓછી હતી, બહુ ઓછી. બરફીલી ચાદર સર્વત્ર પથરાયેલી હતી. થોડી વારે વિમાન ચાઈ ગુમાવીને પૃથ્વીને ચૂમવા માટે નીચે તરવા માંડયું. બરાબર દસ વાગીને બત્રીસ મિનિટે વિમાને લેન્ડીંગ કર્યું. દસ-બાર મિનિટ બાદ ઈમરાન બહાર આવ્યો. એ બિશકેક હતું, કિધaસ્તાનનું પાટનગર.

અજાણી ધરતી હતી. ચા, કદાવર, ગોરાં સ્ત્રી-પુરુષો હતાં અને સાવ અજાણી ભાષા હતી. અહીં અંગ્રેજી ભાષા માટે કોઈ સ્થાન ન હતું.

એક ક્રૂ-મેમ્બરને પૂછ્યું તો જવાબ મળ્યો, ‘ઈફ યુ વોન્ટ ટુ સ્ટે હિયર મોર ધેન એ મિનિટ, યુ વિલ સ્યોરલી નીડ એન ઈન્ટરપ્રીટર.’ (જૉ તમારે અહીં એકાદ મિનિટ કરતાં લાંબા સમય માટે રોકાવું હશે, તો તમને દુભાષિયા વગર નહીં ચાલે!)

ઈમરાન સામાન ચકીને એરપોર્ટની બહાર આવ્યો. આસમાન ધીરે ધીરે વરસી રહ્યું હતું. રસ્તાઓ ભીના હતા, પણ ગંદા ન હતા. એણે હાથના ઈશારાથી એક ટેકસીને પોતાની પાસે બોલાવી. અહીં દુભાષિયાની જરૂર ન હતી. ઈશારાની ભાષા પૃથ્વી પરની અધિકતમ સમજાતી ભાષા છે.

ટેકસીવાળાએ હવામાં હથેળી ઘુમાવીને પૂછ્યું: ‘કયાં?’ જવાબમાં ઈમરાને કહ્યું, ‘હોટલ.’ ટેકસીવાળો કદાચ ‘હોટલ’ શબ્દથી પરિચિત હશે. એણે બિશકેકની સડકો પર ગાડી દોડાવી મૂકી. હોટલ સાધારણ હતી, છતાં મોંઘી હતી. કદાચ રૂપિયો સસ્તો છે એ કારણ પણ જવાબદાર હોઈ શકે કે પછી ટેકસીવાળાનું ‘કમિશન’ પણ હોટલના ભાડામાં ઉમેરાયેલું હશે? સાચું કારણ કોણ જાણી શકે છે? આ દુનિયા આમ ને આમ જ ચાલતી રહે છે. જુઓને, શબનમને એના અબ્બાજાને શા માટે પોતાના તકદીરમાંથી છીનવી લીધી એ પણ એને કયાં ખબર છે! પછી એને કયાં, કયારે, કોની સાથે નિકાહ પઢાવીને મોકલી દીધી એ પણ…?

ઈમરાને હોટલના કમરામાં સામાન મૂકતાં માથું ઝટકાવ્યું. શબનમ… શબનમ… શબનમ…! આ નામથી છૂટવા માટે તો એ છેક અહીં સુધી લાંબો થયો હતો, તો પણ આ ઝાકળ જેવી જાત અને નજાકત જેવું નામ એનો પીછો છોડતું નથી!

ઈમરાને હાથ-મોં ધોઈને કપડાં બદલ્યાં. પછી લંચ માટે નીચે બેન્કવેટ હોલમાં આવ્યો. વેજિટેરિયન ફૂડ ખાનારાઓ માટે તો ભૂખે મરવાનો માહોલ હતો, પણ નોનવેજવાળાની ગ્રહદશા પણ ઓછી માઠી ન હતી. બે બોટી મટન અને પાણી જેવી ગ્રેવીના એંશી રૂબલ આપવા પડયા. ઈમરાન અડધા ખિસ્સે, અડધો ભૂખ્યો ભો થઈ ગયો. આવા બેસ્વાદ ભોજનના આટલા બધા રૂબલ્સ આપી દેવાના?

મટન અફઘાની તો શબનમ બનાવી જાણતી હતી! ગરીબ ઘરની છોકરી હતી પણ શો ઈલમ હતો એની રસોઈમાં! એમાંય તે મટન પકાવતી વખતે તો જાણે વાનગીમાં એની આંગળીઓની ખુશ્બૂ ઉમેરાઈ જતી હતી! મટનની વાનગીઓનો વિશ્વ દરબાર ભરાયો હોય તોયે ઈમરાન શબનમે બનાવેલું ‘મટન અફઘાની’ માત્ર એની સોડમ ઉપરથી પારખી કાઢે. અફસોસ, એ શબનમ ચાલી ગઈ, એની ખૂશ્બૂ પણ ચાલી ગઈ! હવે િંજદગીમાં પાછા કયારેય હિંદુસ્તાનમાં જવું નથી. જૉ શબ્બોને ભૂલવી હશે તો આવા જ, કિઘaસ્તાન જેવા જ કોઈ અજાણ્યા દેશમાં જઈને ઠરીઠામ થઈ જવું પડશે.

આટલા માટે તો ઈમરાન અહીં આવ્યો હતો. એની પાસે બિઝનેસ માટેના વિઝા હતા. એકલા કિઘaસ્તાનના જ નહીં, કઝાખિસ્તાનના, રશિયાના અને સ્વિડનના પણ હતા. જૉઈએ કે કયાં ફાવે તેવું છે! અને સસ્તું પણ…!

રિસેપ્શન ઉપરનો આદમી ભાંગ્યું-તૂટયું અંગ્રેજી જાણતો લાગ્યો. ઈમરાન તેની પાસે પહોંચી ગયો, ‘એકસકયુઝ મી, એની ચીપર રેસ્ટોરાં હિયર? વેજ ઓર નોન-વેજ, એની થિંગ વિલ ડુ…!’‘નો, સર!’ રિસેપ્શનિસ્ટ હસ્યો,’ બટ વેઈટ…! આઈ શો યુ સમથિંગ… ધેર… ઈન ધ ઓપોઝિટ સ્ટ્રીટ… વન એશિયન રેસ્તરાં… વેરી કનિંગ મેન… બટ વેરી ચીપ ફૂડ… યુ મે અફોર્ડ ઈટ.’ઈમરાને માથું હલાવ્યું. સામેની ગલી. એશિયન રેસ્ટોરાં. લુરચો માલિક પણ સસ્તું ભોજન. પોસાશે..! પોસાશે..! હવે તો છેક રાત્રે જમવાનું છે, પણ અત્યારે તપાસ કરી લેવામાં શું જાય છે? આમેય તે બીજું કામ પણ શું છે અત્યારે! એક-બે વેપારીને મળવાનું છે. કોસ્મેટિકસના ધંધા માટે વાત કરવાની છે. પણ દુભાષિયા વગર એટલુંયે કયાં થઈ શકવાનું છે? લાવને, પેલા લુરચા માલિકને મળી જૉઉં, કદાચ દુભાષિયાનું પણ એ જ ગોઠવી આપે. લુરચો છે, પણ સસ્તો છે. પોસાશે! પોસાશે!

વરસાદ બંધ પડી ગયો હતો. પણ હવામાં હિમાલય જેવી ઠંડક હતી. ઈમરાન જેકેટનાં ખિસ્સામાં હાથ સંતાડીને નીકળી પડયો. ચાલતો-ચાલતો રસ્તો ઓળંગીને સામેની તરફ પહોંચી ગયો. ગલીમાં ટ્રાફિક નહીંવત્ હતો. ત્યાં જમણા હાથે એણે એક દેશી ઢાબા પ્રકારની દુકાન જૉઈ. ઉપર મારેલા પાટિયામાં રશિયન ભાષામાં એનું નામ લખાયેલું હતું. એની નીચે બાંગલા લિપિમાં કશુંક લખેલું હતું. ઈમરાન સમજી ગયો. મંજિલ આ જ હતી.

‘સલામ અલયકુમ!’ એણે થડા ઉપર બેઠેલા એક આધેડ પુરુષને કહ્યું. પેલો ચમકયો. પછી હસ્યો. હસતી વખતે એની આંખોના ખૂણા સંકોચાઈને ખલનાયકીનું પરિમાણ ધારણ કરી લેતા હતા.‘વ અલયકુમ સલામ! ઢાકાસે આતે હો?’ એણે પૂછ્યું.

‘નહીં, અહમદાબાદસે. આપ ઈન્ડિયન નહીં હૈ?’

‘નહીં, મૈં બાંગ્લાદેશસે હૂં.’ પેલો પાછો હસ્યો. પછી આંખોની સાથે સાથે જીભ પરથીયે લુરચાઈ ખેરવી, ‘ભૂખ લગી હૈ, કયા? ખાના બહોત મહેંગા લગા હોગા, વરના સિકંદર કા પતા કયોં ઢૂંઢતે?’

ઈમરાન એની તોછડાઈ ગળી ગયો. તો આ જાલીમનું નામ સિકંદર હતું! મનમાં ને મનમાં એને ગાળો ચોપડાવતો ઈમરાન દુકાનનું અંદર ને બહાર પૂરું નિરીક્ષણ કરી રહ્યો. આ ઢાંકાના સિકંદરે એનું સામ્રાજય ઠીક-ઠીક જમાવ્યું હતું એ દેખાઈ આવતું હતું. અંદરના ઝાંખા અજવાસવાળા મોટા ઓરડામાં ચૌૈદ-પંદર ટેબલો ગોઠવેલાં હતાં. એની ફરતે બેસીને આશરે પાંત્રીસ-ચાલીસ ગ્રાહકો ભોજન કરી રહ્યા હતા. એમની જમવાની ઝડપ કહી આપતી હતી કે વાનગી ખરેખર સ્વાદિષ્ટ બની હોવી જૉઈએ.

‘કિતને બરસ હો ગયે, સિકંદરભાઈ, ઈધર આયે હુવે?’ ઈમરાને પૂછ્યું. ‘વૈસે તો દસ બરસ હો ગયે, મગર ધંધા અભી-અભી જૉર પકડને લગા હૈ. પહલે ઈતની બરકત કહાં થી?’

‘કયું? પહેલે ઈતની ઘરાકી નહીં ચલતી થી?’

‘ઐસા હી સમજૉ, મિયાં! એક કે બાદ એક તીન-તીન શાદિયાં કરી. મગર તીનો બિવીયાં બેકાર નિકલી. દેહાતી લડકીયાં થી. સો અરછા ખાના પકાના ભી નહીં જાનતી થી. તીનો કો મેરે અબ્બુ કે ઘર ભેજ દિયા.’

‘ફિર? કોઈ અરછા ખાનસામા મિલ ગયા કયા?’

‘નહીં, અરછી બીવી મિલ ગઈ. તુમ્હારે અહમદાબાદ કી હી હૈ. મેરે ચાચાજાનને રિશ્તા પક્કા કર દિયા. માં-બાપ ગરીબ થે. તો ચાલીસ હજાર થમા દિયે. લડકી કી નામરઝી થી. લૈકિન કયા કરતી? વો રોતી રહી, ચિલ્લાતી રહી, મગર ફિર રાજી હો ગઈ. મેરી તો તકદીર હી માનો બદલ ગઈ! કયા હુશ્ન હૈ! ઔર લડકી કયા ખાના પકાતી હૈ! અબ તો યહાં કે બાશિંદે ભી ઉસકા બનાયા હુઆ મટન ખાને કે લિયે સિકંદર કી ચૌૈખટ પે આને લગે હૈ! તુમ ભી અગર મેરી શબ્બો કે હાથ કા બના હુઆ મટન અફઘાની જૉ એક બાર ચખ લો, તો ફિર ઉમ્ર ભર…’

બરાબર એ જ ક્ષણે એક નોકર ગ્રાહકને પીરસવા માટે રસોડામાંથી તાજા બનેલા મટનની પ્લેટ લઈને નીકળ્યો. એ જયારે ઈમરાનની બાજુમાંથી પસાર થયો, ત્યારે… ઈમરાને છાતી ફુલાવીને એક ડો શ્વાસ ખેંરયો, એવું લાગ્યું, જાણો સુગંધને બદલે શબનમને શ્વસી રહ્યો હોય!

શીર્ષક પંકિત: આદિલ મનસુરી

Advertisements

One Response

  1. and thats one more pearl from you..

    great..

    U seem to b romantic person by heart! u have fantastic choice,
    doing good job, keep it up

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: