ઉદાસી લઇને આંખોમાં અહીં ફરનારા ખાસ્સા છે, મને લાગે તમારું શહેર આ ઊંડા નિ:સાસા છે

આને તો લિવર સિરોસિસ થયું છે.’ ગુજરાતના સિનિયર ફિઝિશિયન ડો. લાકડાવાલાએ બાબુ બેવડાનું પેટ તપાસીને નિદાન કર્યું. મોટી જનરલ હોસ્પિટલનો આઉટડોર વિભાગ હતો, એટલે દર્દી માટે ખાનગી જેવું તો કંઇ હોય જ નહીં. ચાર-પાંચ જુનિયર ડોકટરો બેઠા હોય, વીસ-પરચીસ મેડિકલ સ્ટુડન્ટ્સ ઊભા હોય, નર્સો, વોર્ડ બોય્ઝ અને ટોળામાં ધક્કામૂક્કી કરતા બીજા દર્દીઓ. સાતમ-આઠમનો મેળો જામ્યો હોય એવું વાતાવરણ લાગે.એમાં ઓ.પી.ડી.ના વિશાળ ઓરડામાં વરચોવરચ ટેબલ-ખુરશી માંડીને ડો. લાકડાવાલા દર્દીઓ તપાસવા બેઠા હોય. મોટા સાહેબનું નિદાન સાંભળીને બાબુ બેવડાના સગાંવાહાલાં મૂંઝવણમાં મૂકાઇ જાય. પૂછી પણ નાખે, એટલે શું, સાહેબ?’

બાબુનું લિવર ખલાસ છે! હવે એ લાંબુ નહીં ખેંચે.’ પછી ડોકટર સાહેબ બાબુની તરફ ફરે, અલ્યા, દારૂ પીવે છે?’ બાબુ ના’ પાડતા અચકાય છે અને હા’ પાડતાં શરમાય છે. ડો. લાકડાવાલા લાકડા જેવા બની જાય છે. ત્રાડ પાડીને પૂછે છે, શ્નસાચું બોલી નાખ! દારૂ ઢીંરયા વગર આ બીમારી થાય જ નહીં.!

સાયેબ, કયારેક… છાંટો પાણી કરી લઉં… પણ એકાદ-બે ઘૂંટડાથી ઝાઝો નહીં.’ઘૂંટડાવાળી! મને મૂરખ બનાવે છે? આ બાટલાના બાટલા ઢીંરયા છે એને પ્રતાપ છે. સાચું બોલ, કેટલા વરસથી પીવે છે? અને કેટલો પીવે છે?સાયેબ, સાચું કહું? પહેલાં તો ચાખતોય ન’તો. લગન પછી શરૂ કર્યું.’કેમ? તારી બૈરીએ તને રોકયો નહીં?’

બૈરીનાં લીધે તો શરૂ કર્યો, સાયેબ! લગનનાં બીજા જ મહિને મને ખબર પડી કે મારી બૈરી બાજુની ચાલીવાળા રઘલા જૉડે ચાલું છે, એટલે સાયેબ, મેં એને બહુ સમજાવી, પણ ન માની અને રઘલો એવો લોંઠકો છે કે એને ધમકાવવા જઉં તો ઉલ્ટાનો એ મને મારે! મનના દુ:ખને મારવા હાટુ છેવટે મેં બાટલી પીવાનું શરૂ કર્યું. સાયેબ, તમારા હમ! ખોટું નહીં બોલું, બાર વરહથી દારૂ ઉપર ચડી ગયો છું.’

બસ, હવે સાવ ઉપર ચડી જવાનો સમય થઇ ગયો છે. વિટામીન્સની ગોળીઓ લખી આપું છું. હવે દારૂ પીવે કે છોડે, તારી પાસે ઝાઝા દિવસ નથી બરયા. સિસ્ટર, નેકસ્ટ પેશન્ટ…’ ડો. લાકડાવાલા બોલવામાં આખા હતા. જીભ ચલાવે તો એવું લાગે જાણે ચાબૂક વીંઝી રહ્યા છે! સ્વભાવે સળગતો અંગારો. જૉ બ્રહ્માંડ આખામાં આકરા સ્વભાવની સ્પર્ધા યોજાય તો ગોલ્ડમેડલ ડોકટર જ આંચકી જાય. મૂનિ દુર્વાસાને સિલ્વરમેડલથી સંતુષ્ટ થવું પડે.

પૂરા બત્રીસ વર્ષ એમણે રાજ કર્યું. અમદાવાદની તબીબી આલમમાં સાહેબના નામના સિક્કા પડતા હતા. એ વખતે આજના જેવ આધુનિક લેબોરેટરીઓ કયાં હતી! સોનોગ્રાફીની શોધ પણ કયાં થયેલી હતી? તબીબી વિજ્ઞાન ડોકટરોના દિમાગમાં સંઘરાયેલું રહેતું અને સાહેબ આ બાબતમાં જબરા સંઘરાખોર હતા! નિદાન એમની આંગળીના ટેરવે ટકેલું હતું, સારવાર એમની જિહવાગ્રે હતી!

શામજી દાતણીયો આવ્યો. એને જલોદર થયું હતું. સાહેબે પેટમાં પાણીનું તળાવ ભરાયેલું જૉઇને શામજીને સીધો ઘઘલાવ્યો, શ્નદારૂ પીવે છે?’ હા, સાહેબ! રોજ રાતે બે રૂપિયાની પોટલી ન પીવું, ત્યાં લગી ઊંઘ નથી આવતી.’ બસ ત્યારે! હવે કાયમને માટે ઊંઘી જાવ! સિસ્ટર, નેકસ્ટ, પેશન્ટ, પ્લીઝ…’

શામજી કરગરી પડયો, શ્નપણ સાયેબ, આમ કાં કરો? દવા તો કરો. મને કાંઇ પોટલી પીવાનો શોખ થાય સે? આ તો જયારથી મને ખબર પડી સે કે મારા ચાર સોકરાવમાંથી ત્રણ મારા પેટના નથી, ત્યારથી મેં દારૂ પીવાનું શરૂ કર્યું સે.’

દારૂ પીવાથી બીજાનાં છોકરાં તારા થઇ ગયા એમ?’શામજીએ માથું હલાવ્યું, શ્નએમાં તો હું ફરક પડે, સાયેબ! પણ મને ઉપરનો બોજૉ જરીક હલકો થાય. બાયડી બેવફાઇ કરે એનું દુ:ખ દારૂ સિવાય બીજા કોની પાસે જઇને હલકુ કરવું?’સોમાંથી નવ્વાણું કેસોમાં આજ વાત. ડો. લાકડાવાલા કંટાળી ગયા. દારૂ, દારૂને દારૂ! આ તો જાણે દુ:ખ ભૂલવાની જડીબુટ્ટી છે કે શું? લોકો પણ સાવ ગાંડા થયા છે ને કંઇ! દારૂ પીવો છે એટલે બહાનાં ખોળે છે! ………અઠ્ઠાવનમા વરસે સાહેબ નિવૃત્ત થયા. યશસ્વી કારકિર્દીનો સુવર્ણયુગ ભોગવીને નિવૃત્ત થયા. હવે એમની ઇરછા બે-ત્રણ દાયકા પત્ની સાથે, હરવા-ફરવામાં, પોતાને ગમતાં પુસ્તકો વાંચવામાં અને બાગકામમાં વિતાવી દેવાની હતી અને ત્રણ શું, ચાર દાયકા પણ વીતી ગયા હોત. ડો. લાકડાવાલાની તબિયત લાકડા જેવી હતી.

પણ એક દિવસ એમના હાથમાં જીવતો સાપ આવી ગયો. પુસ્તકોનું કબાટ આટલા વરસથી પત્ની સાફ રાખતી આવી હતી, એ દિવસે પહેલી વાર ડોકટરે એ કામ હાથમા લીધું. એમાં એક રસોઇની ચોપડીમાં સંતાડેલો જૂનો પત્ર સરકીને ભોંય ઉપર પડયો. ડો. લાકડાવાલાએ પરબિડીયું ખોલીને અંદરનો કાગળ વાંરયો, તો આંખે અંધારા આવી ગયા. કોઇ પુરુષ ડોકટરની પત્નીને ઉદ્ેશીને લખતો હતો, પ્રિયે, તું બહુ યાદ આવે છે. આપણે કેટલી મઝા કરી છે! તારો ખડુસ પતિ તો એના કામમાંથી ઊંચો જ કયારે આવતો’તો? આપણો દીકરો શું કરે છે? હવે તો પાંચ વરસનો થઇ ગયો હશે ને? કોના જેવો દેખાય છે? તારા અંધ વરને તો ખબર પણ નહીં હોય કે એ જેને વહાલ કરે છે એ દીકરો એનો નથી, પણ મારો છે…’

ડો. લાકડાવાલા અચાનક રબ્બરવાલા બની ગયા. અમેરિકામાં સ્થાઇ થયેલો યુવાન પુત્ર સાંભરી ગયો. આટલું છળ! આટલી બેવફાઇ? જે પત્નીને પોતે આટલો પ્રેમ આપ્યો, આટલો વૈભવ આપ્યો, વિશ્વાસ, આઝાદી અને વફાદારી આપી, એ પત્નીએ….?

એ દિવસે એમણે બગીચામાં છોડ રોપી રહેલા માળીને ખાનગીમાં બોલાવીને પૂછ્યું, શ્નકોદર, સાંભળ્યું છે કે તું કયારેક-કયારેક છાંટો પાણી કરે છે!’જૂઠ્ઠું નહીં બોલું, સા’બ! પણ અઠવાડિયે એકાદ વાર…’લે, આ સો રૂપિયા રાખ તારી પાસે. સાંજ સુધીમાં મારા માટે પણ એક બાટલી લેતો આવજે.’માળી સાવ જ ડઘાઇ ગયો, શ્નસાહેબ, તમે દેશી પીશો? અમે તો રહ્યા ગરીબ માણહ, પણ તમને…?’

શ્નહા, મને પણ દેશી દારૂ જ ચાલશે.’ ડો. લાકડાવાલાએ સખ્ત અવાજમાં કહ્યું. કોદર પૈસા લઇને ચાલતો થયો. ડોકટર ગણગણ્યા,શ્નહું જાણું છું કે દેશી દારૂ પીવાથી મોત વહેલું આવે છે! પણ અહીં હવે લાંબુ જીવવું છે કોને?’

િંજદગી આખી દર્દીઓને શરાબપાન માટે ધમકાવનાર એક ડોકટર માનવ શરીરના ભીતરી રહસ્યોનો જાણકાર જિનિઅસ તબીબ, અમદાવાદ શહેરના તબીબી વર્તુળમાં અત્યંત આદરપાત્ર એવા આ સિનિયર ફિઝિશિયન બહુ ઝડપથી આથમી ગયા. દેશી દારૂ, એસિડિટી, પેપ્ટિક અલ્સર, ભૂખ મરી જવી અને અંતે લિવર સિરોસિસ! આઘાત જેટલો હતો, મોત એટલું જ જલદી આવી ગયું. (સત્ય ઘટના: ડૉકટરનું નામ બદલ્યું છે, શીર્ષક પંકિત: શ્યામ સાધુ)

Advertisements

2 Responses

  1. wow… its just fantastic…. i have no words for this blog..
    but still i m surprised that how can u get time 4 all this..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: