કેટલાં નામો કહ્યાં મેં તુજને અણગમતાં, સજનવા, તોયે રીસાતી ન હો, તો જા નથી રમતાં, સજનવા!

કોલેજમાં ‘વાર્ષિક દિન’ની ઉજવણી માટે તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. પ્રો. પાલેજા નાટક માટે પાત્રો પસંદ કરવા બેઠા. વીસેક છોકરીઓ અને ચાલીસ જેટલા છોકરાઓ પાસે એક-એક, બબ્બે સંવાદો બોલાવડાવ્યા. બધાના થોબડાં જોયાં, કદકાઠી, અવાજ, આંખો, વ્યકિતત્વ, આ બધાનો કયાસ કાઢી લીધા પછી એમણે આટલા મોટા ઝૂંડમાંથી પોતાને યોગ્ય લાગ્યા એટલા કલાકારો ચૂંટી કાઢયા. દરેકને લાયકાત પ્રમાણે ફાળવણી પણ કરી આપી.

rani.jpg

‘તન્હા, તું આપણા નાટકની હિરોઇન બનીશ. ઠીક છે?’ પ્રો. પાલેજાએ નાકના છેડે ધસી આવેલા જાડા કાચના ચશ્માંમાંથી બાકીની ઓગણીસ છોકરીઓ તરફ જૉઈ લીધું. રહી ગયેલી હિરોઇનોના મોં ઉપર કચવાટ તરવરતો સાફ દેખાયો. પ્રોફેસરે એમને આશ્વાસન આપ્યું, ‘શરમાવાની કોઇએ જરૂર નથી. જો માધુરી કે ઐશ્વર્યા આ કોલેજમાં ભણતી હોત તો પણ આપણા નાટકની હિરોઇન તો તન્હા જ બની હોત. પૂછો કેમ?’

‘કેમ?’ બીજું કોઈ પૂછે એ પહેલાં તન્હાએ જ પૂછી લીધું.

‘અરે, દીકરી મારી! તું છે જ એટલી બ્યૂટિફુલ! એ ડોશીઓ તો તારી પાસે સાવ કરમાયેલી લાગે!’

પ્રો. પાલેજાએ પોતાની સ્ટુડન્ટને ચણાના ઝાડ પર બેસાડી દીધી. તન્હા એટલી રૂપાળી હતી, એટલી જ ગર્વિષ્ઠ પણ હતી. આટલા બધા છોકરાઓ તથા છોકરીઓની હાજરીમાં પ્રો. પાલેજાએ એનાં સૌંદર્યની પ્રશંસા કરી એટલે એ ફૂલીને ફાળકો થઈ ગઈ.

પ્રો. પાલેજાએ હાથમાં પકડેલી નાટકની સ્ક્રિપ્ટ પર નજર ફેંકીને પોતાનું કામ આગળ ધપાવ્યું,

‘તેજલ! તારે તન્હાની બહેનપણી બનવાનું છે.’

તેજલ ખુશ થઈ ગઈ, ‘થેન્કયુ, સર! અમે આમ પણ બહેનપણીઓ છીએ જ!’

પ્રોફેસરે વહેંચણી ચાલુ રાખી, ‘મંદા! તારે હિરોઇનની મમ્મી બનવાનું છે અને રાણી! તારે હિરોઇનના ઘરની નોકરાણી બનવાનું છે.’

‘સર, હું તો રાણી છું, મારે દાસી થવાનું?’

‘હા, હું નામ જોઇને રોલ નથી આપતો, પણ કામ જોઇને આપું છું. ચાલો, હવે છોકરાઓનો વારો.

રિશી! તારે હીરો બનવાનું છે. તન્હાનો પ્રેમી. ફાવશે ને?’

રિશી છળી પડયો, ‘ફાવશે! જરૂર ફાવશે, સર! નાટકની અંદર પણ ફાવશે અને નાટકની બહાર પણ ફાવશે! તન્હા જેવી રૂપસુંદરી મળતી હોય તો કયો ગધેડો ના પાડે?’

રિશી આવો મજાકિયો ન હતો. એની વાત સાંભળીને છોકરા-છોકરીઓ એકસાથે હસી પડયાં. ન હસી ફકત તન્હા.

એ છેડાઈ પડી, ‘જો તમે રિશીને મારી સામે હીરો તરીકે લેવાના હો, તો મારે નથી રહેવું નાટકમાં!’

‘કેમ રે, છોડી! એ કંઈ સલમાન થોડો છે કે તને એશની જેમ એની સાથે વાંકું પડયું! હું બેઠો છું ને તારા બાપ જેવો. પછી તારે શો વાંધો છે?’ પ્રો. પાલેજાએ એમની માનીતી વિધાર્થિનીને મનાવવાની કોશિશ કરી.

‘સર, અત્યારની વાત છોડો. એણે અઠવાડિયા પહેલાં પણ મારી સાથે બદતમીઝી કરી હતી.’ તન્હાનું રૂપાળું મોં એ જૂની ઘટનાને યાદ કરતાંમાં તો ફૂલી ગયું.

પ્રોફેસરે પ્રશ્નાર્થભરી નજરે રિશી સામે જૉયું. રિશીએ એના આગવા અંદાઝમાં ખુલાસો રજૂ કર્યો,

‘એમાં મારો કશો વાંક નથી, સર! અમે ચાર-પાંચ મિત્રો કોલેજ કેન્ટિનમાં બેઠા હતા ત્યાં આ મહારાણી પધાયાô. એમનો ઠાઠમાઠ જૉઇને મારાથી બોલી જવાયું, ‘બહુ ચાંપલી લાગે છે!’ મારો આશય એને સંભળાવવાનો ન હતો પણ એના કાન કૂતરા જેવા સરવા હશે એ વાતની મને થોડી ખબર હોય? તન્હા સાંભળી ગઈ ને મારી સાથે ઝઘડવા માંડી. એમાં હું શું કરી શકું?’

‘જુઓ, સર, જુઓ! અત્યારે એણે શું કર્યું એ તમે પણ સાંભળ્યું ને? ચાંપલી તો કહી જ દીધી, ઉપરથી મને કૂતરી પણ…’

‘સાઇલન્સ!’ પ્રો. પાલેજાએ ત્રાડ પાડીને બેયને ખામોશ કરી દીધાં, પછી સર્વોરચ અદાલતના ચીફ જસ્ટિસની જેમ ચુકાદો સંભળાવી દીધો, ‘મેં કહ્યું એ છેવટનું છે. એમાં કશો જ ફેરફાર નહીં થાય. ચાલો, આપણે આગળ વધીએ! રાજેન, તારે પપ્પા બનવાનું છે, ચંદ્રેશ, તારે ટપાલી અને વિનય, તારે વિલન બનવાનું છે. બધાને નાટકની સ્ક્રિપ્ટની એક-એક નકલ મળી જશે. આવતી કાલે સાંજે કોલેજ છૂટયા પછી રિહર્સલ્સ શરૂ!’ પાલેજા સર વટહુકમ સંભળાવીને વિદાય થયા.

રિશીએ આંખ મિચકારીને તન્હાની સામે જોયું. પછી મિત્રને ઉદ્દેશીને પોતાનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો, ‘ચાલો ભ’ઈ! કાલથી અભિનય કરવો પડશે. ખરેખર અભિનય! જેનું થોબડું પણ જોવું ન ગમે એવી હિરોઇન સાથે ભરપૂર રોમાન્સનો અભિનય કરવો પડશે. સાલું, ભગવાન પણ મારા જેવા હેન્ડસમ પુરુષની કેવી જબરી કસોટી કરતો ફરે છે!’ તન્હાનું ચાલતું હોત તો એણે ત્યારે ને ત્યારે જ રિશીનું નાક કરડી ખાધું હોત!

બીજા દિવસથી નાટકનો પૂર્વાભ્યાસ શરૂ થયો. બાકીનું બધું તો સરખી રીતે ચાલી રહ્યું હતું, પણ રિશીના અટકચાળા અને તન્હાના ધમપછાડા પ્રો. પાલેજાના નાકમાં દમ લાવી રહ્યા હતા. પહેલા જ દૃશ્યમાં રિશીએ હિરોઇનના ગળા ફરતે હાથ નાખીને રોમેન્ટિક સંવાદ બોલવાનો હતો. રિશી એ દૃશ્યમાં સોળે કળાએ ખીલી ઠયો. તન્હાનો ખભો દબાવીને એને પોતાની સાવ પડખે ખેંચી લીધી. સંવાદ પણ એવી પ્રગાઢ ઉત્કટતાપૂર્વક બોલી ગયો કે બસ, તન્હાને ચૂમવાનું જ જાણે બાકી રાખ્યું.

તન્હાએ રાડારાડ કરી મૂકી, ‘સર, ઇનફ ઇઝ ઇનફ! હું આ લોફરની સાથે કામ નહીં કરી શકું. આ બદમાશ અભિનયના બહાને મારી સાથે શારીરિક છૂટછાટો લઈ રહ્યો છે. કાં તમે એને રોકો, કાં હું એને ઠોકીશ!’

બચાવમાં રિશીએ પણ પ્રતિક્રમણ કર્યું, ‘સમજાવો! કોઈ સમજાવો આને કે આ જૉગમાયા સાથે પ્રણયદૃશ્ય ભજવવા માટે મારે જાત ઉપર કેટલા ને કેવા જુલમો કરવા પડે છે! અને મેં એનો ખભો તો એટલા માટે પકડી રાખેલો કે એ મને કયાંક વળગી ન પડે.’

રિહર્સલમાં રમખાણ પ્રસરી ગયું. પ્રો. પાલેજાએ માંડ-માંડ પરિસ્થિતિ થાળે પાડી. બીજા એક દૃશ્ય રંભા! તું તો રાજરાણી જેવી દેખાય છે. જૉ ઘરની કામવાળી આટલી સુંદર હોય તો એની મહારાણી તો કોણ જાણે કેવીય હશે?’ આ સાંભળીને નાયિકાએ શરમાઈ જવાનું હતું.

પણ જયાં નોકરાણીના પાત્રમાં પાણીનો ગ્લાસ લઇને રાણી દેસાઈ નામની યુવતીએ પ્રવેશ કર્યો, એની સાથે જ રિશી એકીશ્વાસે બોલી ગયો, ‘વાહ રે ઈશ્વર! તું બી જબરો ફાંટાબાજ છે! તારી કરામતને કારણે રાણી દાસી બની જાય છે અને નોકરાણી જેવી લાગતી છોકરી મહારાણી! ધન્ય છે તને…’

ફરી પાછું રમખાણનું એકશન-રિપ્લે. આ વખતે તો નાટકનું દિગ્દર્શન કરી રહેલા પ્રો. પાલેજાએ પણ કબૂલ કરવું પડયું કે વાંક રિશીનો જ છે. એમણે હીરોને ખખડાવ્યો પણ ખરો, ‘રિશી, ઘ્યાનથી સાંભળી લે, તને નાટકનો હીરો બનાવતા મને એક મિનિટનો સમય લાગ્યો છે, પણ તને કાઢી મૂકવામાં કાચી સેકન્ડ પણ નહીં લાગે! અને તન્હા તારી હિરોઇન છે એ વાત તું ભૂલી જા, તો પણ છેવટે એ એક સ્ત્રી છે એ હકીકત યાદ રાખજે. સ્ત્રીનો આદર કરવો એ પુરુષોનું કર્તવ્ય પણ છે અને પુરુષત્વ પણ! ઇઝ ધેટ કિલયર?’

બધું ‘કિલયર’ થઈ ગયું. આ ઠપકા પછી રિશી સાવ ડાહ્યો ડમરો બની ગયો. રિહર્સલ્સ સપાટ રસ્તા પર દોડતાં વાહનોની જેમ દોડવા લાગ્યા. જે દિવસે ‘વાર્ષિક દિન’ની ઉજવણી હતી, એ દિવસે તો એણે હદ કરી નાખી. પાત્રમાં એણે પ્રાણ ઉમેરી દીધો. અભિનયમાં જાન રેડયો. પ્રણયરસથી છલકાતાં સંવાદો એ તન્હાની આંખોમાં આંખો રોપીને એવી તો આત્મીયતા સાથે ભજવી ગયો કે પ્રેક્ષકો ‘વાહ-વાહ’ પોકારી ઠયા. ખુદ તન્હા એને જોતી રહી ગઈ. પોતાના સંવાદો પણ ભૂલી ગઈ. રૂપ, દેખાવ, અભિનય અને વ્યકિતત્વની દૃષ્ટિએ રિશી-તન્હાની જોડી એ સાંજે કોલેજભરમાં ચર્ચાનો વિષય બની ગઈ.

‘રિશી, તું આટલો અદ્ભુત અભિયન શી રીતે કરી શકયો?’ નાટક પૂરું થયા પછી તન્હાએ એના નાયકની પ્રશંસા કરતાં પૂછી લીધું.

રિશીના હસમુખા ચહેરા ઉપર ગાંભીર્ય પથરાઈ ગયું, ‘અભિનય?! કોણે કહ્યું કે એ અભિનય હતો, તન્હા? આગલા ચોર્યાશી લાખ જન્મોની જે તરસ મારી અંદર ધરબાયેલી હતી ને… એ આ નાટકના નિમિત્તે તારા ચરણો પાસે આવીને ઉજાગર થઈ ગઈ હતી. તું જેને અભિનય સમજે છે એ તારા આ પ્રેમીના દિલમાં ધરબાયેલી આગ હતી. બાય એન્ડ ગૂડ નાઇટ.’

એ પછી બે મહિના બાદ તન્હા અને રિશી પરણી ગયાં.

ઁઁ

સુહાગરાતે પાનેતરનો ઘૂમટો ઉઠાવીને રિશીએ જોયું તો સામે ચહેરાને બદલે ચાંદ ખીલ્યો હતો. એણે મધુરજનીની શરૂઆત કરી, ‘ચાંપલી! લુરચી! પાજી! જબરી! કદરૂપી! નોકરાણી!’ જવાબમાં તન્હા એને વળગી પડી. રિશી એના કાનમાં ગણગણ્યો, ‘આટલાં બધાં ઉપનામો સંભળાવું છું, તોયે તું રિસાતી કેમ નથી, તન્હા?’

એને ચૂમતાં પહેલાં છેલ્લું વાકય તન્હા બોલી ગઈ, ‘કારણ કે હું જાણું છું કે એ તમામનો સામટો અર્થ એક જ થાય છે : મહારાણી!’

શીર્ષક પંકિત : ડો. મુકુલ ચોકસી

Advertisements

3 Responses

  1. very good story
    and the hero was 2 good

  2. Hi I am Chirag.

    I am the one of biggest reader of sharad thaker. I need one story which is present in may 2004. The character name is shikhar and shtapti. if u have this story pls mail me on rudrachirag@gmail.com.

    thanks……

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: