તારે આ રમત જે રીતે રમવી હો રમી લે ભૂલીશ ના કે તારા પછી મારો દાવ છે

પચીસ વર્ષનો ભગીરથ સરકારી નોકરી પૂરી કરીને સાંજના પાંચ વાગ્યાના સુમારે સાઇકલ પર બેસીને ઍના ઘર તરફ આવી રહ્યો હતો, ત્યાં શેરીના નાકે શãકતદાદાઍ ઍને આંતર્યો.

‘અલ્યા ઍ…ય… બામણ..! ઊભો રહે!’ શãકતદાદાનું ફરમાન છૂટે ઍટલે વહેતી હવાઍ પણ થંભી જવું પડે. ભગીરથ તો સાવ પામર જીવ ગણાય. ઊભો રહી ગયો. શãકતદાદાના પહાડ જેવા શરીરની આડશમાં સંતાઈને ઊભેલા ગજૉધરને જૉઇને ભગીરથ સમજી તો ગયો કે મામલો શો હોઈ શકે! પણ વાત તો કરવી જ પડે ઍટલે સાવ ઢીલાઢફ અવાજે ઍણે પૂછી લીધું, ‘શãકતદાદા, વાત શું છે?’

શãકતદાદાઍ આગલી રાતે ઢીંચેલો મહુડો આંખમાં છલકાવ્યો, ‘તું આ ગજૉધરની છોડીના ચક્કરમાં છે ઍ વાત સાચી છે?’

‘દાદા, તમે ધારો છો ઍવું કશું નથી. અમે… પ્રેમ કરીઍ છીઍ. ગૌતમી પણ… મને ચાહે છે. અમે… લગ્ન…’ ભગીરથે ખૂબ પ્રયત્ન કર્યોત્યારે માંડ આટલાં ત્રૂટક-ત્રૂટક વાકયો બોલી શકયો.

અને પછી તરત ભગીરથ પોતે ઊખડી પડેલા ઞાડની જેમ તૂટી પડયો. શãકતદાદાનો ગદા જેવો હાથ ઍના ગાલ ઉપર વિંઞાયો ને ઍની દેહાકૃતિ બદલાઈ ગઈ. કાનમાં તમરા બોલી ગયા. ઍમાં શãકતદાદાની ત્રાડ ઉમેરાઈ ગઈ, ‘બામણની ન્યાત છોડીઓ વગરની થઈ ગઈ છે કે તારે બીજે ઞાંવા નાખવા પડે છે? આજ પછી જૉ તારી જબાન પર ગૌતમીનું નામ આવ્યું છે તો તારી જીભ કાપી નાખીશ. કયારેય ઍના ઘર તરફ જૉયું છે, તો આખી જિંદગી માટે આંધળો કરી નાખીશ! પ્રેમનો ‘પ’ પણ જૉ બોલ્યો છે, તો તારાં હાડકાંનું કચૂંબર કરી નાખીશ!’

‘ભલે! આજ પછી ઍનું નામ પણ લઉં તો હું બે બાપનો!’ ધૂળમાં આળોટતા ભગીરથે વચન આપ્યું. શãકતદાદાના પગ પકડયા. ગૌતમીના બાપ ગજૉધરની પણ માફી માગી લીધી ત્યાર પછી જ શãકતદાદાઍ ઍને ઊભો થવા દીધો. ત્યાં સુધીમાં આખી શેરી ટોળે વળી ગઈ હતી. આટલા બધા પાડોશીઓ અને પરિચિતોની વરચે માનભંગ થવા બદલ ભગીરથને ખૂબ દુ:ખ થયું. સૌથી તીવ્ર આઘાત ઍ વાતનો હતો કે બાજુના ઘરની બારીમાંથી ડોકિયું કરતી ગૌતમી પણ ઍના પ્રેમીની આ અપમાનજનક દશા જૉઈ રહી હતી.

ઍ પછીના પંદર જ દિવસમાં ગૌતમીના બાપે ઉત્તરપ્રદેશમાં આવેલા પોતાના વતનના ગામડે જઇને દીકરીને પરણાવી દીધી. આજથી બત્રીસ વર્ષ પહેલાં વડોદરાના ઍક વિસ્તારમાં બનેલી આ સત્યઘટના. અને ઍ પણ સત્ય કે ભગીરથ આ ઘટના પછી ફરી કયારેય ગૌતમીનું નામ પણ ઍની જબાન પર ન લાવ્યો. બીજી કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાનો તો સવાલ જ ઉપસ્થિત થતો ન હતો. ઍણે પ્રેમ કર્યોહતો. સો ટચના સોના જેવો શુદ્ધ, અણીશુદ્ધ અને પરિશુદ્ધ પ્રેમ. આવા પ્રેમનાં પુનરાવર્તનો નથી હોતાં! ભગીરથે ફાટેલાં કપડાં જેવી જિંદગી થીગડું માયાર્ વિના કાઢી નાખી.

પણ પંદર વર્ષ પછી બીજી ઍક ઘટના બની. ભગીરથને છ બહેનો હતી અને ત્રણ ભાઇઓ હતા. ઍ સૌથી મોટો. ઍનો સૌથી નાનો ભાઈ તZાક ઍના કરતાં પંદર વર્ષ નાનો હતો. ભગીરથ જયારે ચાલીસનો થયો ત્યારે તZાકને ગઘ્ધાપચીસી ફૂટી.

ઍક દિવસ અકાળે ઘરડો દેખાતો ભગીરથ ઍની ખખડધજ સાઇકલ પર બેસીને નોકરીઍ જતો હતો, ત્યાં રસ્તામાં ઍક આઇસક્રીમના પાર્લર પાસે ઍણે ફિલ્મના પડદા ઉપર ભજવાતું હોય ઍવું રોમેãન્ટક ¼શ્ય ભજવાતું જૉયું. ઍનો અતિ પિ્રય લાડકો નાનો ભાઈ તZાક કોઈ આસમાનમાંથી ઊતરી આવેલી અપ્સરા સાથે ઊભો હતો અને આઇસક્રીમ ખાતો હતો.

બંને જણા ઍકબીજાની આંખમાં આંખ પરોવીને પોતપોતાના પાત્રમાં રહેલો આઇસક્રીમ ઍકમેકને ખવડાવી રહ્યાં હતાં. ઍટલી હદે ખોવાઈ ગયાં હતાં કે જગતનું સાનભાન ભૂલી ગયા હતા. ચાર-પાંચ ડગલાં ડગલાં છેટે ઊભેલા ભગીરથભાઈ પણ ઍમને દેખાતા ન હતા.

પહેલી Zાણે તો ભગીરથને નાના ભાઈના આ ‘ધંધા’ જૉઇને ખૂબ ગુસ્સો આવ્યો પણ પછી તરત ઍમણે નોંઘ્યું કે તZાક અત્યારે ખૂબ-ખૂબ ખુશ થઈ રહ્યો હતો. સામાન્ય રીતે ગંભીર પ્રકૃતિનો ગણાતો તZાક આ રૂપના ઢગલાને જૉઇને ખીલી ઊઠયો હતો.

ભગીરથે આ સુખ ભરેલું ¼શ્ય કીકીના કેમેરામાં ‘ãકલક’ કરી લીધું. પછી સાઇકલના પેડલ મારતો ઍ ત્યાંથી ચાલી નીકળ્યો. આખો દિવસ ઍના દિમાગમાં ઍક જ પ્ર‘ ઘોળાતો રહ્યો. આ અપ્સરા કયા ખાનદાનનું સૌંદર્યરત્ન હશે? ઍનાં માવતર કોણ હશે? ઍ બ્રા›ણ હશે કે પછી..?

આ તમામ પ્ર‘ોનો ઉત્તર ઍને સાંજે મળી ગયો. ફરી ઍક વાર પાંચ વાગ્યાનો સમય. ફરીથી ઍ ધૂળિયા શેરીનું ઍ જ નાકું અને દાનવશãકતથી ઊભરાતો ઍ જ શãકતદાદો. સામે ભગીરથનો નાનો ભાઈ તZાક ઊભો હતો. શãકતદાદાઍ ઍની બાજુમાં ઊભેલી અપ્સરાનો હાથ ઞાલીને ત્રાડ નાખી.‘તારંુ નામ તZાક છે?’

‘હ…હ…હા..!’ તZાકના ધ્રૂજતા હોઠોમાંથી તૂટતો શબ્દ નીકળ્યો.‘તું આ તુશીના પ્રેમમાં પડયો છે?’‘હ…હ…હ…’ તZાકે બહુ પ્રયત્ન કર્યોપણ બારાખડીમાં છુપાઈ ગયેલો ‘કાનો’ ન જડયો તે ન જ જડયો.

‘તને ખબર છે આ કોની છોકરી છે? આ મારી દીકરી છે મારી! આ શãકતદાદાની દીકરી, સમજયો? સાત ખોટની ઍકની ઍક છોડી છે. ત્રણ-ત્રણ બૈરાં કયા* ત્યારે માંડ ભગવાને આ તુશી મારા ખોળામાં ફેંકી છે. મારે ઍને તારા જેવા ગુજજુ બામણ જૉડે નથી વરાવવી. અમારંુ યુ.પી. મર્દ વિનાનું નથી થઈ ગયું. આજ પછી જૉ તારી જબાન પર મારી તુશીનું નામ સરખુંય આવ્યું છે, તો તારી જીભ કાપી નાખીશ! ઍની તરફ નજર માંડી છે તો આંખો ફોડી નાખીશ! પ્રેમનો ‘પ’ પણ બોલ્યો છે, તો તારંુ કચૂંબર કરી નાખીશ!’

આટલી ગર્જનાઓ કયાર્ પછી શãકતદાદાઍ જમણો હાથ હવામાં ઊંચો કર્યો, પણ ત્યાં સુધીમાં તો તZાક ઍની જાતે જ ઢગલો થઈ ગયો હતો. તુશી પણ ઍના જાલીમ બાપનો હાથ પકડીને રડવા માંડી, ‘પપ્પા, તZાક સારો છોકરો છે… તમે ઍના પર હાથ ન ઉપાડશો, પ્લીઞ, તમે કહેશો તો હવે પછી અમે…’

અને શãકતદાદો આંખોમાંથી આગ ખેરવતો, જીભ પરથી ગાળો વરસાવતો, તુશીને જમીન પર ઘસડતો, દૂર પડેલી ઍની જીપમાં બેસીને ધૂળ ને ધુમાડાના ગોટા ઉડાડતો અ¼શ્ય થઈ ગયો. ટોળું તZાકની મશ્કરી કરીને વિખેરાઈ ગયું.

ચૂપચાપ આ ¼શ્ય જૉઈ રહેલા ભગીરથે નાના ભાઈને ઊભો કર્યો. ઘરમાં ખેંચી ગયો. છાનો રાખ્યો. પછી પ્રેમથી અને શાંતિથી પૂછ્યું, ‘સવારે જેની સાથે આઇસક્રીમ ખાતો હતો ઍ આ જ છોકરી હતી?’તZાકે માથું હલાવ્યું. પછી આંખો ઞુકાવી દીધી.

‘બહુ પ્રેમ કરે છે તું ઍને?’ ભગીરથે પૂછ્યું. ફરીથી ઍ જ ચેષ્ટા. આ વખતે આંખોની સાથે માથું પણ ઞૂકી ગયું.

‘કેટલા વખતથી ચાલે છે આ બધું?’‘દોઢેક વર્ષથી.’‘તુશી તને ચાહે છે?’

‘હા, હું ઍને ચાહું છું ઍના કરતાં પણ વધુ. ઍ મારા વગર મરી જશે.’ભગીરથ ઊભો થયો. બબડયો, ‘તુશી નહીં મરે, ભાઈ! હું હમણાં આવ્યો.’ આટલું બોલીને ઍ ઘરમાં આવેલી પૂજાની ઓરડીમાં ઘૂસ્યો. ત્યાં મા ભવાનીની મૂિર્ત પાસે પડેલી દાયકાઓ જૂની તલવાર પડી હતી ઍ ઉઠાવી. મ્યાનની બહાર ખેંચી કાઢી. પછી હાથમાં ઉઘાડી તલવાર અને હૈયામાં છુપાવેલો અãગ્ન લઇને ઍ નીકળી પડયો.

‘મોટા ભાઈ…! કયાં જાવ છો?’ તZાકની રાડ નીકળી ગઈ.‘વાઘને ઍની બોડમાં મારવા જઉં છું.’ કહીને ભગીરથે દોટ કાઢી. ત્યારે આખી શેરી આશ્ચર્ય પામીને ઍને જૉઈ રહી. ચાલીસ-ચાલીસ વર્ષથી ગરીબડી ગાય જેવો લાગતો આ ‘બામણ’ અત્યારે પરશુરામ જેવો લાગી રહ્યો હતો.

વાઘની બોડમાં જઇને ઍ ઊભો રહ્યો. શãકતદાદો જયાં રહેતો હતો ઍ બસ્તી જેવો મહોલ્લો હતો. મોટા ભાગના રહેવાસીઓ ઉત્તરપ્રદેશના ભૈયાઓ અને ઠાકુરો હતા.

ભગીરથે શãકતના ઘરની બહાર ઊભા રહીને ત્રાડ નાખી, ‘શãકત! બહાર આવ! હું ભગીરથ, મારા નાના ભાઈ માટે તારી દીકરીનો હાથ માગવા આવ્યો છું. તારી હા હોય તો તુશીને લઇને બહાર નીકળજે. જૉ ના હોય તો હથિયાર લઇને આવજે!’

શãકતદાદો હસતો-હસતો બહાર નીકળ્યો, ‘તું? ઍ ઘેટું તારો ભાઈ છે? તને તો આજથી પંદર વર્ષ પહેલાં ઍક જ ઞાપટ મારીને મેં ધૂળ ચાટતો કરી દીધેલો, યાદ છે તને? આજે તું મને ડરાવવા આવ્યો છે?’

‘ડરાવવા નહીં, શãકત! મારવા માટે આવ્યો છું!’ આટલું કહીને ભગીરથે તલવારનો ઍક જૉરદાર વાર શãકતની ડોક માથે કર્યો. દાદો સહેજ ઞૂકી ગયો ઍટલે જીવી ગયો પણ ભોળા ભૂદેવનો ઘા ઍના ડાબા હાથને ઞટકાવી ગયો. લોહીનું તળાવ છલકાયું. શãકત અશકત બનીને ધરાશયી થયો. ચોવીસ બાટલા ખૂન અને ચાર મહિનાની સારવાર પછી માંડ ઊભો થયો.

સાજૉ થઇને ઘરે આવ્યો ત્યારે ઍને બે વાતની જાણ થઈ, ઍક તો ઍની તુશી તZાકને પરણી ચૂકી હતી અને બીજું, વડોદરા શહેરમાંથી શãકતદાદાની ધાક હંમેશને માટે ખતમ થઈ ગઈ હતી. બીજા દિવસે શãકતદાદો વેવાઈના ઘરે જઇને દીકરી-જમાઈને આશીવાર્દ આપી આવ્યો.

(સિત્તેરના દશકમાં વડોદરામાં બનેલી સત્યઘટના. કોઇની લાગણી ના દુભાય ઍટલે સાચા નામ-ઠામ છુપાવ્યાં છે.)શીર્ષક પંãકત : બાલુ પટેલ

Advertisements

One Response

  1. This used to be true. But this is 21 st century. Thanks to God we are thinking little bit different ,now a days.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: