જયાં ભર્યા’તાં તારા કોરા કેશના કિસ્સા સજનવા, આજ એ ખમ્મીસના ખાલી છે સૌ ખિસ્સા સજનવા

બપોરના ત્રણ વાગ્યે બંગલાની ડોરબેલ વાગી, ત્યારે અંદર શાશ્વતી એકલી જ હતી. એણે બારણું ઉઘાડયું તો સામે વીસ-બાવીસ વરસનો એક વ્યવસ્થિત દેખાતો છોકરો ઉભેલો હતો, ‘આપ પોતે જ શાશ્વતીબહેન છો?’ એના બોલવા પરથી એવું લાગતું હતું જાણે એને ખબર હોય કે સામે શાશ્વતી જ ભેલી છે, છતાં ખાતરી કરવા માટે જ એ પૂછી રહ્યો હોય!‘હા, શું કામ છે?’ બપોરની ઘ માણીને તાજી થયેલી શાશ્વતીએ સુસ્તી ઉડાડવા માટે એક અડધી સાઇઝનું બગાસુ ખાધું.

‘આ પત્ર છે. તમારા માટે.’

‘તમે કુરિયર સર્વિસમાંથી આવો છો?’

‘ના.’ છોેકરો બહુ ટૂંકા અને મુદ્દાસર જવાબો આપતો હતો.

‘તો પછી… ટપાલખાતામાંથી…’’

‘ના.’ છોકરો હવે ગભરાયો, ‘હું જઉં હવે? મારું કામ પૂરું થયું.’ આટલું કહેતામાં તો એ દોડી ગયો. પાછું વળીને જૉવા માટે પણ ન રોકાયો. શાશ્વતીના દિમાગી કરંડિયામાં શંકાની સાપણ ફૂંફાડા મારવા લાગી. એણે છોકરાએ આપેલા પરબીડિયા તરફ જૉયું. એમાં ઘ્યાન ખેંચાય એવું કશું જ ન હતું. સીધું-સાદું સફેદ પરબીડિયું હતું. ઉપર ટિકિટ ન હતી. મોકલનારનું કે મેળવનારનું નામ-સરનામું ન હતું. પણ એટલું નક્કી હતું કે કાગળ મોકલનારે બધી બાજુએ વિચાર કરીને પત્ર માત્ર શાશ્વતીના હાથ સુધી જ પહોંચે એની સંપૂર્ણ તકેદારી રાખી હતી.

તકેદારી હવે શાશ્વતીએ પણ રાખવાની હતી. એણે બારણું વાસી દીધું. બંગલામાં બીજું કોઇ ન હતું, તો પણ એ પોતાના શયનખંડમાં ચાલી ગઇ. બારીઓના પડદા ખેંચી લીધા. ડ્રેસિંગ ટેબલના આયના ઉપરનો તેજ હેલોજન બલ્બ ચાલુ કર્યો. પછી પરબીડિયું ફોડીને અંદરનો કાગળ વાંચવો શરૂ કર્યો. અજાણ્યા અક્ષરો હતા, અજાણ્યું સંબોધન હતું અને લખનાર પણ કદાચ..! એણે ઝડપથી કાગળ ઉલટાવીને પાછળના ભાગે આવેલું લિખિતંગવાળું લખાણ વાંચી લીધું. ત્યાં પણ નિરાશા મળી, પત્ર નનામો હતો. આખરે એણે ધડકતી છાતી સાથે લખાણ વાંચવું શરૂ કર્યું.

‘શાશ્વતી, તારા નામની આગળ ‘પ્રિય’ લખી શકું એવી ઇરછા તો છે, પણ અધિકાર નથી. ડરીશ નહીં, હું કોઇ સડકછાપ રોમિયો કે મજનૂ નથી. તારો પ્રેમી છું. જયારે આપણે અઢાર વરસનાં હતાં ત્યારે રાજકોટની આટર્્સ કોલેજમાં સાથે ભણતાં હતાં. તું હતી જ એટલી ખૂબસૂરત કે આખી કોલેજ તારા સૌંદર્ય ઉપર મરતી હતી, પણ હું તો તને જોઇજોઇને જીવતો હતો! રોજ રાતે જયારે હું પથારીમાં પડતો, ત્યારે પહેલાં ઉંઘ આવતી, પછી સપનાં આવતાં અને પછી તું આવતી. સપનાઓમાં હું બહુ હિંમતવાન હતો, તારી સાથે સુહાગરાતથી લઇને સંપૂર્ણ સંસાર માણવા સુધી પહોંચી જતો હતો. પણ જયારે સવાર પડતી અને આપણે કોલેજમાં ભેગાં થતાં, ત્યારે મારું મોં સિવાઇ જતું હતું. સપનાનું રેશમ હકીકતની આગમાં બળીને રાખ થઇ જતું હતું. હું જાણતો હતો કે હું બધી રીતે તને પામવા માટે લાયક હતો. જરૂર માત્ર નિખાલસ એકરારની હતી, જે હું કયારેય ન કરી શકયો. પછી વિધાતાએ ફૂંકેલા વાયરામાં આપણે કયાંના કયાં ઉડી ગયાં. હું અમદાવાદમાં ફેંકાયો અને તું? મને ખબર જ ન પડી. પૂરા વીસ વરસ મેં તને શોધવામાં કાઢી નાખ્યાં. મેં લગ્ન ન કર્યું. મને ખબર હતી કે તું પરણી ગઇ છે. પણ કયાં? કોની સાથે? કયારે? સવાલોના સમંદરમાંથી જવાબનું મોતી જડતું ન હતું. છેવટે હમણાં મને જાણ થઇ કે તું ત્યાં છે. પતિ અને બાળકો સાથે સુખી છે. પણ તેમ છતાં મારે એક વાર તને મળવું છે, શાશ્વતી! જયારે તું હતી, ત્યારે હિંમત ન હતી, આજે હિંમત છે, ત્યારે તું નથી. જિંદગીમાં એક વાર તને મળવાની તરસ છે. માત્ર આટલું કહેવા માટે કે આ વિશાળ પૃથ્વી ઉપરની છ અબજની વસ્તીમાં એક પાગલ પુરુષ એવો પણ છે જે તને પ્રેમ કરે છે. તારો પતિ તને ચાહતો હશે એના કરતાં પણ એ તને વધુ ચાહે છે. એક જુગાર ખેલવા હું જઇ રહ્યો છું. આ પત્ર તને બુધવારે મળી જશે. શનિવારે તું અમદાવાદ આવે છે. મને મળવા માટે. હું કાલુપુર રેલવે સ્ટેશને તારી વાટ જૉતો ભો હોઇશ. તારી ટ્રેન સવારે દસ વાગ્યે પહોંચે છે. તારો પતિ, તારાં બાળકો એ બધાં વિશે તારે વિચારવાનું છે. મારે તો માત્ર તારા વિશે જ વિચાર કરવાનો છે. હું જાણું છું કે આ જુગાર માત્ર છે. પણ જૉ તું શનિવારે સવારે દસ વાગ્યે નહીં દેખાય તો… તો બીજું શું? એક વાર બાજી હારી ગયા પછી પ્રેમનાં પત્તાને જિંદગીમાં ફરી કયારેય હું હાથ નહીં લગાડું.’

શાશ્વતી આખોયે પત્ર બીજી વાર વાંચી ગઇ. ત્રીજી, ચોથી, પાંચમી વાર વાંચી ગઇ. પત્ર વાંચવો ગમતો હતો. કયાંક કશુંય અશ્લીલ ન હતું. આ પ્રેમ હતો કે પૂજા એ જ સમજાતું ન હતું. કોણે લખ્યો હશે આ પત્ર? શાશ્વતી ગુમસુમ બનીને વિચારતી રહી. સમયની સપાટી પરથી વીસ વરસના પોપડા ઉલેચી નાખ્યા. આડત્રીસમાંથી અઢારની બની ગઇ. રાજકોટની કોલેજમાં પહોંચી ગઇ. દૂર-દૂરના ભૂતકાળમાં ધુમ્મસનો બનેલો હોય એવો એક આકાર ઉપસ્યો. ગોરો-ગોરો ચહેરો, પાણીદાર આંખો, તીખો નાક-નકશો, પોતાને ધારી-ધારીને જોયા કરતો એક કોલેજિયન છોકરો નજરમાં તરવરી ગયો. સંયમ ત્રિપાઠી. હા, એ જ નામ હતું એનું. હવે સમજાય છે કે એ પોતાના પ્રેમમાં હોવો જૉઇએ. અરે, પણ એવું હતું તો સંયમે એને કહ્યું કેમ નહીં? છોકરો સારો હતો, સંસ્કારી હતો, પોતાની જ જ્ઞાતિનો હતો, ભણવામાં પણ હોશિયાર હતો. કોલેજ પૂરી કર્યા પછી બંનેનાં માવતર જ લગ્ન કરાવી આપત! પણ સંયમ ઢીલો નીકળ્યો. કેટલાકને મૂછ મોડી ફૂટતી હોય છે, કેટલાકને મુહબ્બત!

શાશ્વતી એકલી-એકલી હસી પડી. પછી બબડી ઠી, ‘શનિવારે જવું તો પડશે જ. જૉઉં તો ખરી કે મને આટલો બધો પ્રેમ કરનાર અબજોમાંથી એક પુરુષ છે કોણ? જો એ સંયમ ત્રિપાઠી હશે તો વાત કરીશ. નહીંતર ચૂપચાપ મારા કઝીનના ઘરે ચાલી જઇશ.

ઁ ઁ ઁ

શાશ્વતીએ સ્ટેશનની બહાર આવીને જૉયું તો નાચી ઠી. એ જ હતો, સંયમ ત્રિપાઠી. એક બાજુએ ટોયોટા કોરોલા પાર્ક કરીને બાજુમાં ભો હતો. શરીર જરા ભરાયું હતું. હેન્ડસમ લાગતો હતો. પણ જે એક ચીજ બદલાયા વગરની હોય તો એ એની નજર હતી. એવી ને એવી.

જીવનભરની તરસથી ટળવળતો માણસ ઠંડા જળની પરબ સામે જે રીતે જુએ તેવી નજરથી એ શાશ્વતીને આવતી જૉઇ રહ્યો હતો.

‘હાશ! આવી તો ખરી!’ સંયમ હસ્યો, ‘પહેલા એ કહે કે આપણે કયાં બેસીશું? ખુલ્લામાં? બગીચો, રેસ્ટોરન્ટ કે પછી ગાડીની અંદર જ..?’

‘અહં..! ના! અમદાવાદમાં મારા ઘણાં બધાં સગાં રહે છે. તારા ઘરે..?’

‘ત્યાં પડોશીઓ પંચાતિયા છે. હોટલમાં લઇ જઉં તો આવીશ? એટલો વિશ્વાસ છે મારી ઉપર?’ સંયમને જાણે જવાબની ખબર હોય તેમ ગાડીનું બારણું ઉઘાડયું.

‘એટલે તો આવી છું.’ શાશ્વતી પણ પતિની ગાડીમાં બેસતી હોય એમ બેસી ગઇ.

શહેરની સૌથી મોંઘી અને સૌથી વધારે વૈભવી હોટલના ડબલ બેડ વિથ એ.સી. કમરામાં દાખલ થયા પછી સંયમે બારણું બંધ કર્યું. બંને ખુરશીઓમાં બેઠાં. સંયમે પૂછ્યું, ‘ડર તો નથી લાગતો ને?’

‘ના.’ શાશ્વતીની આંખોમાં તોફાન જાગ્યું, ‘ડરપોકથી વળી ડરવાનું શું? પણ હોટલના રજિસ્ટરમાં પતિ-પત્ની તરીકે સહી કરતી વખતે તારો હાથ કંપતો હતો શા માટે?’

‘એ ડર નહીં, પણ રોમાંચ હતો. કોઇક સદ્ભાગી પુરુષ છે જે મેરેજ સર્ટિફિકેટમાં તારો પતિ બની શકયો છે. હું કમભાગી છું… પણ આટલુંયે કયાં કમ છે કે હોટલના ચોપડામાં તો આપણે પતિ-પત્ની..!’

શાશ્વતી ઉભી થઇને સંયમને વળગી પડી. એ આખો દિવસ એમણે હોટલના કમરામાં જ ગાળ્યો. લંચ, બપોરની ચા, સાંજનો બ્રેકફાસ્ટ અને આખા દિવસનું આલિંગન. છેક લક્ષ્ણરેખાને સ્પર્શીને બંને પાછાં આવ્યાં. એ રેખા પાર કરવા જેટલી શાશ્વતીની છૂટ ન હતી અને સંયમની જીદ ન હતી. એ પ્રેમ હતો. શુદ્ધ, સાત્ત્વિક પ્રેમ. પૂરા આઠ કલાકનો સંસાર માણીને બંને ઉભાં થયાં.

સંયમે એક ડબ્બીમાંથી સિંદૂર કાઢીને શાશ્વતીના સેંથામાં ભર્યું. શાશ્વતી હસી પડી, ‘આ શું કરે છે?’ સંયમ પણ હસી પડયો, ‘આવતા ભવનું એડવાન્સ બુકગિં.’ પછી શાશ્વતીના કાળા, છુટ્ટા, રેશમી કેશમાંથી ત્રણ-ચાર વાળ એણે જુદા પાડયા, ‘ડાર્લિંગ, તારી યાદ રૂપે આ વાળ આપીશ? કહે છે કે વાળને જયાં સુધી બાળો નહીં, ત્યાં સુધી એ બીજી કોઇ રીતે નાશ નથી પામતા. આપણે બીજી વાર કયારેય મળીશું નહીં, એટલે આટલું માગું છું.’ શાશ્વતીએ માથું ઝુકાવી દીધું.

બીજા દિવસે સંયમે ફોન કરીને સમાચાર આપ્યા, ‘શાશ્વતી, તારા વાળ તો મેં શર્ટના ખિસ્સામાં મૂકેલા, તે ભૂલથી નીકળી ગયા અને તરત હવાના ઝાપટામાં ડી ગયા!’

‘ચિંતા શા માટે કરે છે? બીજા આપીશ. એના માટે આપણે ફરીથી મળીશું.’ શાશ્વતીએ કહ્યું. આ એના છેલ્લા શબ્દો. ટેલિફોન પત્યા પછી એ રસોડામાં ગઇ. ગેસ સળગાવવા માટે લાઇટર ચાલુ કર્યું, એક ભડકો, એક ચીસ અને પાછી વાળ સહિતની આખી એક વ્યકિત સળગી ગઇ.

(શીર્ષક પંકિત: ડો મુકુલ ચોકસી)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: