ઇશ્વરને પણ તથાસ્તુ કહેતા ડર લાગે છે કારણ કે ફૂલ ધરીને આખો બગીચો માગે છે

‘આજે ઓફિસેથી જરા વહેલા ઘરે આવી જજો.’ શાલિનીએ હુકમ છોડયો.‘શા માટે?’ શીલને આંચકો લાગ્યો, આજે સાંજે તો એનો ખાનગી કાર્યક્રમ હતો.

‘મારે સાડી ખરીદવા જવું છે.’

‘તો જજે ને, એમાં મારી શી જરૂર છે?’

‘સસ્તો સાડલો નથી ખરીદવાનો, મોંઘી સાડી લેવાની છે, પ્રસંગમાં પહેરી શકાય તેવી ભારે. પંદરસો-બે હજાર રૂપિયાવાળી!’

‘એનાથી બમણા રૂપિયા તો મેં તને આપી રાખ્યા છે, કોઇ પડોશણને લઇને જઇ આવજે ને! એમાં મારી શી જરૂર છે?’ શીલે બૂટની દોરી બાંધતાં પૂછ્યું.

‘બસ, એક જ સવાલ જીભ ઉપર ચડી બેઠો છે, મારી શી જરૂર છે! મારી શી જરૂર છે! તમારી જરૂર ન હોત, તો મારા બાપે મને પરણાવી શું કામ?’ શાલિનીએ ગળાનું વોલ્યુમ વધારી દીધું, અત્યાર સુધી જે વાતચીત હતી એ હવે ઝઘડો બનવા માંડયો.

‘એ સવાલ મને નહીં, પણ તારા બાપને પૂછ! ખબર નહીં કયા કાળ ચોઘડિયામાં મને તારી સાથે લગ્ન કરવાનો વિચાર સૂઝ્યો! જિંદગી આખી બરબાદ થઇ ગઇ..! હું જઉં છું. મારે આવતાં મોડું થઇ જશે. મારી રાહ જોઇને બેસી ન રહેતી!’ બૂટ ઉપર કપડું ફેરવીને શીલે બારણું ખોલ્યું. બ્રિફકેસ હાથમાં લીધી અને ઘરની બહાર નીકળી ગયો. પાછળ શાલિનીનો ધમકી જેવો બરાડો સંભળાયો,

‘બેસી રહીશ! સાડી સત્તર વાર બેસી રહીશ! તમારી રખાત નથી, ઘરવાળી છું હું! મારાયે ઓરતા હોય. મોંઘી ચીજવસ્તુ ખરીદવા માટે તમને સાથે લઇ જવાના. બોલ્યા – પડોશણને લઇને..!’

શીલનું દિમાગ કૂકરની જેમ સીટી ઉપર સીટી વગાડવા માંડયું. એ ફાટે એ પહેલાં જ એણે ગાડી મારી મૂકી.

ઓફિસમાં પહોંરયા પછી એ ધમધમાટ ચાલુ જ હતો. એ વિચારી રહ્યો, ભગવાન કેવી કેવી મૂર્તિઓ સર્જે છે! એકબીજાથી તદ્દન ભિન્ન. બે સ્ત્રીઓમાં કેટલો ફરક હોય છે! વિષ અને અમૃત જેટલો. પુરુષની જિંદગીમાં એક ક્ષણ આવે છે જયારે એણે ભાવિ પત્ની તરીકે કોઇ સ્ત્રીને પસંદ કરવાની હોય છે, અને એ ક્ષણ જે સાચવી ગયો એ જીતી ગયો. બહુ કાતીલ ક્ષણ હોય છે એ. જૉ પત્ની સારી નીવડી, તો જિંદગી ધન્ય થઇ જાય, નહીંતર ધનોત-પનોત નીકળી જાય.

પોતે એક ક્ષણ પૂરતો થાપ ખાઇ ગયો એમાં જિંદગીનું ધનોત-પનોત નીકળી ગયું. શાલિનીના સુંદર દેહ પાછળ પાગલ બનીને શીલ એને પરણી બેઠો. હવે પેટ ભરીને પસ્તાતો હતો. શાલિની એટલે અપેક્ષાઓનો કોથળો અને ફરિયાદોનું પોટલું. રોજ ઠીને એકની એક વાત: ‘તમે મને પ્રેમ નથી કરતા!… તમારી પાસે મારા માટે સમય નથી!.. આખો દિવસ કામ-કામ અને બસ, કામ! કયારેય સમયસર ઘરે તો આવતા જ નથી! આવું જ કરવું હતું તો મારી સાથે પરણ્યા શું કામ?’

શરૂઆતમાં શીલે એને સમજાવવાની કોશિશો કરી જોઇ. ‘ડાર્લિંગ, તું માને છે એવું નથી. હું તને પ્રેમ કરતો હતો અને હજુ પણ કરું છું. પણ આખો દિવસ તારી સામે બેસી રહીશ, તો ધંધામાં ઘ્યાન કયારે આપીશ? અને આ જ તો સમય છે પૈસા કમાવાનો. જુવાનીનાં પંદર વર્ષની કમાણી ઉપર આવનારાં વર્ષોની ઇમારત બુલંદ બનતી હોય છે.’

પણ શાલિની ન માની. આખરે શીલે મન વાળી લીધું, ‘આ સ્ત્રી મને કયારેય સમજી નહીં શકે. હવે એને મનાવવાના પ્રયત્નો કરવા વ્યર્થ છે. એ એનું કામ કરે, હું મારું સંભાળીશ.’

પણ પુરુષ મન સતત પ્રેમ ઝંખતું હોય છે, જેમ પાણી પોતાની સપાટી શોધી લે છે, એમ પુરુષ પણ પોતાનો પ્રેમ શોધી લેતો હોય છે. શીલ શાહને પણ પ્રેમ ઉર્ફે સ્ત્રી ઉર્ફે સૌંદર્યમૂર્તિ ઉર્ફે નિકિતા શેઠ મળી ગઇ.

બધું બહુ ઝડપથી બની ગયું. ‘હાય-હલ્લો’થી શરૂ થયેલું આકસ્મિક મિલન એકમેકનાં હૈયાં હલાવી નાખવા સુધી પહોંચી ગયું.

‘પરણેલા છો તમે?’

‘હા, મારી પત્નીનું નામ ‘અભિશાપ’ છે. તું પરણેલી છે?’

‘હતી. મારા પતિનું નામ ‘ત્રાસ’ હતું. માંડ-માંડ એનાથી છૂટી. અત્યારે હું ડિવોર્સી છું. ફલેટમાં રહું છું. બાળકો નથી. જોબ કરું છું. ખુશ છું. બીજી વાર લગ્ન કરવાની ન તો ઇરછા છે, ન હિંમત. આ રહ્યું મારું એડ્રેસ. તમે મારા ઘરે આવી શકો છો. મને ગમશે.’

નિકિતાના ઘરે ગયા પછી શીલને પણ ગમ્યું. નિક્કી એક સંપૂર્ણ સ્ત્રી હતી. જાણે ઈશ્વર નામનાં શિલ્પકારે શીલને માટે જ ઘડી હોય એવી નખશિખ સંપૂર્ણ પ્રતિમા. પ્રેમ, સેકસ અને સમજણનો થ્રી-ઇન-વન સંગમ.

બંને જણા પોતપોતાના લગ્નજીવનથી ત્રાસેલાં હતાં, એટલે આ સંબંધ એમને અનુકૂળ આવી ગયો. દર અઠવાડિયે એક વાર બંને મળતાં અને સાત-આઠ કલાક સાથે ગુજારતાં. એ સમય સમૃદ્ધ સમય બની રહેતો. એના જોર ઉપર બાકીના સાત દિવસ આસાનીથી પસાર થઇ જતા હતા.

આજે પણ શનિવાર હતો. નિકિતા સાથેના મિલનનો દિવસ. પણ આજે શાલિનીએ ‘મૂડ’ ખરાબ કરી નાખ્યો. ધૂંધવાયેલા શીલે પાંચ કલાક તો માંડ પૂરા કર્યા. કર્મચારીઓ સાથે બે-ત્રણ નાનામોટા ઝઘડાઓ પણ થઇ ગયા. આખરે પાંચ વાગ્યા, ત્યારે એને ‘હાશ’ થઇ. ઓફિસમાંથી નીકળીને એણે ગાડી મારી મૂકી. સીધી નિક્કી ડાર્લિંગના ફલેટની દિશામાં.

ડોરબેલ વગાડતાંમાં જ બારણાં ઘડી ગયાં. પ્રસન્નતાની દેવી જેવી નિકિતા સામે જ ઉભી હતી. આજે એણે પિન્ક કલરની નાઇટી પહેરેલી હતી. એને ખબર હતી કે એ નાઇટી શીલને બહુ ગમતી હતી. નિક્કીને ખાતરી હતી કે આજે શીલ પાણીનો ગ્લાસ પણ નહીં માગે, સીઘ્ધો જ પોતાને ચકીને શયનખંડમાં લઇ જશે.

પણ એવું કશું જ ન બન્યું. શીલ સોફામાં બેઠો. પંખાની ગતિ વધારી. બે ગ્લાસ પાણી ગટગટાવી ગયો. એ પછી પણ બેસી રહ્યો.

‘કેમ, શું થયું છે? શાલુ સાથે ઝઘડો? નિકિતાએ સોફામાં બેસીને પ્રેમપૂર્વક પૂછ્યું,

‘હા, એ સ્ત્રી મને સુખેથી જીવવા જ નહીં દે. આજે એને સાડી ખરીદવાનું સૂઝ્યું. એ માટે પણ મારે એની સાથે જવાનું! ફ્..!’ શીલે હાથરૂમાલ કાઢીને ચહેરા પરનો પરસેવો લૂછ્યો. નિક્કી એને વળગી પડી. ચુંબનોના વરસાદથી શીલને ભીંજવી દીધો. પીઠ ઉપર કોમળ હથેળી ફેરવીને ધીમેધીમે એની વ્યગ્રતા દૂર હડસેલી દીધી. ફ્રિજમાંથી આઇસક્રીમ કાઢીને લઇ આવી. એક કપ, બે ચમચી. આઇસક્રીમ ઓગળતો રહ્યો અને બે શરીરો ધીમેધીમે ગરમ થતાં ગયાં.

આખરે શીલના મન આસમાનમાં ધેરાયેલાં બેચેનીનાં વાદળો વેરાઇ ગયાં અને કામદેવનો સૂરજ આગ વરસાવી રહ્યો, ‘નિક્કી, ડાર્લિંગ! માત્ર તું જ મને સમજી શકે છે. ચાલ, હવે બેડરૂમમાં જઇએ…’

એ સાંજે નિકિતાએ શીલને એ સુખ આપ્યું, જેની દરેક પુરુષને તરસ હોય છે. એ આનંદ આપ્યો, જેની દરેક પ્રેમીને ઝંખના હોય છે: એ સંતોષ આપ્યો, જેની દરેક વ્યકિતને અપેક્ષા હોય છે. બે કલાકના સ્વર્ગાનંદ પછી બંને બેડરૂમમાંથી બહાર નીકળ્યાં. સ્નાન કર્યું. નિક્કીએ ભાવતાં ભોજન રાંધીને તૈયાર કરી દીધાં. બંને પ્રેમીઓ એક જ થાળીમાં જમ્યાં. એ પછી પણ ખૂબ-ખૂબ વાતો કરી અને રાતના બાર વગાડી દીધા.

શીલ હવે ખૂબ જ આનંદમાં હતો. દર અડધા કલાકે એ બોલી ઠતો હતો, ‘નિક્કી, તું ખરેખર અદ્ભુત સ્ત્રી છો! માત્ર તું જ એક એવી સ્ત્રી છો, જે મને સમજી શકે છે! તું જૉ મારી જિંદગીમાં ન આવી હોત તો મેં કયારનોયે આપઘાત કરી લીધો હોત!’

રાત્રે સાડા બાર વાગ્યે શીલ જવા માટે ભો થયો. નિક્કીથી અળગા થવું એને ગમતું તો ન હતું, પણ જવું પડે એવું જ હતું. એ છેલ્લી વાર પ્રેમિકાને વળગી પડયો. એના કર્ણમૂળને ચૂમતાં-ચૂમતાં બોલતો રહ્યો, ‘માત્ર, તું જ મને સમજી શકે છે.., નિક્કી,.. તું જ મને સમજી શકે છે…’

જયાં એ બારણાં તરફ વળ્યો, ત્યાં જ નિક્કિએ એને રોકયો, ‘એક મિનિટ! હું હમણાં આવી…’ કહીને એ ઝડપથી અંદરના ઓરડામાં સરકી ગઇ. બેચાર મિનિટ સુધી અંદરથી કશોક ખખડાટ સંભળાતો રહ્યો. પછી નિક્કી પાછી બહાર આવી. એનાં હાથમાં એક પ્લાસ્ટિકની બેગ હતી, ‘લો, આ લઇ જાવ, તમારી શાલુને આપજૉ! બાપડી ખુશ થઇ જશે.’

શીલ વિમાસણમાં પડી ગયો, ‘આ શું છે?’

‘સાડી છે.’ નિક્કી હસી, ‘મારા માટે ખરીદી હતી. સારા પ્રસંગે પહેરવા માટે. બહુ મોંઘી છે. સાડા ત્રણ હજારની. હું પૈસા નથી લેવાની. બસ, શાલિની રાજી થાય એ જ મારા પૈસા!’

શીલ સ્તબ્ધ થઇ ગયો, ‘ઓહ! નિક્કી, તું મારા સુખ માટે આટલી હદે જઇ શકે છે? ખરેખર માત્ર તું એકલી જ મને સમજી શકે છે..!’

નિકિતા હસી, ‘ના હું માત્ર તમને જ નહીં, પણ તમારી શાલુને પણ સમજી શકું છું. એ પણ એક સ્ત્રી જ છે ને! ઓરતા કોને નથી હોતા!’

(શીર્ષક પંકિત)

Advertisements

6 Responses

 1. લગભગ અશક્ય ગણી શકાય તેવી વાર્તા.
  હું નથી માનતો કે આ પણ સત્યકથા પર આધારીત હોય.

 2. What a Story!!!!!!
  After all femel r femel!! they can understand one onether…..

 3. absolutely unbeliveable, imposibel in real life , intresting mind blowing story to read

 4. I think this is something beyond reality. Dr. Sharad should not write this kind of story, it has nagative effect on young generation.

 5. Realy a best story of Dr. Sharad. Heart Touch story . I realy like this story so much. Dr. Sharad doing good job by writing this type of real story which we can see in our society.

  Dr. Sharad I am big fan of your and i am addict of to read your story every on net.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: