પડું છું હું તેથી જ ભોંઠો ને ખોટો, હું પ્રત્યેક માણસને સાચો ગણું છું

‘સલામ સા’બ.’ ડો. રાવલ એમના કન્સિલ્ટંગ રૂમમાં હજુ તો આવ્યા જ હતા, ત્યારે એક પુરુષે પ્રવેશ કર્યો, ‘મેરા નામ માંગીલાલ. હમેં નૌકરી ચાહિયે, સા’બ. હમ બો’ત ગરીબ આદમી હૈ. નૌકરી મેં રખ લિજીયે ના, સા’બ! આપ કા ભલા હોગા.’

ડો. રાવલ સજર્યન હતા. એમનું પોતાનું ખાનગી સર્જિકલ નર્સિંગ હોમ હતું. દોઢેક વર્ષ થયું હશે, નવી-નવી પ્રેકિટસ હતી અને ધીમે-ધીમે જામી રહેલી ઘરાકી હતી.

‘ભાઇ, શું નામ કહ્યું? હા, માંગીલાલ. દોસ્ત, મને માફ કરજે, પણ મારી પાસે તારા માટેની કોઇ નોકરી નથી. જરૂર હતો એટલો સ્ટાફ મેં રાકી લીધો છે.’ ડો. રાવલે વિનમ્રતાપૂર્વક, સામેના માણસને હતાશા ન થાય, એવી રીતે ના પાડી. પણ માંગીલાલ માગવા આવ્યો હતો, એમ એ શેનો પાછો વળી જાય? એણે જીદ પકડી, ‘ઐસા મત બોલિયે, સા’બ. મૈં બો’ત જરૂરતમંદ હું. હમારે યુ.પી.મેં કોઇ કામ નહીં મિલ રહા, ઇસીલિયે ગુજરાતમેં આયા હું. આ ભી અગર ના બોલ દેંગે, તો હમ કહાં જાયેંગે?’

ડો. રાવલ માંગીલાલને જોઇ રહ્યા. પચીસથી ત્રીસની વરચેની વય, મઘ્યમ બાંધો, જળો વાન, માથા પર ટૂંકા બરછટ ભા વાળ, પાતળી મૂછ અને આંખોમાં ખાસ પ્રકારની માત્ર ઉત્તર પ્રદેશ કે બિહારના લોકોમાં જ જોવા મળે એવી ધૂર્તતાભરી ચમક. માણસ લૂરચો ન હોય, તો પણ લાગે. ડો. રાવલને ખરેખર કર્મચારીની જરૂર ન હતી અને હોત તો પણ આવા સાવ અજાણ્યા કે કોઇની ભલામણ વગરના માણસને નોકરીમાં લેવો પડે એવી તો હાલત ન જ હતી, પણ માંગીલાલ જેનું નામ!

‘સા’બ, ઇધર હી જ પડા રહૂંગા. આપ કુછ ભી કામ બતાઇયેગા, હમ કરેગા.’

‘ઠીક છે. પણ પહેલાં એ કહે કે તું પગાર કેટલો લઇશ?’

‘જો આપ દેંગે, હમ લે લેંગે.’

‘હું તો ફકત બસો રૂપિયા આપીશ.’ ડો. રાવલે ચાલાકીભર્યો દાવ અજમાવ્યો. સામાન્ય રીતે ખાનગી નર્સિંગ હોમમાં તદ્દન નવો નિશાળીયો નોકરી માટે આવે, તો પણ એની પગારની અપેક્ષા આઠસો-હજારથી શરૂ થતી હોય છે, પછી ધીમે-ધીમે એને કામ આવડવા માંડે, એટલે પગારનો આંકડો પણ વધતો જાય. મેં કેટલાંક જૂના, વફાદાર સ્ત્રી-પુરૂષોને રૂપિયા રળી લેતાં જોયેલા છે. ડો. રાવલે બસો રૂપિયા આપવાનું કહીને આડકતરી રીતે માંગીલાલને બહાર જવાનો માર્ગ જ ચીંધી આપ્યો એમ કહી શકાય.

‘ઠીક હૈ, સા’બ.’ હવે આંચકો આપવાનો વાસો માંગીલાલનો હતો, ‘આપ જો ભી ઠીક સમઝે, વો હી દે દેના. હમેં તો બસ યે નૌકરી ચાહિયે.’ એમણે માંગીલાલને નોકરીમાં રાખી લીધો.

બીજે દિવસે ડો. રાવલે ફરમાન છોડયું, ‘માંગીલાલ, આખા નર્સિંગ હોમમાં કચરો વાળી નાખ, પછી પોતું કરી નાખ.’ હવે આ કામ માટે ચંપા નામની નોકરાણી હતી જ, જેણે આ બંને કામ સવારના પહોરમાં કરી જ નાખ્યા હતા. છતાં ડોકટરે આવો હુકમ ફરમાવ્યો એનું કારણ એટલું જ કે માંગીલાલ માટે બીજું કામ પણ કયાં હતું! દવાખાનાને લગતું એક પણ કામ એને કયાં આવડતું હતું! બસો રૂપિયા ગમે તેમ કરીને વસૂલ તો કરવા પડે ને!

માંગીલાલ મચી પડયો. એક કલાકની અંદર પૂરું નર્સિંગ હોમ ચમકાવી દીધું. ત્યાં સુધીમાં ડોકટરની ઓ.પી.ડી. શરૂ થઇ ગઇ. દર્દીઓ આવવા માંડયા. માંગીલાલ બારણાં પાસે ડોરકીપર બનીને ઊભા રહી ગયા. આ કામ માટે જો કે એક બીજો માણસ હતો જ, પણ માંગીલાલ જેવો મહેનતુ ‘મજૂર’ આવી ગયો એટલે પેલાને મઝા પડી ગઇ. કુબેર છાપ ગુટખાની પડીકી ચાવતો એ આમતેમ આંટાફેરા કરવા માંડયો.

માંગીલાલ દરેક દર્દીને અંદર મોકલતાં પહેલાં પ્રેમપૂર્વક પરિચયના આવરણમાં કેદ કરવા માંડયો, ‘બહનજી, આપકો કયા તકલીફ હૈ? પેટ મેં દર્દ હૈ? કબ સે? ઔર કયા-કયા હો રહા હૈ? ઔર મૌસીજી, આપ કયું મૂંહ લટકા કર બૈઠી હૈ? અરછા! આપ કો ગાંઠ હૈ? ગલેમેં? બુખાર ભી આતા હૈ? ઔર ખાંસી ભી? ઔર… ચાચાજી! આપ કો કયોં યહાં આને કી તકલીફ ઠાની પડી? આપ કા એકિસડેન્ટ હો ગયા? બાઇકવાલેને ઠોક દિયા? જયાદા ચોટ તો નહીં આઇ? ઔર… યે મુન્નેકો કયા હો ગયા…?’ દર્દીઓને માંગીલાલ પ્રત્યે આત્મિયતા બંધાતી ગઇ. અંદર ગયા પછી ડો. રાવલ આ જ પ્રશ્નો એમને પૂછતા હતા. એટલે દર્દીઓને તો માંગીલાલ સાથેની વાતચીત ગ્રાન્ડ રિહર્સલ જેવી લાગવા માંડી. ડો. રાવલના કન્સિલ્ટંગ રૂમમાંથી દર્દી બહાર નીકળે ત્યારે પણ એણે માંગીલાલ નામનું ટોલનાંકુ વટાવવું જ પડે.

‘કયા કહા ડોકટર સા’બ ને? અરછા! ઓપરેશન નહીં કરના પડેગા ઐસા બોલા? વાહ બહનજી! આપ બડી ભાગ્યશાલી હો. ભગવાન રામજી કી કિરપા સે સબ ઠીક હો જાયેગા. યે આપ કે હાથમેં ચિઠ્ઠ હૈ વો જરા દિખાયેંગે મૂઝે? મૈં ભી દેખૂં કિ સાહબ ને કૌન સી દવા લિખી હૈ?’ માંગીલાલના સ્વાભાવિક, સરળ, ઉષ્માપૂર્ણ અને માનવીય વર્તન પાછળ ખરેખર શું છુપાયું હશે એ તો ભગવાન રામ જાણે! પણ બપોરના ત્રણ વાગે ડો. રાવલ કન્સલ્ટેશનનું કામ પૂરું કરીને ઘરેભાગ થાય, એટલે માંગીલાલ એની થેલીમાં છુપાવેલી એક નોટબૂક બહાર કાઢે. ચંપા, નારણ, વિઠ્ઠલ અને રાજુ જયારે ભોજન પછીના આરામમાં મગ્ન હોય, ત્યારે માંગીલાલ એની નોટબૂકમાં કશુંક લખી રહ્યો હોય. એ શું લખતો હશે? સવારથી બપોર સુધીમાં ડો. રાવલ પાસે આવેલા દર્દીઓના નામ, જાતિ, લિંગ, વય, દરદીની ફરિયાદ, ડોકટરે કરેલું નિદાન અને પછી એને અપાયેલી સારવાર.

કોણ હશે આ માંગીલાલ? નોકરના વેશમાં કોઇ જાસૂસ? ઇન્કમટેકસ ડિપાર્ટમેન્ટનો ખબરી? હરીફ સજર્યને ગોઠવેલો કાવત્રાખોર? જે હોય તે પણ ધીમે-ધીમે આ માંગીલાલે ડો. રાવલનું હૃદય જીતી લીધું. એમનો વિશ્વાસ સંપાદિત કરી લીધો. ડો. રાવલ હવે માંગીલાલને ઓપરેશન થિયેટરમાં હાજર રાખવા લાગ્યા નાનું-મોટું કામ પણ શીખવવા લાગ્યા. પાટાપીંડી, ટાંકા લેવા, ટાંકા તોડવા, ઇન્જેકશનો આપવા, બાટલો ચડાવવો, તાવ માપવો, બ્લડ પ્રેશર માપવું- માંગીલાલ વોર્ડબોયમાંથી બઢતી મેળવીને કમ્પાઉન્ડર કમ નર્સ કમ ઓપરેશન આસિસ્ટન્ટ બની ગયો, અને આ બધું પ્રાપ્ત કરતાં એને ફકત ત્રણ જ મહિના લાગ્યા. ત્રણ મહિના પછી અચાનક એક દિવસ માંગીલાલ ડો. રાવલની સામે બે હાથ જોડીને ઊભો રહી ગયો, ‘સા’બ, આજ્ઞા દિજીયે.’

‘કેમ, શું થયું?’ ડોકટરને એમ કે માંગીલાલ દસ-પંદર દિવસની છુટ્ટી માગી રહ્યો હશે, કદાચ ગામડે કોઇ સારો-માઠો પ્રસંગ હશે. ‘હુઆ તો કુછ નહીં, સા’બજી! બસ, અબ યે નૌકરી હમેં નહીં કરની હૈ.’

‘અરે, એમ તે કંઇ તારાથી જવાતું હશે? પગાર ઓછો પડે છે એમ ભસને? જા, આ મહિનાથી તને બારસો રૂપિયા આપીશ. બસ, હવે તો રાજી ને?’ પણ માંગીલાલ રાજી ન દેખાયો. ડોકટરે ધીમે-ધીમે રકમ વધારતા ગયા. આવો વફાદાર અને મહેનતુ માણસ મળવો મુશ્કેલ હતું. બીજો માણસ ત્રીસ વર્ષમાં જેટલું ન શીખે એટલું કામ તે શીખી ગયો હતો. એને કારણે ડોકટરની કેટલી બધી ઇમરજન્સી વિઝીટ્સ ઓછી થઇ ગઇ હતી!

માંગીલાલ ન જ માન્યો. સારી એવી માથાઝીક પછી ડૉ. રાવલે પૂછ્યું, ‘ઠીક છે. તારે જવું જ હોય તો તને કોણ રોકી શકવાનું હતું? પણ મને એક વાત સમજાતી નથી. ત્રણ મહિના પહેલાં જયારે તું મારી પાસે નોકરી માટે આવ્યો હતો ત્યારે એવું લાગતું હતું કે આખી દુનિયામાં તારા જેટલો ગરીબ અને નિરાધાર માણસ બીજો એક પણ નહીં હોય! અને આજે તારી જીદ જોઇને એવું લાગે છે કે અહીંથી નીકળ્યા પછી સરકાર તને સીધો જ કેન્દ્રના પ્રધાનમંડળમાં લઇ લેવાની હોય! મને એ કહે કે સત્ય શું છે?’

માંગીલાલે સત્યના ભારા ઉપર બાંધેલી રહસ્યની દોરી છોડી નાખી, ‘સા’બ, સચ-સચ બતા દૂં? મૈં આપ કે પાસ કામ કરને નહીં, કામ સિખને આયા થા. તીન મહિનેમેં મૈંને આમ ઇન્સાનો મેં હોનેવાલી આમ બીમારીયોં કે બારેમેં જો જાનના થા વો જાન લિયા. છોટે-મોટે ઓપરેશન ભી મૈં જાન ગયા. અબ દો-તીન મહિને કોઇ ફિઝિશિયન કે પાસ ઔર એક-દો મહિને બરચોંકે ઔર ઓર્થોપેડિક ડોકટર કે દવાખાને મેં કામ કર લૂંગા. ફિર ઉત્તર પ્રદેશમેં વાપસ લૌટ જાગા. વહાં ડોકટરી પ્રેકિટસ શરૂ કર દૂંગા.’

‘લૈકિન તુમ્હારે પાસ ડિગ્રી તો હૈ નહીં!’

‘અપને દેશમેં ડિગ્રી કો કોન દેખતા હૈ, સા’બ! મેરા ગાંવ છોટા સા શહર જૈસા હૈ. વહાં ડિગ્રીવાલા એક ભી ડોકટર નહીં હૈ. મેરી પ્રેકિટસ ચલ પડેગી. એક સાલ કે અંદર-અંદર મેરી આમદની આપકી આમદનીસે ભી બઢ જાયેગી. આટલું કહીને માંગીલાલ વિદાય થયા.

ડો. રાવલ વિચારમાં પડી ગયા, પોતે એમ.બી.બી.એસ.ના સાડા ચાર વર્ષ વત્તા ઇન્ટર્નશીપનું એક વર્ષ વત્તા પોસ્ટ ગ્રેજયુએશનના ત્રણ વર્ષ ભણ્યા પછી પાંચ વર્ષ સુધી નોકરી કરીને અનુભવ લેવામાં કાઢયા! ત્યારે આ ડો. માંગીલાલ કુલ છ મહિનામાં એક પૈસો પણ ખરર્યા વગર ત્રણ-ચાર જાતની માસ્ટર ડિગ્રીઓ મેળવીને વતનભેગો થઇ રહ્યો હતો. દુનિયા ઝૂકતી હૈ, ઝૂકાનેવાલા ચાહિયે!

(શીર્ષક પંકિત: રઇશ મનીઆર)

Advertisements

2 Responses

  1. Cool! I wonder why can’t these “Dr. Raval”s go to such interior area of the country!

  2. is there any other collection of 2005 or 2006 send me a web

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: