અણગમતો આવાસ ત્યજીને ચાલી નીકળો, જીવ્યાનો આભાસ ત્યજીને ચાલી નીકળો

જ્યારે છોકરી અવહેલના કરે ત્યારે છોકરાને એ વધારે ગમવા માંડે છે. એક વાર નિરાલીથી બોલાઇ ગયું, ‘મને બૂટ કરતાં સેન્ડલ પહેરેલા છોકરાઓ વધારે ગમે.’
દરેક મેડિકલ કોલેજમાં દર વર્ષે લગભગ નિયમિતપણે એક ઘટના બને છે. એના સમાચાર જ્યારે અખબારમાં વાંચું છં ત્યારે અચૂક મને સુકેતુ યાદ આવી જાય છે. સુકેતુ શાહની જિંદગીનું જો નામું લખવા બેસીએ તો જમા પાસું ખાસ્સંુ ભરચક થઇ જાય અને ઉધાર પાસામાં માત્ર એક જ વિગત નોંધી શકાય કે એ દેખાવમાં ‘હેન્ડસમ’ ન હતો.
આ રકમનો જો વિચારવિસ્તાર કરવો હોય તો કહી શકાય કે એ શ્યામ વર્ણનો હતો, લાંબો હતો, પાતળો હતો, આંખે ચશ્માં હતાં જે નાકના અવરોધને કારણે જ ટકી રહ્યાં હતાં (કે પછી લટકી રહ્યાં હતાં.) બુદ્ધિમાં એ આઇન્સ્ટાઇનના કૂળનો ‘જિનિયસ’ હતો. જ્ઞાતિએ વણિક હતો અને પૈસેટકે સુખી હતો.
ભણવામાં હોશિયાર હતો એટલે બારમા ધોરણમાં સાયન્સ પ્રવાહમાં ચોરાણું ટકા લઇ આવ્યો હતો. મેરિટ ઉપર એને અમદાવાદની જ પ્રખ્યાત મેડિકલ કોલેજમાં પ્રવેશ મળી ગયો હતો.
એક સાંજની વાત છે. સુકેતુ સવારે ઘરેથી નીકળેલો તે છેક સાંજે સાત વાગે ઘરે પાછો આવ્યો. આખા દિવસની થકાવટભરી દોડધામ, ડેડબોડીનું ડિસેક્શન, ફિઝિયોલોજીનાં લેક્ચર્સ અને બાયોકેમિસ્ટ્રિના પ્રેક્ટિકલ્સ પતાવીને લાઇબ્રેરીમાં વાંચન, આ બધું પૂરું કરીને એ ઘરે આવ્યો, ત્યારે એનું માથું ભારે થઇ ગયું હતું, કપડાં મેલાં થઇ ગયાં હતાં, ભૂખ લાગી હતી, ચાની જોરદાર તલપ
ઊઠી હતી.
સ્કૂટર પાર્ક કરીને એ ઘરમાં પ્રવેશ્યો. મોટી બહેન ઘરમાં જ હતી એને ઉદ્દેશીને સુકેતુએ બૂમ પાડી, ‘દીદી…! અકે કપ ચા બનાવ જે…! કડક, મીઠી, જ્યાદા દૂધ, કમ પાની, ઇલાયચી, ફુદીનો અને ગરમ મસાલો ભૂલતી નહીં…!’ આટલું બોલતામાં તો એ અંદરના ઓરડા તરફ ધસી ગયો.
પણ ઉફ! આ શું? દીદીની બાજમાં એક અતિ ખૂબસૂરત અપ્સરા બેઠી હતી એ કોણ હતી? અઢાર વર્ષની જિંદગીમાં સુકેતુએ આવી સુંદર છોકરી આ પહેલાં ક્યારેય જોઇ ન હતી.
સુકેતુની ચાની ફરમાઇશ સાંભળીને બંને સહેલીઓ ખિલખિલાટ કરતી હસી પડી. સુકેતુ છોભીલો પડી ગયો.
‘જોયું ને, નિરાલી? મારો ભાઇ મારાથી નાનો છે, તો પણ મારી ઉપર કેટલી દાદાગીરી કરે છે?’ મોટી બહેને આટલું કહીને સુકેતુને ઓળખાણ કરાવી, ‘આ મારી ફ્રેન્ડ છે. નિરાલી. એ ફિઝિયોથેરાપીમાં ભણે છે. આજે પહેલી જ વાર આપણા ઘરે આવી છે.’
નિરાલીએ અૌપચારિક સ્મિત રેલાવ્યું. સુકેતુ ન હસી શક્યો, ન હલી શક્યો. એની દીદી રસોડામાં ગઇ એની સાથે જ નિરાલી પણ અંદર ગઇ. સુકેતુના કાન પર બંને છોકરીઓની વાતચીતનો ત્રૂટકત્રૂટક અવાજ અથડાતો રહ્યો. નિરાલી રસોડામાં મૂકેલા ડાઇનિંગ ટેબલ પરના સનમાઇકા વિષે કોમેન્ટ કરી રહી હતી, ‘પિસ્તા રંગ કેટલો સરસ લાગે છે! મને આ રંગ બહુ પસંદ છે…’
બીજે દિવસે સુકેતુ પિસ્તા રંગનાં ત્રણ શટર્સ અને ત્રણ ટીશર્ટ્સ ખરીદી આવ્યો. નિરાલી જ્યારે પણ એની બહેનપણીને મળવા આવે, ત્યારે પિસ્તા રંગનો સુકેતુ જ સામો મળે!
પણ ખર્ચો માથે પડ્યો. નિરાલીએ એક પણ વાર સુકેતુનાં વખાણ ન કર્યાં. છેવટે સુકેતુએ સામે ચાલીને પ્રશંસા ઉઘરાવવાનો પ્રયત્ન કરી જોયો, તો નિરાલીએ એક જ વાક્યમાં પતાવી દીધંુ, ‘મને પિસ્તા રંગની વસ્તુઓ ગમે છે, વ્યક્તિઓ નહીં!’
માનસશાસ્ત્રનો સિદ્ધાંત છે કે જ્યારે છોકરી અવહેલના કરે ત્યારે છોકરાને એ વધારે ગમવા માંડે છે. એક વાર નિરાલીથી બોલાઇ ગયું, ‘મને બૂટ પહેરેલા છોકરાઓ કરતાં સેન્ડલ પહેરેલા છોકરાઓ વધારે ગમે છે.’
થઇ રહ્યુ. ઘરમાં જેટલા બૂટ હતા એ દેશનિકાલ થઇ ગયા. ત્રણ જોડી નવાં સેન્ડલ્સ આવી ગયાં. પગરખાં આવ્યાં, પણ પ્રશંસા ન આવી. સવાલ પુછાયો, તો જવાબ મળ્યો, ‘મારે શું ગમાડવું ને શું ન ગમાડવું એ મારો અંગત મામલો છે. મને જૂતાં ગમ્યાં, પણ જૂતાં પહેરેલો જવાન ન ગમ્યો.’
ગમતી છોકરીને રીઝવવામાં પૂરાં ત્રણ વર્ષ પસાર થઇ ગયા. સુકેતુ ફર્સ્ટ એમ.બી.બી.એસ.ની પરીક્ષામાં ડિસ્ટિંક્શન મેળવીને બીજા વર્ષના પણ અંતિમ ચરણમાં પહોંચી ગયો. સેકન્ડ એમ.બી.બી.એસ.ની પરીક્ષા માથા પર ગાજતી હતી, ત્યારે પણ એણે નિરાલીની નજરે ચડવાના ધમપછાડા ઓછા ન કર્યા.
સુકેતુના પપ્પા પૈસાદાર હતા, એટલે ખર્ચાની બાબતમાં એનો હાથ છટ્ટો હતો. નિરાલીના જન્મદિવસ ઉપર એ મોંઘી ભેટો આપતો, મોટી બહેનની સાથે ફિલ્મ જોવા જાય ત્યારે જીદ કરીને નિરાલીને પણ બોલાવી લેતો. ફ્રેન્ડશિપ ડે કે વેલેન્ટાઇન ડે જેવા ખાસ દિવસોએ સુકેતુ નિરાલીને પર્ફ્યુમ્સ કે ડ્રેસ મટિરિયલ ભેટ તરીકે આપતો.
એક દિવસ સુકેતુએ પોતાની મોટી બહેન આગળ દિલનો પટારો ખોલી નાખ્યો, ‘દીદી, નિરાલી મને ગમે છે. હું એની સાથે પરણવા માગંુ છં. એ તારી ખાસ બહેનપણી છે ને! તું એને એટલું પૂછી જો જે ને કે એને હું શા માટે પસંદ નથી!’
દીદીએ પૂછ્યું અને જે ઉત્તર મળ્યો એ ભાઇને પહોંચાડ્યો, ‘નિરાલી તારી બુદ્ધિમત્તાનાં ખૂબ વખાણ કરે છે, પણ એને તારો દેખાવ…આઇ મીન, એની ઇચ્છા હેન્ડસમ છોકરા સાથે લગ્ન કરવાની છે. મેં એને મનાવવાનો પ્રયાસ કર્યો, પણ એણે કહી દીધું કે આ એનો અંગત મામલો છે. ભાઇ, તું મારું, કહ્યુ માન એને ભૂલી જા.’
સુકેતુએ એ રાત્રે પંખા ઉપર લટકી જઇને જિંદગીનો અંત આણી દીધો. એ જે કોલેજમાં ભણતો હતો ત્યાંની જ હોસ્પિટલમાં એના મૃત શરીરનું પોસ્ટમોર્ટમ થયું. ત્રણ દિવસ બાદ એની પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ચોર્યાશી ટકા સાથે એ કોેલેજમાં પ્રથમ ક્રમે આવ્યો હતો.
એના મિત્રો, સહપાઠીઓ અને શિક્ષક તબીબો અફસોસ સાથે બબડી ઊઠ્યા, ‘કાશ! આ જિનિયસ છોકરો આવા ક્ષુલ્લક કારણસર મરી ન ગયો હોત, તો ભિવષ્યમાં ગુજરાતને એક બાહોશ કાર્ડિયોલોજિસ્ટેે મળ્યો હોત! સુકેતુને દિલની વિદ્યામાં રસ હતો.’ સુકેતુ જો જવાબ આપવાની સ્થિતિમાં હોત તો એ અવશ્ય બોલી ઊઠ્યો હોત, ‘મને દિલની વિદ્યામાં પણ રસ હતો અને દિલની વાતમાં પણ! અને છેવટે તો મારે શું કરવું એ મારો અંગત મામલો હતો! હતો કે નહીં?’
(સત્ય ઘટના)
(શીર્ષક પંક્તિઃ ઉમેશ ઉપાધ્યાય)

Source: દિવ્યભાસ્કર (Transformed into Unicode fonts from “Govinda” using GurjarDesh.com Font Conversion Service )

Advertisements

One Response

  1. Oh!Stupid GIRL,STUPID STUPID!!!Sometimes some girls have no Common Sense!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: