પાત્ર વગરની પ્રીત નકામી, શૂન્ય! ટકે ન રેતમાં ચણતર

‘ખૂન તૂટી પડ્યું છે, સાહેબ!’ બાઇની માએ, જવાબ આપ્યો, ‘અમે તો સૂતાં હતાં. ચંપાએ જગાડ્યાં ત્યારે ખબર પડી. ત્યાં સુધીમાં તો આખી ચાદર લોહીથી લથબથ હતી.’
પચાસ વર્ષ પૂરાં કરીને એકાવનમાં પ્રવેશી રહેલા અમદાવાદના જાણીતા, સફળ ગાયનેકોલોજિસ્ટ ડો. દર્શન નાયક એમની જિંદગીનંુ સરવૈયંુ કાઢવા બેઠા. અડધી જિંદગીની અર્થસભર યાત્રાના જમાઉધાર ખાતાં તપાસવા બેઠા. જમા ખાતું તો જબરદસ્ત હતું, તગડું હતું.
એક કરોડ રૂપિયા હતા. રોકડા અને રણકતા હતા. બે બંગલાઓ હતા. ચાર ગાડીઓ હતી. પાંચ પ્લોટ્સ હતા જમીનના. છ બેન્ક લોકર્સ હતાં અને સાત…! સુખનું આ અંકગણિત શતક કે સહસ્ત્રના આંકડા આગળ પણ સમા ન થાય એટલું લાંબંુ હતું. વાંચનારનેય ઓડકાર આવી જાય, તો પછી ભોગવનારની તો ઇર્ષા જ કરવી રહી.
અને ઉધાર ખાતંુ શું કહેતું હતું? એ પણ સાવ ખાલી ન હતું. એમાંય થોડીક સારી નરસી વાતોનું પરચૂરણ ખખડતું હતું. ક્યાંક મિત્રોની મીઠી ઇર્ષા હતી, ઇન્કમટેક્સ ખાતાનો ખોફ હતો, ક્યાંક કો’ક રડ્યાખડ્યા દર્દીનો ઠપકો હતો, ફરિયાદ હતી, આક્રોશ હતો. ‘ડોક્ટર તો ચીરે છે, લૂંટે છે, ગરીબોને પણ છોડતા નથી. એવો ખરોખોટો આક્ષેપ હતો. અને ક્યાંક યાદ કરવા ન ગમે એવા પ્રસંગો હતા. જેમ કે…! ‘સાહેબ, મારી દીકરીને નોર્મલ ડિલિવરી નહીં જ થાય?’
‘ના, સિઝેરીઅન કરવું જ પડશે.’
‘એમાં ખર્ચો કેટલો…?’
‘પંદર હજાર ઓછામાં ઓછા. એમાં બે હજાર રૂપિયાની દવાઓ, પંદરસો રૂપિયા બેભાન કરવાના ડોક્ટરના, સારવારના, બાળકની સંભાળના અને ઓપરેશનના એમ બધું જ આવી જાય છે.’
‘કંઇક વાજબી નહીં થાય?’
‘આ ફી તમને ગેરવાજબી લાગે છે? તો હું તમને બીજા ગાયનેકલોજિસ્ટનાં સરનામાં આપું, ત્યાં જઇને ઓપરેશનના બિલનો આંકડો પૂછી આવો! ત્રીસ હજારથી માંડીને પચાર હજાર સુધીનો ભાવ ચાલે છે.’
‘પણ સાહેબ, અમે તો ગરીબ…’
‘તો સિવિલમાં જાવ. વી.એસ.માં જાવ. તદ્દન મફતમાં તમારંુ કામ થઇ જશે.’
‘પણ સાહેબ, થોડીક માનવતા રાખો તો…’
‘માનવતાનો ઠેકો એકલા ડોક્ટરોએ જ થોડો રાખ્યો છે?કોઇ ફાઇવ સ્ટાર હોટલવાળા માનવતા ખાતર ભિખારીને એની હોટલમાં જમાડે છે ખરા? એક પણ પૈસો લીધા વગર એરલાઇન્સવાળા કોઇ ગરીબને વિમાનમાં બેસાડે છે ખરા? સરકાર પણ બસમાં કે ટ્રેનમાં ગરીબો માટે ટિકિટ વિનાનો ડબ્બો દોડાવે છે? માનવતા નામનો શબ્દ ત્યાં કેમ મરી જાય છે?’
અને પછી દર્દીને લઇને એનાં સ્વજનોનું ચાલ્યા જવું. ગરીબ સ્ત્રીના બાપના ભાથામાં દલીલો ઓછી હોય છે અને આંસુ ઝાઝાં. ડો. દર્શનના ઉધાર ખાતામાં આવા થોડાંક આંસુઓ, ડૂમા, લાચારીઓ અને નિઃસાસાઓ ખખડતાં હતાં.
અને આજે વનપ્રવેશ વખતે ડોક્ટરે એક ક્રાંતિકારી નિર્ણય લઇ લીધો. હવે પછી પ્રાઇવેટ પ્રેક્ટિસની શૈલી સંપૂર્ણપણે બદલી નાખવી છે. કન્સલ્ટિંગ ફી બસો રૂપિયાને બદલે ફક્ત દસ જ રૂપિયા. એ પણ ન હોય તો ચલાવી લેવાનું. નોર્મલ સુવાવડનું બિલ ચારસો રૂપિયા. એટલો તો દવાઓ, વીજળી બિલ અને પથારીના ખર્ચને કારણે થઇ જાય. કમાવાનો તો એક રૂપિયો પણ નહીં.
એવું જ સિઝેરીઅન બાબતમાં. આખા ઓપરેશનનું પેકેજ ડીલ માત્ર બે હજાર રૂપિયામાં. આજ સુધીમાં સમાજે જે આપ્યું છે એને દસ ગણું કરીને પાછં વાળવાનું આ અભિયાન હતું. ડો. દર્શને એમનો આ માનવતાવાદી નિર્ણય મોટા પાટિયા ઉપર ચિતરાવીને એ જ દિવસે નર્સંિગ હોમના દ્વાર ઉપર લટકાવી દીધો.
જેમજેમ વાત પ્રસરતી ગઇ, તેમતેમ આસપાસના વિસ્તારમાં પ્રતિક્રિયાનો વાવંટોળ ઊઠતો રહ્યો. દર્દીઓની લાઇન લાગી ગઇ. સવારસાંજ સોસો દર્દીઓ આઉટડોર પેશન્ટ્સ તરીકે ઊમટવા લાગ્યા. સામાન્ય રીતે મહિનામાં સાતઆઠ સિઝેરીઅન થતાં હતાં એને બદલે હવે વીસપચીસ થવા માંડ્યાં. સુવાવડનો કુલ આંકડો દર મહિને સો ઉપર પહોંચી ગયો. ડોક્ટરને માટે જીવવું મુશ્કેલ બની ગયું. અંગત જિંદગી જેવું તો કશું રહ્યું જ નહીં.
ઘર, પત્ની, બાળકો ભુલાઇ ગયાં. દિવસ અને રાત નર્સંિગ હોમમાં ગૂજરવા લાગ્યાં. એમની સારવાર જે અત્યાર સુધી માત્ર મહેલોના માલિકો માટે અનામત હતી, એ હવે ગરીબોના કૂબા સુધી વિસ્તરી ગઇ. આને કારણે ત્રણ ઘટનાઓ બની ગઇ. દર્દીઓને જલસો પડી ગયો. ગરીબોને તો હવે મ્યુનિસિપલ હોસ્પિટલમાં જવું પણ મોંઘું થઇ ગયંુ. ત્યાંનો ખર્ચ પણ ડો. દર્શનની ફીની સરખામણીએ વધારે પડતો હતો. આસપાસના અન્ય ગાયનેકોલોજિસ્ટ્સના કેસો પણ ડો. દર્શન તરફ વળી ગયા. આ એક ઘટના.
બીજી ઘટના એટલે જે નર્સંિગ હોમ્સમાં દર્દીઓને બદલે કાગડા ઊડવા માંડ્યા એના માલિકો એટલે કે ડોક્ટરો ડો. દર્શનની આ ‘નાલાયકી’ ઉપર બળી ઊઠ્યા. આ માણસની સામે સ્પર્ધામાં ટકવું મુશ્કેલ બની ગયું.
અને ત્રીજી ઘટના? એ સાવ અણધારી જગ્યાએ અણદારી રીતે ઘટી. એક રાત્રે ડો. દર્શનના નર્સંિગ હોમમાં એક પ્રસૂતાનો ઇમરજન્સી કેસ દાખલ થયો. પૂરા મહિના આડે બે અઠવાડિયાની વાર હતી. ‘શેના માટે આવવું પડ્યું?’ ડોક્ટરે પૂછ્યું. ‘ખૂન તૂટી પડ્યું છે, સાહેબ!’ બાઇની માએ, જવાબ આપ્યો, ‘અમે તો સૂતાં હતાં. ચંપાએ જગાડ્યાં ત્યારે ખબર પડી. ત્યાં સુધીમાં તો આખી ચાદર લોહીથી લથબથ હતી.’ ડોક્ટરે ચંપાને તપાસી. મરણોન્મુખ હાલત હતી.
પ્લેસેન્ટા પ્રીવિયા ના નામે ઓળખાતી પરિસ્થિતિ હતી. વાત કરવાનો વખત ન હતો, સગાંને સમજાવવા જેટલો સમય ન હતો. લોહીનું તળાવ ફાટ્યું હતું., તાત્કાલિક સિઝેરીએન કરવું જરૂરી હતું. ડોક્ટરને ખબર હતી કે આ લોકો બે હજાર રૂપિયાની વાત સૂંઘીને એમના બારણે આવી ચડેલાં હતાં અને એમને એ પણ ખબર હતી કે મામલો વીસપચીસ હજારમાં પણ નીપટે એવો ન હતો. છતાં પણ એ કામે વળગ્યા. બાર બોટલ ખૂન ચડાવવું પડ્યું. માંડ ચંપા બચી. માંડમાંડ એનો દીકરો બચી શક્યો.
ચંપાનાં માબાપ ખુશ હતાં. રજા આપવાનો દિવસ નજીક આવતો ગયો. એ ગરીબ માણસ પાસે બે હજારની જોગવાઇ તો હતી જ. એ લઇને ચંપાનો બાપ દવાખાને જવા નીકળ્યો.
ત્યાં જ એક કલ્પનાતીત ઘટના બની ગઇ. ચંપાના બાપને એ વિસ્તારના એક નેતાનો ભેટો થઇ ગયો. ચૂંટણી નજીકમાં જ હતી અને એ અસભ્ય નેતાને એ વિસ્તારના ધારાસભ્ય બનવાની વાસના જાગી હતી. એમની નજર આ ગરીબ મતદાતા ઉપર પડી, ‘કેમ, જીવણ! ક્યાં જાય છે?’ ‘સાહેબ, નાયક સાહેબના દવાખાને. દીકરીનાં ઓપરેશનનું બિલ ભરવા…’
‘કેટલું બિલ છે?’ નેતાએ મામલો સંભાળી લીધો. જીવણ પાસેથી આંકડો જાણીને તરત એમણે મોબાઇલ ફોન પરથી ડો. નાયકનો નંબર લગાડ્યો, ‘શું છે, ડોક્ટર? તમે તો ગરીબોને લૂંટવા બેઠા છે ને કંઇ! બે હજાર રૂપિયા કેમ કરીને ભેગા થાય છે એનું તમને ભાને છે? જીવણભાઇ મારી ચિઠ્ઠી લઇને આવે છે, પાંચસો રૂપિયા લઇને એમની દીકરીને છટ્ટી કરો!’
જીવણો પણ ગેલમાં આવી ગયો. પંદરસો રૂપિયા સંતાડી દીધા. પાંચસોની નોટ ફરકાવતો દોડી ગયો દવાખાનાની દિશામાં. આવા પાંચસાત બનાવો બની ગયા. એ પછી ડો. દર્શનને ભાન થયું કે કુપાત્રને દાન આપવું એ પણ પાપ છે. એ હવે શુભ મુહૂર્તની પ્રતીક્ષામાં બેઠા છે કે ક્યારે પેલું પવિત્ર પાટિયંુ ઉતારી લેવું! (સત્ય ઘટના)

Source: દિવ્યભાસ્કર (Transformed into Unicode fonts from “Govinda” using GurjarDesh.com Font Conversion Service )

Advertisements

One Response

  1. I just can’t understand some people’s mentality!!!it is very very bad this type of incidents stops the good work….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: