બસ એટલો અપરાધ કે છીંડે ચડ્યો હતો, ડોકાયું કો’ક બીજું ને પકડી ગયો મને!

‘થેન્ક્સ ફોર રેફરન્સ, ડો. પટેલ. રોઝીને સાડા સાત મહિનાનો ગર્ભ છે. ગર્ભપાત શક્ય નથી. મારી સલાહ એક જ છેઃ પૂરા મહિને સુવાવડ થઇ જવા દો!’
ત્રીસ વર્ષની મા સ્ટેલા એની તેર વર્ષની દીકરી રોઝીને લઇને ડો. નવીન પટેલ પાસે આવી, ‘સાહેબ, મારી દીકરીને પેટમાં ગાંઠ થઇ હોય એવું લાગે છે. જરા તપાસીને દવાગોળીથી મટાડી આપો ને!
ડો. પટેલ જનરલ પ્રેક્ટિશનર છે. એમણે રોઝીને ટેબલ ઉપર લીધી. ચોંકી ઊઠ્યા. પેટની અંદર મોટી ‘ગાંઠ’ હતી જે હાથપગ ઉછાળી રહી હતી. ડોક્ટરે જાણ કરી, ‘તમારી દીકરી મા બનવાની તૈયારીમાં છે.’
સ્ટેલાએ પહેલું કામ રોઝીના ગાલ ઉપર લાફો ઠોકવાનું કર્યું. ડોક્ટર ખળભળી ગયા,’અરે! અરે! બાળક છે. ભૂલ થઇ જાય. એમાં આમ મરાય નહીં.’
‘મેં તો હજ લાફો જ માર્યો છે, એના બાપને જ્યારે ખબર પડશે, ત્યારે એ તો જાનથી મારી નાખશે.’ સ્ટેલાએ મનમાં હતો એ બધો ગુસ્સો હાથ દ્વારા અને શબ્દો દ્વારા બહાર કાઢી નાખ્યો. માની જોડે ઘરે ગઇ, તો બાપે કચડી નાખી. મારીમારીને તોડી નાખી. ‘કોેના કુંડાળામાં પગ મૂક્યો તેં, બોલ? એને જીવતો ન મૂકું!’ વાત ફેલાતી ગઇ એમ રિમાન્ડની માત્રા વધતી ગઇ, પણ રોઝીએ હોઠ જાણે ફેવિફિક્સથી સીવી લીધા!
મારઝૂડનો અધ્યાય પૂરો થયો, એટલે પાછો મામલો ડો.પટેલના દવાખાનામાં આવ્યો. ‘સાહેબ, રોઝીનાં પેટનો નિકાલ કરી આપો.’
‘એ મારું કામ નહીં, એના માટે ગાયનેકોલોજિસ્ટ પાસે જવું પડે. હું ચિઠ્ઠી લખી આપું છં.’ ડો. પટેલે એમના વિસ્તારના જાણીતા ગાયનેક સ્પેશિયાલિસ્ટ ઉપર ભલામણચિઠ્ઠી લખી આપી.
અડધા કલાકમાં જ એમનો ફોન આવ્યો, ‘થેન્ક્સ ફોર રેફરન્સ, ડો. પટેલ. રોઝીને સાડા સાત મહિનાનો ગર્ભ છે. ગર્ભપાત શક્ય નથી અને સલામત પણ નથી, મારી સલાહ એક જ છેઃ પૂરા મહિને સુવાવડ થઇ જવા દો!’
‘અરે, એ કેમ બને? રોઝી તો ‘અનમેરિડ’ છે!’
‘જાણું છં, તેર વર્ષની કન્યા કુંવારી જ હોય, પણ કુદરતમાં કુંવારાપણાને અને માતૃત્વને કશું વેરઝેર નથી હોતું.’
‘સારું! તમને યોગ્ય લાગે એમ કરો’ ડો. પટેલે ફોન પૂરો કર્યો. ગાયનેકોલોજિસ્ટની સલાહ સ્વીકારવામાં સામાજિક બદનામીનું જોખમ હતંુ. નવ મહિના પૂરા થાય ત્યાં સુધીમાં આખી સોસાયટીમાં ને એમની ન્યાતમાં એની ક્ષોભજનક હાલતનો ઢંઢેરો પિટાઇ જાય અને પછી જે બાળક જન્મે એનું શું કરવું? સ્ટેલાને જોસેફ બંને કરગરી પડ્યાં, ‘પટેલસાહેબ, અમારી બદનામીમાંથી બચવાનો કોઇ રસ્તો સુઝાડો.’
‘હું ડોક્ટર છં. મારી પાસે બીમારીમાંથી બચાવવાના રસ્તા હજાર જેટલા હોય, બદનામીમાંથી બચાવવાનો એક પણ નહીં.’
‘તમે ડોક્ટર નથી, અમારા ફેમિલી ડોક્ટર છો એટલે ડોક્ટર પણ ખરા ને અમારું ફેમિલી પણ ખરા!’
ડોક્ટર વિચારમાં પડી ગયા. પછી જે રસ્તો જડ્યો, એ સુઝાડ્યો. રોઝીને સૌરાષ્ટ્રની એક અનાથ બહેનો માટેની સંસ્થા (નારી નિકેતન)માં મોકલી દીધી. જ્યાં સુધી સુવાવડ ન થાય ત્યાં સુધી એની સંપૂર્ણ જવાબદારી સંસ્થા માથે અને જે બાળક જન્મે એ પણ સંસ્થાને સોંપીને ચાલ્યા આવવાનંુ. ન ખીચખીચ, ન ખર્ચ!
રોઝીએ પૂરા મહિને મૃત બાળકને જન્મ આપ્યો. સુવાવડની વ્યવસ્થા સંસ્થાએ જ કરી આપી. સવા મહિને રોઝી પાછી માબાપ પાસે આવી ગઇ. હવે રિમાન્ડનો બીજો રાઉન્ડ શરૂ થયો. રોજ સવાર પડે ને એનો બાપ એને મારવાનું શરૂ કરે. રાત પડે ને મા મારઝૂડનો હવાલો સંભાળી લે. બેયનો એક જ સવાલ, ‘રાં…!નાલાયક! બોલી નાંખ, આ પાપનો બાપ કોણ હતો?’
એક દિવસ સ્ટેલાએ જ્યારે દીકરીને બહુ ફટકારી, ત્યારે રોઝીથી બોલી જવાયું, ‘તારે ખરેખર જાણવંુ છે કે મારા છોકરાનો બાપ કોણ હતો? તો લે, જાણી લે! આ પાપ તારા ભાઇનું…’
‘હેં!’ આખા ઘરમાંથી કોરસમાં આ એક જ અક્ષરનો સવાલ ફૂટ્યો. ‘હા.’ જવાબ પણ એક અક્ષરમાં જ મળ્યો પણ આ એકાક્ષરી સવાલજવાબે આખા પરિવારમાં ધરતીકંપ લાવી દીધો. સ્ટેલાને એક જ ભાઇ હતો. સગ્ગો ભાઇ. પરણેલો હતો. બચ્ચાંવાળો હતો. મામાએ ઊઠીને ભાણી સાથે…?
લાકડીઓ ઊછળી. સાળાબનેવીનાં માથાં ફૂટ્યાં. મામાફોઇના દીકરાઓએ ભારતપાકિસ્તાન જેવી લડાઇઓ આદરી. દાયકાઓ જૂના સંબંધો નાશ પામ્યા. હાહાકાર મચી ગયો. અને પછી સમયના અક્સીર મલમે આ ઊંડા જખમો ઉપર ચામડી આણી દીધી પણ આ ઘા સપાટીના નહોતા, આ તો ગહેરા જખમો હતા એટલે ઘા રૂઝાઇ ભલે ગયા, પણ એના ડાઘા રહી ગયા. ભાઇબહેનના કૌટુંબિક સંબંધો સળગીને રાખ થઇ ગયા.
ઁઁઁ
વરસો વીતી ગયાં. રોઝી અઢાર વર્ષની થઇ ગઇ. એક દિવસ માબાપને કહ્યા વગર એક પટેલ યુવાન જોડે નાસી ગઇ. આર્યસમાજમાં જઇને બંને પરણી ગયાં. હવે રોઝીનો સંબંધ પણ માબાપ જોડે ખતમ થઇ ગયો પણ એના ફેમિલી ડોક્ટર તો હજયે ડો. નવીન પટેલ જ રહ્યા. રોઝી એક દિવસ એના નાનકડા દીકરાને લઇને ડોક્ટર પાસે આવી. દીકરાને તપાસીને ડોક્ટરે દવા લખી આપી. પછી અચાનક એમને શું સૂઝયું, તે વરસો પહેલાં દટાઇ ચૂકેલી ઘટના પરની માટી એમણે ખોદી કાઢી.
‘રોઝી, બેટા! એક વાત પૂછં? સાચો જવાબ આપીશ? ખરેખર તારા મામાએ…?’
‘ના રે!’ રોઝી હસી પડી, ‘મારા મામા તો સાવ નિર્દોષ હતા. આ તો મારી મમ્મી મને અતિશય મારમાર કરતી’તી એટલે બચવા માટે મામાનું નામ આપી દીધું.’
‘પણ મામાનું નામ શા માટે? બીજા કોઇનું નામ કેમ નહીં?’ ‘માએ માર્યું એટલે દાઝમાં ને દાઝમાં એના ભાઇનું નામ દીધું. પપ્પાએ પૂછ્યું હોત તો મારા કાકાનું નામ બોલી નાખત.’ રોઝીના મોં ઉપર સહેજ પણ પસ્તાવો દેખાતો નહતો. ડો. પટેલે એ વખતે તો વાતને સમેટી લીધી, ‘રોઝી, બે દિવસની દવા આપું છં. પરમ દિવસે આવીને તારા દીકરાને બતાવી જજે.’ આ બે દિવસનો સમય ડોક્ટરે બે પરિવારોને સમજાવવામાં કાઢ્યો. રોઝીનાં મમ્મીપપ્પાને મળ્યાં. રોઝીનાં મામામામીને મળ્યા. બીજી કશી વાત ન કરી પણ ચોક્કસ દિવસે, ચોક્કસ સમયે એમના ક્લિનિકમાં પડદા પાછળ સંતાઇને ઊભા રહેવા માટે બધાંને રાજી કરી લીધાં.
રોઝી એના દીકરાને તેડીને આવી. ડો. પટેલે બાળકને તપાસતાં સહજપણે પેલી વાત ફરીથી ઊખેળી, ‘રોઝી, સાચું કહે! ખરેખર એ બાળક તારા મામાનંુ નહોતું?’
‘ભગવાનના સમય, અંકલ! મામા તો બિચારા તદ્દન નિર્દોષ હતા અને છે. આ તો હું એ વખતે સાવ નાની હતી એટલે માનો માર સહન ન થયો ત્યારે દાઝના માર્યા મામાનું નામ બોલાઇ ગયું! મને શી ખબર કે એનું પરિણામ…?’
પરિણામની ખબર તો રોઝીને અત્યારેય ક્યાં હતી? પડદાની ઓથમાં સંતાયેલાં ભાઇબહેન આજે એક દાયકાની નફરતને અશ્રુજળથી ધોઇ રહ્યાં હતાં અને ભેટી રહ્યાં હતા. ડો. પટેલે છેલ્લો પ્રશ્ન પૂછી નાખ્યો, ‘તો પછી રોઝી, એ બાળક હતું કોનું?’
‘જે મારો પતિ બન્યો એ જ પુરુષ મારો પ્રેમી હતો. અમારો સંબંધ બહુ નાનપણથી જ બંધાયો હતો. પાછળથી એની સાથે જ ભાગીને મેં લગ્ન કર્યું!’
(સત્ય ઘટના. શીર્ષક પક્તિ ઃ બાલુ પટેલ)

Source: દિવ્યભાસ્કર (Transformed into Unicode fonts from “Govinda” using GurjarDesh.com Font Conversion Service )

Advertisements

2 Responses

  1. DR.SHARAD THAKAR ,WHAT I M SAY ABOUT YOUR’S REAL STORY AND OTHERS YOUR’S WRITTEN ARTICALS. I M ALWAY AND EVER YOUR FEN……..I WISH YOU SIR GOD BLESS YOU AND YOU R EVER WRITE AND WE R EVER STUDY YOUR’S ARTICALS.THANK YOU

  2. I hate this type of girls,Because of this type of girls MANY GOOD girls have to give CLARIFICATION on OWN…..I hate this type of girls

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: