દુનિયામાં કંઇકનો હું કરજદાર છું ‘ મરીઝ ‘, ચૂકવું બધાનું લેણ જો અલ્લાહ ઉધાર દે

સાવ અચાનક જ બધું બની ગયું. મારી નજર સામે જ બની ગયું. એક ગરીબ, અશકત મજૂર એક સીધા, ઊંચા ઢોળાવ ઉપર હાથલારી ચડાવી રહ્યો હતો, એનો પગ સહેજ લથડયો. લારી ઢોળાવ પરથી પાછી ‘રિવર્સ ગિયર’માં ગબડવા માંડી. એની ઉપર ત્રણ-ચાર દર્દીઓ બેઠેલા હતા. એમણે ચીસાસીચ કરવા માંડી.

થોડાંક વર્ષો પહેલાંની ઘટના છે. અમદાવાદથી દૂર એક સાવ નાનકડા સ્થળે મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. છેલ્લા પંદરેક દિવસથી આજુબાજુનાં પચાસ-સાંઇઠ ગામોમાં ચોપાનીયા વહેંચીને પ્રચાર કરી દેવામાં આવેલો, એટલે ગામેગામથી બીમાર સ્વજનોને લઇને સગાંવહાલાંઓ કેમ્પના સરનામે ઊમટી પડેલાં. અમદાવાદથી દસ-પંદર ડોકટરોની ટુકડી સ્વખર્ચે જઇ પહોંચી. સવારના દસ વાગ્યાથી દર્દીઓ તપાસવાનું શરૂ કરી દીધું. બે વાગે ભોજન માટેનો ‘બ્રેક’ પાડવામાં આવ્યો. એ પછી તરત બાકી વધેલા દર્દીઓ પતાવવાના હતા. હું ત્રણ-ચાર મિત્રોની સાથે ગામના ચોકમાં ઊભો હતો ત્યાં જ આ ઘટના ઘટી.

મેં બાજુની દુકાનમાં બેઠેલા વેપારીને પૂછ્યું પણ ખરું, ‘આ લોકો આવી રીતે હાથલારીમાં બેસીને કેમ્પ જઇ રહ્યા છે?’ ગામડિયો વેપારી મારી ‘બુદ્ધિ’ ઉપર હસ્યો, ‘અહીં તમે રિક્ષા કે ઘોડાગાડી ભાળી?’ એને હાથલારી પણ ન કહેવાય. બહુ-બહુ તો હાથગાડી કહી શકાય. આપણે ત્યાં શહેરોમાં અનાજની ગૂણો કે બીજો ભારે સામાન ખેંચવા માટે ઊંટગાડીઓ હોય છે એનું જ આ નાનું સ્વરૂપ. ઊંટની બાદબાકી કરી નાખવાની. એને બદલે લાકડાનો આડો હાથો ગોઠવી દેવાનો. પછી ઊંટને બદલે જન્મારાનો ભૂખ્યો એક દૂબળો, ગરીબ એને ખેંચવા માટે મૂકી દેવાનો. અને પછી ખતરનાક ઢોળાવ પરથી આ માણસો ભરેલી હાથગાડીને ઊંધી દિશામાં પૂરપાટ ઞડપે ગબડતી કલ્પી લેવાની. મેં જે કર્યું એ તદ્દન સ્વાભાવિક હતું, સાહજિક હતું. મારી જગ્યાએ તમે હો, તો પણ એમ જ કરો. કોઇને સમજાવવાનો કે મદદ માટે એકઠા કરવા જેટલો સમય પણ કયાં હતો? મારા મિત્રોની એ તરફ પીઠ હતી એટલે હું એકલો જ દોડી પડયો. ગાડીના પાછળના ભાગને બેય હાથમાં પકડીને મારામાં હતી એટલી તાકાત લગાવી દીધી. એનો વેગ તાત્કાલિક સાવ બંધ તો ન થયો, પણ એમાં ઘટાડો અવશ્ય થઇ ગયો.

એટલી વારમાં મજૂરના હૈયામાં પણ થોડી હિંમત આવી ગઇ. એણે પગ જમાવ્યો. એક ઊંડો શ્વાસ છાતીમાં ભર્યોઅને નવેસરથી જોર લગાવ્યું. ગાડી પાછી પડતી અટકી ગઇ. અને…! બસ, એક ક્ષણ સાચવી લેવાનો જ સવાલ હોય છે. તરત જ પાંચ-સાત જણા બીજા દોડી આવ્યા. એમણે ધક્કો મારી આપ્યો. ગાડી રમકડાંની જેમ ઉપર ચડાવી દીધી. દર્દીઓના જીવમાં જીવ આવ્યો. મજૂરની હાલતનું વણર્ન શકય નથી. અમે જો દોડી ન ગયા હતો, તો એનું તો મોત જ થયું હોત! એક અબૂધ, ગ્રામ્ય માણસ બીજું તો શું કરી શકે? અભણ માણસો પાસે ભાષાનો ખજાનો પણ ખાલી હોય છે. ખભે નાખેલા ગંદા ગમછાથી ચહેરો લૂછતો એ મારી પાસે આવ્યો. બે હાથ જોડીને માંડ આટલું બોલ્યો, ‘સાહેબ, તમે ન હોત તો આજે હું…! ભગવાન તમને આ સારા કામનો બદલો આપે!’ હું સહેજ હસ્યો. પછી જમણો હાથ એવી રીતે હલાવ્યો કે એના તમે ધારો એટલા અર્થ કાઢી શકો. મારા મનમાં રહેલો અર્થ એટલે, ‘બસ! બસ! આવો કોઇ આભાર માનવાની જરૂર નથી! રસ્તે પડ, ભાઇ! આ કંઇ સમજી-વિચારીને કરેલું ઉમદા કાર્ય થોડું હતું? આ તો બસ, થઇ ગયું!’ અને મેં ન ધારેલા અર્થોપણ નીકળી શકે: ‘ઠીક છે! ઠીક છે હવે! તારા ને મારા સ્ટેટસ વરચેનો તફાવત તો જો જરા! આમ તો તારી સાથે મારાથી સારી રીતે વાત પણ ન થાય અને આ શું હાથ-બાથ જોડીને લવારી કરી રહ્યો છે? અભણ એટલે સાવ…! બાકી ‘થેંક યુ’ બોલ્યો હોત તો મને ગમ્યું હોત. સામે હું પણ કહી શકત ને કે ‘મેન્શન નોટ’ કે પછી ‘ઇટ્સ ઓલ રાઇટ’ કે પછી ‘યુ આર વેલકમ!’ અને પેલું ‘ભગવાન તમારું ભલું કરે’ વળી વાત તો રહેવા જ દે જે. એવું સાંભળી-સાંભળીને તો મારા કાન ફૂટી ગયા છે. ભગવાન કયાં રેઢો પડયો છે કે અખિલ બ્રહ્માંડમાં આ પ્ૃથ્વી નામના ગ્રહ ઉપર ભારત જેવા ટપકામાં કયાંય ઇલેકટ્રોન માઇક્રોસ્કોપ વડે પણ ન દેખાય એવી આ સૂZમ ઘટનાને એ જોઇ શકે. નોંધવાની ને એનો બદલો આપવાની તો વાત જ કયાં આવી?

પાંચ મિનિટ પણ નહીં થઇ હોય, ત્યાં મારો મોબાઇલ ફોન રણકી ઊઠયો. સ્ક્રીન ઉપર નંબર જોવાની જરૂર ન પડહતું. મારા અંગત વિશ્વનો મધુરાતમ સ્વર મારી સાથે વાત કરતો હતો. હજારો માઇલ દૂરથી મારી દીકરી બોલી રહી હતી. ‘પપ્પા, અમે મોસ્કોમાં છીએ. હું સવારથી ભૂખી હતી. અહીં તો બધે નોનવેજ મળે ને! એટલે મેં બ્રેકફાસ્ટ પણ નથી કર્યો. રખડવામાં થાક પણ એટલો જ લાગ્યો હતો. પછી અમે મેટ્રો ટ્રેન પકડવા જતાં હતાં, ત્યારે ભારે થઇ! મારી બેગ એટલી મોટી અને વજનદાર હતી કે મારાથી તો ઊંચકાતી પણ નહોતી. મારી બધી ફ્રેન્ડઞ મારાથી આગળ નીકળી ગઇ. હું માંડ-માંડ મારો સામાન ખેંરયે જતી હતી ત્યાં દસ-બાર પગથિયાં આવ્યાં. ત્રીસ કિલોનું વજન ભરેલી બેગ ઊંચકીને લઇ કેવી રીતે જવી! મેં આમતેમ જોયું. બધા રશિયનો ઉતાવળમાં દોડયે જતા હતા. ભાષાની પણ મુશ્કેલી અને આ યુરોપીયન પ્રજાનું ભલું પૂછવું! ‘પપ્પા, હમણાં શું બની ગયું એ ખબર છે? તમને કયાંથી ખબર હોય? હું જ કહી દઉં છું…’ ઉપરની ઘટનાને પમદદ માગવા જઇએ તો ખભા ઊંચા કરીને આપણને ધૂત્કારી પણ કાઢે. હું અતિશય મુંઞાઇને ઊભેલી હતી, ત્યાં એક બી.એમ.ડબલ્યુ. કાર આવીને ઊભી રહી ગઇ. બી.એમ.ડબલ્યુ એટલે તમને ખબર છે ને, પપ્પા! મર્સિડીઝ કરતાં પણ મોંઘી! એનો માલિક કેટલો પૈસાદાર અને મોભાદાર હોય! ગાડીમાંથી એક ઉંચો તગડો રશિયન પુરુષ નીચે ઊતર્યો. મારી સામે એણે જોયું પણ નહીં. દોડીને મારી બેગ ઉઠાવી લીધી. દારાસિંહે જાણે કોઇ તણખલું ઊંચકયું હોય એમ ત્રીસ કિલોની બેગ ઉપાડીને એ પગથિયા ચડી ગયો. મારે હજી ટિકિટ લેવાની બાકી હતી. કાનમાં રેડાયેલું મધ પયાર્પ્ત હતી. મને એની ભાષા કયાં આવડતી હતી! મેં મોં મચકોડીને મારી લાચારી વ્યકત કરી. એ સમજી ગયો. વાટ જોઇને ઊભો રહ્યો. હું ટિકિટ મેળવીને આવી ત્યાં સુધી ઊભો રહ્યો. પછી મારી બેગ ઊંચકીને એણે ટ્રેનના ડબ્બામાં ગોઠવી આપી. પપ્પા! હું એ માણસનો આભાર માનવા માગતી હતી, પણ કેવી રીતે માનું? રશિયન ભાષા તો હજુ હું શીખી રહી હતી. મેં માંડ-માંડ કહ્યું, ‘સ્પશીભા…!’ જવાબમાં જાણે કંઇ જ ન બન્યું હોય એ રીતે એણે જમણો હાથ ઊંચો કરીને હલાવ્યો અને પછી તરત જ ચાલ્યો ગયો. ત્યાં સુધી એની બી.એમ.ડબલ્યુ. કાર સ્ટેશનની બહાર જ ઊભી હતી. પપ્પા કેટલો ભલો માણસ કહેવાય, નહીં! પણ મને એક વાત સમજાતી નથી. મેં એને ‘સ્પશીભા’ કહ્યું, એના જવાબમાં એણે કંઇ બોલવાને બદલે ખાલી હાથ કેમ હલાવ્યો હશે? એનો અર્થ શું થાય એ હું સમજી નથી શકી. તમને સમજાય છે, પપ્પા?’

મારી મીઠડી મને પૂછી રહી હતી. હું એને શો જવાબ આપું? જો આપવા ધારું તો દસ ઉત્તરો આપી શકું, પણ એ ક્ષણે તો હું ખુદ એક અઘરા સવાલમાં અટવાઇ ગયો હતો: કોઇ ગરીબ માણસના આશીવાર્દ આટલા અકસીર હોતા હશે? આટલો મોટો ઇશ્વર આવડા મોટા બ્રહ્માંડમાં આવા નાના માણસનું સાંભળતો હશે? અને એ પણ આટલી ઞડપથી…?

Source: દિવ્યભાસ્કર

Advertisements

One Response

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: