અજાણી પ્રીતના એકાદ અધકચરા ભરોસા પર, હૃદય રમતું મૂકી દીધું અકસ્માતોના રસ્તા પર.

‘હેલ્લો! ગુડ ઇવનિંગ! આઇ એમ પ્રીટિ પટેલ. આઇ’મ ફ્રોમ અમેરિકા.’ અમેરિકન ઇંગ્લિશમાં અમેરિકાની જ દેખાતી અતિ સુંદર યુવતીએ એના આકર્ષક લહેજામાં કહ્યું અને પછી એનો રૂપાળો હાથ લંબાવ્યો.

રૂપાંતર શાહે હસ્તમેળાપ માટે પકડતો હોય એવા રોમાંચ સાથે એ હાથ પકડી લીધો, ‘હાય! આઇ એમ રૂપાંતર ફ્રોમ રાજકોટ, ઇન્ડિયા. નાઇસ ટુ મીટ યુ. ઇટ વૂડ હેવ બીન ડિફીકલ્ટ ટુ બિલીવ ધેટ યુ આર ઓફ ઇન્ડિયન ઓરિજિન. થેંકસ ટુ યોર સરનેઇમ.

‘યા, યા, હું ગુજરાતી છું અને ગુજરાતી ભાષામાં વાત પણ કરી શકું છું. થેંકસ ટુ માય મોમ-ડેડ.’ પ્રીટિ હસી. થોડાક મહિના પહેલાંની ઘટના છે. રાજકોટનો યુવાન નામે રૂપાંતર શાહ બારમું ધોરણ પાસ કરીને આગળ કઇ વિધાશાખામાં જવું એની વિમાસણમાં હતો. આમ તો એ અભ્યાસમાં તેજસ્વી હતો. મહેનત પણ ખૂબ કરી હતી. પણ તકદીરે દગો દીધો. ઇંધણ ઓછા પડયા. મેડિકલ, ડેન્ટલ કે ફાર્મસી જેવી શાખાઓનાં દ્વારો એના માટે બંધ થઇ ગયાં. રૂપાંતરની ઇરછા ફાર્મસીનો અભ્યાસ કરવાની હતી. પણ ભારતમાં કોઇ પણ રાજયની એક પણ કોલેજમાં એને પ્રવેશ મળવો અશકય હતો.

એમાં એક દિવસ એની નજર અખબારમાં છપાયેલી જાહેરાત ઉપર પડી. એની હતાશ આંખોમાં આશાની વીજળી ઝબકી ઊઠી. જાહેરત આ પ્રમાણે હતી : તમારે ફાર્મસીમાં અભ્યાસ કરવો છે, પણ પ્રવેશ મળતો નથી? તો અમારો સંપર્ક કરો. વિદેશની કોલેજમાં ઉત્તમ શિક્ષણ. ભોજનની વ્યવસ્થા. હોસ્ટેલની સર્વોત્તમ વ્યવસ્થા.

રૂપાંતરે એનાં મમ્મી-પપ્પાને છાપું વંચાવ્યું. એમાં સંપર્ક માટે ફોન નંબર લખેલો હતો એ લગાડયો. કોઇ એજન્ટ હતો, ‘યસ યસ, તમે જે કંઇ વાંરયું તે સાવ સાચું છે. છ મહિનાની ફી એક લાખ સાઠ હજાર રૂપિયા છે. પ્રવેશ માટે બારમા ધોરણની માર્કશીટ અને સ્કૂલ લિવિંગ સટિર્ફિકેટ આટલાની જ જરૂર પડશે. સ્ટુડન્ટનો પાસપોર્ટ તૈયાર છે? ત્યાંથી એડમિશન લેટર આવી જાય એટલે વિઝા તો પાંચ જ મિનિટમાં મળી જશે.’

‘પણ એડમિશન લેટર આવવાનો છે કયાંથી? કોલેજનું નામ, શહેર અને દેશનું નામ-સરનામું? કંઇક તો ફોડ પાડો!’

એજન્ટે માહિતી આપી, ‘દેશ વેસ્ટ ઇન્ડિઝ. ટાપુનું નામ એકસ, વાય, ઝેડ. પ્રથમ કક્ષાની કોલેજ છે. જગતભરમાંથી વિધાર્થીઓની પડાપડી થાય છે. તમારી ઇરછા હોય તો જલદી કરો. વહેલો તે પહેલો. વિચારશે તે છેલ્લો.’

રૂપાંતરે નિર્ણય કરી નાખ્યો. હા પાડી દીધી. દલાલ હોશિયાર હતો. જરૂરી તમામ વિધિ પૂરી કરી લીધી. પંદરમા દિવસે તો રૂપાંતર ચાલીસ કિલો વજન ભરેલી સૂટકેસ અને દસ કિલો વજન ભરેલી હેન્ડબેગ ઊચકીને કોલેજના રળિયામણા કેમ્પસમાં પહોંચી ગયો. જતાં વેંત એને રૂમ મળી ગયો. લાગતું હતું કે કોલેજ હજુ નવી-સવી હતી. ખાસ કોઇ વિધાર્થીઓ દેખાતા ન હતા. રાત્રે મેસમાં ભોજન માટે ગયો ત્યાં પાંચ વિધાર્થીઓ નજરે પડયા. એ બધા અમેરિકન હબસીઓ હતા. એમની સાથે જામતાં વાર લાગે તેવું હતું. પણ જે એક માત્ર છોકરી જોવા મળી તે પ્રીટિ પટેલ હતી. એની સાથે પરિચય થયો અને બેય જણાં તરત જ મિત્રો બની ગયાં.

ભોજન પછી બંને જણાં એક વૃક્ષ નીચે બેઠાં. ચારે બાજુ અંધકાર હતો. દૂર હોસ્ટેલના એક કમરામાંથી પાંચ નીગ્રોઝની ધમાલ-મસ્તીનો અવાજ વાતાવરણને બિહામણું બનાવી રહ્યો હતો. કેમ્પસને માત્ર એક જ દરવાજો હતો અને એ તોતિંગ લોખંડના દરવાજા આગળ બે સકિયુરિટી ગાર્ડ્સ ઊભેલા હતા.

‘પ્રીટિ, તને વાતાવરણ જોઇને ડર નથી લાગતો?’ અચાનક રૂપાંતર પૂછી બેઠો. ‘ડર તો નથી લાગતો, બટ… યસ…’ આ બધું કંઇક ભેદી તો લાગી રહ્યું છે. કેમ્પસને ફરતી પથ્થરોની દીવાલ પણ દસેક ફૂટ જેટલી ઊચી છે. જરૂર કરતાં વધુ ઊચી અને એની ઉપર પાછું ત્રણેક ફીટનું કાંટાળા તારનું ફેન્સિંગ. અમારે અમેરિકામાં તો જેલોમાં પણ આવું નથી હોતું.’

થોડી વાર વાતો કરીને બંને છૂટાં પડયાં. બીજે દિવસે કોલેજમાં ગયાં, તો જાણવા મળ્યું, ‘શિક્ષણકાર્ય હમણાં બે-એક અઠવાડિયા સુધી શરૂ નહીં થાય. હજુ બીજા સ્ટુડન્ટ્સ આવવાના બાકી છે. ત્યાં સુધી ખાઓ, પીવો ને મોજ કરો. પણ એક સૂચના યાદ રહે, દિવસે કે રાત્રે કેમ્પસની બહાર જવાની મનાઇ છે. બહાર નીકળશો તો તમારી સલામતી માટે મેનેજમેન્ટ જવાબદાર નથી.

પાંચ કાળિયા, એક ઘઉવર્ણો અને એક માખણવર્ણી મનોમન સમસમી ગયાં. પેલા પાંચ હબસીઓ અમેરિકન હોવાથી પ્રીટિની સાથે વાતચીત કરી લેતા હતા, પણ રૂપાંતરને એમની સાથે ભળવામાં ભાષાનો અંતરાય નડતો હતો. એ પછીની સવારે જબરું કૌતુક બન્યું. બ્રેકફાસ્ટના ટેબલ પર માત્ર બે જ જણાં હાજર થયાં, રૂપાંતર અને પ્રીટિ. કાળિયા પાંડવ અદ્દશ્ય હતા. ‘તારા દેશવાસીઓ કેમ દેખાતા નથી?’ રૂપાંતરે મજાક કરી.

‘હવે કયારેય નહીં દેખાય. રાત માથે ઓઢીને ભાગી ગયા. અમેરિકા ભેગા થઇ ગયા.’ પ્રીટિના ચહેરા ઉપર ન સમજાય તેવી ગંભીરતા હતી. રૂપાંતરે વધુ પૂછવાની કોશિશ કરી, પણ પ્રીટિએ ઇશારો કરીને મનાઇ ફરમાવી દીધી, ‘બહાર નીકળ્યા પછી વાત. અહીં તો ગુજરાતીમાં પણ કશુંય પૂછીશ નહીં.’

અડધા કલાક બાદ હોસ્ટેલના કમરામાં પહોંચીને પ્રીટિએ પહેલું કામ બારણાં બંધ કરવાનું કર્યું અને બીજું કામ બોમ્બ ફોડવાનું કર્યું, ‘રૂપાંતર, આપણે ફસાઇ ગયાં છીએ. આ કોલેજ તદ્દન બોગસ કોલેજ છે. તારા-મારા જેવા જૂજ વિધાર્થીઓ દલાલની માયાજાળમાં ફસાઇને અહીં આવી ચડે છે. મેનેજમેન્ટ માફિયા સરદારોના હાથમાં છે. એ લોકોને માત્ર ફીના રૂપિયામાં જ રસ છે. અહીં ભણાવવા માટે કોઇ સાહેબ જ નથી. અભ્યાસની મુદત પૂરી થાય એટલે બોગસ ડિગ્રીનું કાગળિયું પકડાવીને આપણે વિદાય કરી દેશે. અડધી રાતે કેમ્પસમાં ડ્રગ્ઝના સોદાગરો મળે છે અને દુનિયાને તબાહ કરવાનાં કાવતરાઓ કરે છે. એમાં કોકેન, હેરોઇન, શરાબ, રેપ અને ખૂન તેમજ હથિયારોની હેરાફેરી પણ આવી જાય. કાલે રાત્રે પેલા પાંચ કાળિયાઓ આ બધું નજરોનજર જોઇ ગયા. એમણે મને કહ્યું. પણ હું લાચાર હતી. એ લોકો તો દીવાલ ઠેકીને નાસી ગયા.’ પ્રીટિએ વાત પૂરી કરી, પણ એની આંખોમાં સ્પષ્ટપણે ભય તરવરી રહ્યો હતો. થોડી ક્ષણો વજનદાર શિલા જેવી વીતી ગઇ.

પછી કોણ જાણે શું થયું, પ્રીટિએ રૂપાંતરના બંને હાથ પકડી લીધા, ‘તું અહીંથી નાસી છૂટ, રૂપાંતર! આજે રાત્રે જ ચાલ્યો જા! તારો સામાન લેવા પણ ન રોકાતો. પેલા પાંચ જણા પણ એમની ભારે બેગો અહીં જ મૂકીને…’

‘અને તું?’ રૂપાંતરની આંખો બહાવરી બની ગઇ.

‘મારી ચિંતા છોડ. તું જાણે છે કે મારાથી આ દસ ફીટ ઊચી દીવાલ ઠેકી નહીં શકાય. તકલીફ તને પણ પડશે. પણ હું તને મદદ કરીશ. એક નાની બેગમાં પૈસા, પાસપોર્ટ અને એક જોડી કપડાં ભરીને તૈયાર રાખ. એ હું પાછળથી ફેંકી આપીશ.’

‘પ્રીટિ, મારા ગયા પછી આ લોકો તને જીવતી નહીં છોડે. આઇ…આઇ…લવ યુ, પ્રીટિ. તારા વગરની જિંદગી કરતાં તારી સાથેનું મોત મને વધારે ગમશે.’ રૂપાંતર પહેલીવાર ગળગળો થઇ ગયો. પ્રીટિએ માંડ એને તૈયાર કરી દીધો. કહ્યું, ‘તું એક વાર અહીંથી નાસી છૂટ. પછી મારા પપ્પાને ફોન કરીને બધી વાતની જાણ કરી દેજે. મારી પાસે પણ મોબાઇલ ફોન છે, પણ લાગે છે કે આ લોકોએ ‘જેમર’ ગોઠવેલું છે, એટલે બહારની દુનિયામાં કોઇનોયે ફોન લાગતો નથી.’

પ્રીટિએ એક કાગળ પર એનું અમેરિકાનું સરનામું અને એના ડેડીનો ફોન નંબર લખી આપ્યાં. એ રાત્રે બે વાગ્યે જયારે સુરક્ષા ગાર્ડોની ડયૂટી બદલાતી હતી, એ તકનો લાભ લઇને બંને જણાં કમ્પાઉન્ડ વોલ પાસે જઇ પહોંરયાં. ત્યાં સંપૂર્ણ અંધકાર છવાયેલો હતો. અપ્સરા જેવી પ્રીટિ ગોઠણભેર ઝૂકી ગઇ, એની પીઠ ઉપર પગ મૂકીને રૂપાંતરે છલાંગ મારી. દીવાલ પર ચડી ગયો. એ પછી તારની વાડ પર થઇને બીજી તરફ પડતું મૂકયું. નીચે પથરાળ જમીન હતી. લોહીલુહાણ થઇ ગયો. કપડાં પણ ફાટયાં. એવી હાલતમાં પ્રીટિએ ફેંકેલો થેલો લઇને એ દોડયો. પૂરા એક કલાક સુધી દોડયા પછી એણે ટેકસી પકડી. એરપોર્ટ ઉપર પહોંરયા પછી એને ખબર પડી કે ઇન્ડિયા લઇ જતું વિમાન નવ કલાક પછી ઊપડતું હતું.

આટલા કલાકમાં તો ડ્રગ માફિયાઓ એને પકડી જ પાડે. ગભરાયેલો રૂપાંતર પ્લેનની ટિકિટ ખરીદીને એરપોર્ટ પરના જાજરૂમાં સંતાઇ ગયો. આઠ કલાક સુધી ભૂખ્યો-તરસ્યો ગોંધાઇ રહ્યો અને ગંધાઇ ગયો. જયારે એની ફલાઇટ માટેના ચેકઇનની ઉદ્ઘોષણા સંભળાઇ ત્યારે ટોઇલેટમાંથી બહાર નીકળ્યો.

જયારે વિમાને હવામાં ઉડાન ભરી ત્યારે એને ‘હાશ’ થઇ. વધુ નિરાંત જયારે એ રાજકોટમાં જઇને ઘરે પહોંરયો, ત્યારે થઇ. દીકરાને આમ અચાનક પાછો આવેલો જોઇને એનાં મમ્મી-પપ્પા ડઘાઇ ગયાં. જયારે રૂપાંતરે માંડીને વાત કરી, ત્યારે એની મમ્મી રડી પડી અને પપ્પા બોલી ઊઠયા, ‘જે થયું તે સારું થયું, બેટા? પૈસા ભલે ડૂબ્યા, પણ તું તો બચી ગયો! આભાર માનીએ એ છોકરીનો જેણે તને ભાગી છૂટવામાં મદદ કરી. લાવ, પેલી ચબરખી જેમાં એનું અમેરિકાનું સરનામું અને ફોન નંબર લખ્યાં છે. આપણે એના પપ્પાને ફોન કરીએ.’

રૂપાંતરે કપડાંનાં ખિસ્સાઓ ફંફોસ્યાં. ચબરખી ન નીકળી. કપડાંની બીજી જોડ, થેલો, પાકીટ બધું તપાસી જોયું. વારંવાર તપાસ્યું. બધું જ વ્યર્થ. એ કપાળે હાથ દઇને બેસી પડયો, ‘પપ્પા, ભારે થઇ! એ કાપલી મેં શર્ટના ખિસ્સામાં મૂકી હતી. મને ખાતરી છે. પણ અફસોસ! જયારે હું તારની વાડ કૂદીને દીવાલની બીજી તરફ પડયો ત્યારે… મને લાગે છે કે એ ચબરખી ઊડી ગઇ હશે. ઓહ, મમ્મી! એ છોકરી મારી મદદની વાટ જોતી હશે. એનું શું થયું હશે? એ સાત-સાત ફૂટના કાળિયાઓ જરૂર એને પીંખી નાખશે. અને કદાચ એ બચી પણ જશે, કદાચ કોઇ રીતે છટકી પણ ગઇ, તોયે આખી જિંદગી એ છોકરી મારા વિશે કેવું વિચારશે?’

(સત્યઘટના)

(શીર્ષક પંકિત : ખલીલ ધનતેજવી)

Source: દિવ્યભાસ્કર

Advertisements

3 Responses

  1. please su pachi te chokri ne bachavi sakya?
    please kahone…

  2. please up lode next part of this story..
    what about the girl prity?????
    please please………..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: