કહે તે સ્વીકારું, શરત માત્ર એક જ;મને મારી ક્ષણ દે, પરત માત્ર એક જ.

એને સમજાયું કે એક મિનિટમાં માણસની જિંદગી કયાંથી કયાં ફંગોળાઈ શકે છે, એની જિંદગી અત્યારે સાતમા માળે હતી અને એની દુનિયા ગ્રાઉન્ડ ફૂલોરની બહાર ફેલાયેલી સડક ઉપર હતી.

ઉદય શાહ માટે લૂર્યોદય છને બદલે નવ વાગ્યે થતો. એને લૂર્યવંશી કહેવો એના કરતાં લૂરજને ઉદયવંશી કહેવો એ વધુ યોગ્ય કહેવાય. સમયની બાબતમાં ઉદય પૂરેપૂરો સ્વાવલંબી હતો. એ કદિયે કાંડા ઉપર ઘડિયાળ બાંધતો નહીં કે ઘરમાં કેલેન્ડર લટકાવતો નહીં. એને સમયનું બંધન મજબૂર ન હતું. એ ઘણીવાર દલીલ કરતો : ”પૃથ્વી પરના પહેલા માનવી માટે ઘડિયાળ કયાં શોધાઈ હતી ? સમયને કારણે આપણે નથી, પણ આપણે લીધે સમય છે. શરીર જાગે ત્યારે સવાર અને દેહ થાકે ત્યારે રાત, એમાં સમયની કયાં આવી વાત ?!”

આવા ઉદયની ચાલીસ વરસની જિંદગીમાં પહેલીવાર કંઈક નવતર બનાવ બન્યો. અચાનક એક દિવસ બપોરે બાર વાગ્યે ચાલુ ધંધામાંથી સમય કાઢીને એ ઘડિયાળના શાઁ-રૂમમાં જઈ પહોંચ્યો. સુંદર, જેન્ટૂસ ઘડિયાળ ખરીદી. સમય મેળવીને ‘સેટ’ કર્યો પછી પાછો ફેકટરીમાં આવ્યો. જામેલો બિઝનેસ હતો. પાર્ટનર ભલો અને સમજદાર હતો. એને વાત કહેવી કે નહીં એની ગડમથલમાં એક કલાક વીતી ગયો. કહેવી તો કેટલી વાત કહેવી એ મૂંઝવણમાં બીજો અડધો કલાક નીકળી ગયો. દોઢ વાગી ગયો એટલે પછી પરીક્ષા પૂરી થયાનો ઘંટ વાગે અને વિઘાર્થીની જે હાલત થાય એ હાલત ઉદયની થઈ.

”હું બહાર જાઉ છું અગત્યના કામે. એક મિનિટમાં આવું છું” એણે એના બિઝનેસ પાર્ટનરને કહ્યું. પાર્ટનરનું નામ વિજય હતું.

”એક મિનિટમાં ? એટલો સમય તો પૂરો પણ થઈ ગયો.” વિજય હસ્યો પણ ઉદયનું ધ્યાન અત્યારે હસવામાં કે કટાક્ષ સાંભળવામાં ન હતું. એના દિમાગમાં ”એક મિનિટ… એક મિનિટ”ની સમય-ધૂન વાગી રહી હતી.

એના કાનમાં આજે સવારના પહોરમાં એની વરસો જૂની પ્રેમિકા ઉલ્કા સાથે ફાઁન ઉપર થયેલી વાતચીત ઘૂમરાઈ રહી હતી.

”હલ્લો, ઉદય ! શું કરે છે ?”

”કોણ, ઉલ્કા ?”

”અવાજ ઓળખી ગયો ?” ઉલ્કાને આશ્ચર્ય થયું : ”આટલા વરસે પણ ?”

”એમ પૂછ કે કયારેય તને કે તારા અવાજને ભૂલ્યો હતો ખરો ? બોલ, શું હતું ? ફોન કેમ કર્યો ?”

”બસ, તને ખુશખબર આપવા. આજે આપણે મળી શકીએ એમ છીએ.”

”કયાં ?” ઉદયનું હૃદય દેડકાની જેમ ઉછળ્યું.

”ધીરજ રાખ. બધું જ સમજાવું છું. પણ એક વાત સમજી લે. આપણી પાસે માત્ર એક જ મિનિટનો સમય રહેશે. એક મિનિટની ઉપર એક ક્ષણ પણ નહીં.”

”શું વાત કરે છે ? એ કેવી રીતે બને?”

”કેમ ન બને ?” ઉલ્કાએ સવાલને સવાલથી કાપ્યો. પછી હકીકતની સમજ આપી.

”તને તો ખબર છે કે મારો પતિ મને કયારેય એકલી કયાંય જવા દેતો નથી. અને કદાચ હું એકલી જાઉં તો પણ મારો પતિ સામાજિક સ્તરે એટલો બધો જાણીતો છે કે દરેક જાહેર સ્થળે કોઈ ને કોઈ ઓળખીતું એવું મળી જાય જે એનું પરિચિત હોય. શાક માર્કેટમાં કોઈની જોડે પાંચ મિનિટ ઊભી રહું તો પણ રાત્રે ઘરે આવીને મારો વર અચૂક પૂછવાનો જ કે હું કોની સાથે વાત કરતી હતી. એટલે જ લગ્ન પછી હું તારી સાથે હોટલ, રેસ્ટોરાં, નાટક, સિનેમા કે બાગ-બગીચામાં ગઈ નથી.”

”તો પછી આજે કયાં જવાનું છે ? મંગળના ગ્રહમાં ?”

”ના.” ઉલ્કા હસી પડી : ”તારી અધિરાઈ હું જાણું છું. એટલે જ આ રસ્તો વિચાર્યો છે. બપોરે બે વાગ્યે મારા હસબન્ડની આઁફિસે જવાનું છે. એ મારી રાહ જોઈને જ બેઠો હશે. હું જઈશ એ પછી જ એ બહાર નીકળશે. અમારે બંનેએ સાથે શોપિંગ માટે જવાનું છે.”

”તારા વરની આઁફિસ કયાં આવી?”

”કેપિટલ પ્લાઝાના સાતમા માળે?”

”આમાં હું કયાં આવ્યો ?” ઉદય ચિડાયો : ”ભોંયરામાં ?”

”ના. થોડી ધીરજ રાખ. આમ ચિડાઈશ નહીં. તારે જો મને મળવું જ હોય તો બરાબર બે વાગવામાં બે મિનિટની વાર હોય ત્યારે કેપિટલ પ્લાઝાના ફર્સ્ટ ફૂલોર પરની લિફૂટ પાસે આવીને ઊભો રહી જજે. હું પણ એ જ સમયે ત્યાં આવી પહોંચીશ, પછી આપણે લિફૂટમાં દાખલ થઈશું. લિફૂટને સાતમા માળ સુધી પહોંચતા દોઢેક મિનિટ જેવો સમય લાગે છે, તું ચોથા કે પાંચમા માળે ઉતરી જજે. આપણા માટે આ બંધ લિફૂટ અને બાંધેલો સમય…! ભવિષ્યમાં કોને ખબર ફરીથી મળાય કે ન પણ…!”

અને ભીના ગળા સાથે ઉલ્કાએ વાત પૂરી કરી. ફોન કપાઈ ગયો. અત્યારે પોણા બે વાગવા આવ્યા હતા અને ઉદયના કાનમાં ઉલ્કાએ ઘડી આપેલું ટાઇમ-ટેબલ પડઘાઈ રહ્યું હતું. ઠીક બે વાગવામાં બે મિનિટે એણે પહોંચી જવું પડશે. પોતે સહેજ જ મોડો પડયો તો મિલનની વાત તો બાજુ પર રહી, પણ પ્રેમિકાની એક ઝલક પણ પ્રાપ્ત નહીં થાય. લિફૂટની જાળી ખૂલે એ પછી ઉલ્કાએ અંદર દાખલ થવું જ રહ્યું. એ ખાલી અમથી ત્યાં ઉભી રહે તો પણ કોઈકને શંકા જાય.

જિંદગીમાં પહેલીવાર આજે ઉદય શાહ ઘડિયાળના કાંટે-કાંટે દોડી રહ્યા હતા અને એ કાંટો જ એમને સમયસર કેપિટલ પ્લાઝાના પગથિયે ધકેલી ગયો. ઝટપટ વાહન પાર્ક કરીને ઉદયે દોટ મૂકી. એક વાગીને સત્તાવન મિનિટ થઈ ચૂકી હતી. નીચે ગ્રાઉન્ડ ફૂલોર પર દુકાનો હતી. લિફૂટની જાળી ફર્સ્ટ ફૂલોરથી શરૂ થતી હતી. ત્યાં સુધી પહોંચવા માટે દસ પંદર પગથિયા ચડવા પડે એમ હતા. પછી એક લાંબો પેસેજ હતો અને…!

અદ્ધર શ્વાસે અને અદ્ધર જીવે ઉદય પગથિયા ચડીને પેસેજમાં આવ્યો. એની નજર પેસેજના સામે છેડે આવેલી લિફૂટની જાળી પર પડી. એની છાતીમાં આવેગ ઉછળ્યો. આછા ગુલાબી રંગની સાડી પહેરીને એક યુવતી ઊભી હતી. એની પીઠ પોતાના તરફ હતી, અને એના જમણા હાથની આંગળી લિફૂટના બટન પર હતી. એ ગોરી, ઉત્તેજક પીઠ જ કહી આપતી હતી કે યુવતી ઉલ્કા હતી. કેટલાં બધાં વરસ થયા એને જોયાને ! અને છતાં પણ એની ભૂગોળ હજી એવી ને એવી જ તાજી હતી. ઉદય લાંબા લાંબા ડગલાં ભરતો લિફૂટ પાસે જઈ પહોંચ્યો. ઉલ્કાએ જોવા ખાતર પણ પાછળ નજર ન કરી. એનું ધ્યાન ઉપરની દિશામાં હતું. લિફૂટ ધીરે ધીરે નીચેની દિશામાં સરકી રહી હતી બરાબર એક અને અઠ્ઠાવન મિનિટે લિફૂટ ફર્સ્ટ ફૂલોર પર આવીને અટકી. જાળી આપમેળે ખૂલી. લિફૂટ ઓટોમેટિક હતી અને અંદર કોઈ લિફૂટમેન ન હતો, ઉદયને હાશ થઈ. જાળી ખૂલતાંની સાથે જ અંદરથી ચાર પાંચ માણસો બહાર ઠલવાયા પછી ઉલ્કા અંદર દાખલ થઈ. પાછળ જ ઉદય પણ. બીજી જ ક્ષણે લિફૂટની જાળી બંધ થઈ. ઉલ્કાએ છઠ્ઠા માળે જવાનું બટન દબાવ્યું. લિફૂટે ઉર્ધ્વગમન શરૂ કર્યું. બંને જણા એકબીજાથી તદ્દન અજાણ્યા હોય એમ ઊભા હતાં.

જેવો ફર્સ્ટ ફૂલોર બંધ થયો કે તરતજ બંનેએ એકબીજાની સામે જોયું પછી બે ય જણા હસી પડયાં. ઉદય પુરૂષ હતો, વરસોથી તૃષાપીડિત પુરૂષ. કંઈ પણ બોલ્યા વગર હૃદયના આવેગને વશ થઈને ઉલ્કાને વળગી પડયો. એને જોરદાર આલિંગનમાં ભીંસી નાંખી. એના હોઠ ચૂમી લીધા ઉલ્કા અકળાઈ ઉઠી.

માંડ માંડ એણે બોલવા માટે એના હોઠ છોડાવ્યા : ”ત્રીસ સેકન્ડ તો પૂરી થઈ ગઈ આમ જ. સમય પૂરો કરવો છે કે શું ? કંઈક વાત તો કર.”

એની ચિંતા બીજી રીતે પણ સાચી હતી. લિફૂટની સફરમાં વચ્ચે વચ્ચે બીજો, ત્રીજો, ચોથો… એમ એક પછી એક માળ આવતા જતા હતા. લિફૂટની અંદર ફેંકાતો પ્રકાશ કહી આપતો હતો કે હવે પછીનો માળ આવી રહ્યો છે. એમનું રોમેન્ટિક દ્રશ્ય કોઈની નજરે ચડી જવાનો પૂરેપૂરો ભય હતો પણ સદૂભાગ્યે બપોરના સમયે માણસોની અવરજવર નહીંવતૂ હતી.

”યાદ છે, ઉદય ? આપણી જિંદગીમાં એવો પણ એક તબક્કો હતો જ્યારે આપણે આખો દિવસ સાથે ગાળતા હતા ! કોલેજના એ દિવસોમાં વેડફાતા જતા કલાકોનો આપણી પાસે કોઈ હિસાબ ન હતો. કલાકો સુધી કોલેજ-કેન્ટિનમાં બેસીને ગપ્પા મારતા હતા. સાથે મળીને સેંકડો ફિલ્મોનું અંધારુ માણ્યું હતું. આપણે બહાર મળવા માટેનો સમય નક્કી કરતા અને તું કાયમ મોડો પડતો હતો. હું રાહ જોઈ જોઈને અધમૂઈ થઈ જતી અને તું કાયમ હસ્યા કરતો. સમયનું તારી પાસે કોઈ જ મૂલ્ય ન હતું. યાદ આવે છે આ બધું તને ?” ઉલ્કાની આંખોમાં અતીત ઊભરી આવ્યો.

”હા, ઉલ્કા ! અને એ સમયે જ આજે મને આ થપ્પડ મારી છે. આજે મારી પ્રેમિકાને મળવા માટે આટલા બધા વરસ પછી કાળદેવતાએ મને ફકત એક જ મિનિટ આપી છે અને એ પણ કેવી જગ્યાએ ? લિફૂટમાં…! જ્યાં એક ક્ષણ માટે ચાર દિવાલોનો અંધકાર છે અને વળતી ક્ષણે દરેક મકાનમાંથી ફેંકાતો ઉજાસ છે. સાચું કહું ઉલ્કા, જો એ ગધ્ધા-પચ્ચીસીમાં મને ખબર હોત કે સમયનું મૂલ્ય આટલું બધું હોય છે તો મેં એ વખતે તારી સાથેના મિલનની એક પણ સેકન્ડ બરબાદ ન કરી હોત.”

”ખટાક” અવાજ સાથે લિફૂટ ઊભી રહી. દરવાજો ખૂલ્યો. છઠ્ઠો માળ આવી ગયો હતો. ઉદય ચૂપચાપ બહાર નીકળ્યો. ‘આવજો’ કહેવાનો પણ એને મોકો ન મળ્યો. ચાની કિટલી લઈને એક છોકરો બહાર જ ઉભો હતો એને જોઈને બંને જણાએ સાવ અજાણ્યા બની જવું પડયું. જાળી બંધ થઈ, ઉલ્કાએ બટન દબાવ્યું. ઉદય પીઠ ફેરવીને નીચે જવા માટે સીડીની દિશામાં ચાલવા માંડયો. થોડી જ વારમાં એ બહાર સડક ઉપર હતો. એને સમજાયું કે એક મિનિટમાં માણસની જિંદગી કયાંથી કયાં ફંગોળાઈ શકે છે, એની જિંદગી અત્યારે સાતમા માળે હતી અને એની દુનિયા ગ્રાઉન્ડ ફૂલોરની બહાર ફેલાયેલી સડક ઉપર હતી.

ઉદય શાહ હવે રોજ કાંડા ઉપર ઘડિયાળ બાંધે છે, હવે એ સ્વીકારે છે કે સમય માલિક છે અને માનવી એનો ગુલામ.

Source: ગુજરાત સમાચાર

Advertisements

3 Responses

 1. taddan khoti vat chhe aa.
  svarth,asha ane kail melvi levani lalsa na bandhan ma bhandhayela ne j aavu kahevu shobhe ke e gulam chhe ane samay malik.

  bhai , jena vasanan padada khuli gaya hoy ene nahi.

 2. taddan khoti vat chhe aa.
  svarth,asha ane kaik melvi levani lalsa na bandhan ma bhandhayela ne j aavu kahevu shobhe ke e gulam chhe ane samay malik.

  bhai , jena vasanana padada khuli gaya hoy
  ane jene nij svarup ni olakh thai gai hoy ene nahi.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: