શક્ય છે ચહેરા પર રાજીપો હોય છે

હું મારા કન્સલ્ટિંગ રૂમમાં બેઠો હતો. દર્દીઓની આવ-જા ચાલુ હતી. ત્યાં ડૉ.. નેહા ત્રિવેદી પધાર્યા. નેહા એટલે મારા ગાઢ મિત્ર ડૉ.. ચેતનની ધર્મપત્ની. મારે મન નેહાનું સ્થાન મારી દીકરી ડૉ.. ગ્રીષ્માનાં સ્થાનની સમકક્ષ છે. ચેતન-નેહા ઉંમરમાં મારાથી એક જનરેશન જેટલાં નાનાં છે. ડૉ.. નેહાને મારા નર્સિંગ હોમમાં કે ઘરમાં ગમે ત્યારે ‘એપોઇન્ટમેન્ટ’ વગર આવી ચડવાનો સંબંધ સિદ્ધ અધિકાર છે.

હું હજુ ડૉ.. નેહાને પૂછું કે, ‘શું કામ પડ્યું?’ એ પહેલાં જ એક પેશન્ટે કન્સલ્ટિંગ રૂમમાં પ્રવેશ કર્યો. મારી વરસો જુની મહિલા દર્દી હતી. નામ એનું રામપ્યારી. ઉત્તરપ્રદેશના કોઇ સાવ નાનકડા ગામની દેહાતી મહિલા હતી. મેં ઇશારાથી જ ડૉ.. નેહાને પૂછી લીધું, ‘જો તમને વાંધો ન હોય તો પહેલાં આ રામપ્યારીને તપાસી લઉં!’ ડૉ.. નેહાએ પણ માથું હલાવીને સંમતિ આપી દીધી.

ક્યારેક સાવ મામૂલી, અસંગત કે બિનજરૂરી લાગતી ઘટના કે એનું વર્ણન આગળ જતાં કેટલી મોટી વાર્તામાં ફેરવાઈ જતું હોય છે?! રામપ્યારીનું આવવું અને તે સમયે ડૉ.. નેહાબહેનનું મારા કન્સલ્ટિંગ રૂમમાં હાજર હોવું એ આમ જુઓ સાવ ક્ષુલ્લક ઘટના ગણાય. પણ એમાંથી જે ઘટનાઓની પરંપરા ઉત્પન્ન થઇ તે મને સ્ત્રી-પુરુષના સંબંધો વિશે કદીયે ન ભુલાય એવું શાશ્વત સત્ય આપી ગઇ.

‘રામપ્યારી, શું તકલીફ છે?’ મેં પૂછ્યું. રામપ્યારીની ઓડિયો કેસેટ વાગવા માંડી, ‘દાગતર સા’બ, યે પૂછો કિ કૌન સી તકલીફ નહીં હૈ! સર મેં દર્દ, કમર મેં દર્દ, હાથ-પાંવ મેં કમજોરી, ગલે મેં સૂજન, બદનમેં બુખાર…’

હું સમજી ગયો. રામપ્યારીને ખાસ કોઇ જ બીમારી ન હતી. એ પાંત્રીસ વર્ષની સ્ત્રી પાંચ બચ્ચાંની મા બની ચૂકી હતી. ઉપરાછાપરી પ્રસૂતિઓને કારણે શરીરમાં લોહીની ફિક્કાશ સ્વાભાવિકપણે જ આવી ગઇ હતી. એમાં વળી ઘરનું કામ અને ઉપરથી ત્રણ છોકરીઓ અને બે દીકરાઓની પળોજણ. માણસ બીમાર ન હોય તો પણ પોતાને બીમાર માનવા લાગે. રામપ્યારીનું આવું જ હતું. પંદર-વીસ દિવસે એકાદવાર આવા કંટાળામાંથી જન્મેલી કલ્પિત બીમારીને લઇને એ મારી પાસે દોડી આવતી, સામાન્ય, સસ્તી ગોળીઓ લઇને ચાલી જતી. નામ માત્રની દવાથી એને સારું થઇ પણ જતું હતું.

‘સાથે આવ્યા છે તે ભાઇ કોણ છે?’ મેં પૂછ્યું.‘હમારે પડોસી હૈ. લાખનભૈયા. મેરા ઘરવાલા તો નૌકરી પર ગયા હૈ. યે તીન બચ્ચોં કો લેકર મૈં અકેલી કૈસે આ સકતી? લાખનભૈયા બોલે- ‘ચલો ભાભી, મૈં સાથ મેં હો લેતા હૂં!’ બચ્ચે બાહર બૈઠે હૈ.’ રામપ્યારીએ પૂરો હિસાબ આપી દીધો.

મેં રાબેતા મુજબ એને તપાસવાનું અને મારી પાસે પડેલા ‘ફ્રી સેમ્પલ્સ’માંથી થોડીક ટેબ્લેટ્સ આપવાનું ધાર્મિક કાર્ય પૂરું કર્યું. ત્યાં રામપ્યારીએ બીજું પ્રકરણ શરૂ કર્યું, ‘સા’બ, જબ ઇતના કરતે હો તો હમારે ઉપર થોડી ઔર કિરપા ભી કર દો ના!’‘બોલો!’ મેં તૈયારી દર્શાવી. એ સાથે જ લાખનભૈયા બહાર જઇને એક છ-સાત વરસની છોકરીને તેડી લાવ્યો. હું જોતાંવેંત એને ઓળખી ગયો, ‘અરે! યે તો ફૂલવા હૈ!’‘હાં, તુમ્હારે હાથ સે તો પૈદા હુઇ થી! મેરી તીસરે નંબર કી છોકરી.’ રામપ્યારીના બોલવામાં દુ:ખ હતું.

‘ક્યા હુઆ હૈ તુમ્હારી બેટી કો?’ મેં પૂછ્યું રામપ્યારીને, પણ જોયું ફૂલવાની તરફ. સાત વરસની ફૂલવાની બંને આંખો લાલચોળ હતી અને એમાંથી પાણી નીકળી રહ્યું હતું. ફૂલવા જે રીતે ઊભી હતી એને જોઇને લાગતું હતું કે એ બરાબર જોઇ શકતી ન હતી. બળતરાને કારણે એ આંખો ઊઘાડી શકતી ન હતી, એટલે દીવાલ કે ખુરશીને ફંફોસતી, હાથ વડે કશોક આધાર ઝાલવા મથતી એ લગભગ અંધની જેવું વર્તન કરી રહી હતી.

રામપ્યારી રડતાં રડતાં એની માસૂમ દીકરી સાથે બની ગયેલી કરુણ ઘટનાનું વર્ણન કરી રહી, ‘સા’બ, હમારે મકાન મેં ચૂના લગ રહા થા. ફૂલવા પાસ મેં ખૈલ રહી થી. અચાનક ચૂને કી બુંદે ઉસકી આંખોમેં છીડક ગઇ. દોનો આંખે…’ બાકીના શબ્દો માની આંખોમાંથી વહેતી અશ્રુધારામાં વહી ગયા. મને ફાળ પડી, ‘શું કહ્યું? ફૂલવાની બંને આંખો ચાલી ગઇ?’ ‘નહીં, અભી તો ઠીક હૈ, જનરલ અસ્પતાલ મેં દિખાયા થા. આંખ કે દાગતર ને કુછ દવાઇયાં લિખ દી હૈ. બોલા હૈ કિ દો મહિને તક ઇલાજ કરવાના પડેગા, નહીં તો બચ્ચી અંધી હો જાયેગી.’

‘ફિર તુમને ક્યા કિયા? દવા શુરૂ કર દી?’‘નહીં, સા’બ! યે રહી ચિઢ્ઢી. ચાર જાત કે ટીપેં લિખ દિયે હૈ. મેડિકલ સ્ટોર મેં ગયે તો માલૂમ પડા કિ વે સબ બો’ત મહેંગે હૈ. આપ તો જાનતે હૈ હમ કિતને ગરીબ હૈ!’આટલી વાતચીત થઇ ત્યાં સુધી ડૉ.. નેહાબહેન શાંત, ખામોશ બનીને બેસી રહ્યાં હતાં. પણ જ્યારે વાતનું વહેણ એક માસૂમ છોકરીનાં અંધારા ભવિષ્ય તરફ વળી રહેલું જોયું, ત્યારે એ બોલી પડ્યાં, ‘મેડિકલ સ્ટોરવાળાએ કેટલા રૂપિયા માગ્યા?’

‘પાંચસૌ બીસ રૂપયે. રામપ્યારીએ રકમ જણાવી. મને આશ્ચર્ય થયું. મેં દવાનું પ્રિસ્કિ્રપ્શન જોવા માગ્યું. એમાં ચાર જાતના આઇ ડ્રોપ્સ લખેલા હતા. મેં મારા એક ઓપ્થેલ્મોલોજિસ્ટ મિત્રને ફોન કર્યો. એણે માહિતી આપી, ‘સાચી વાત છે, સર! આ બધા ‘ડ્રોપ્સ’ કોનિgઅલ અલ્સર માટે બહુ જરૂરી છે. એ ખરેખર આટલા મોંઘા હોય છે. જો એનો પૂરો કોર્સ કરવામાં નહીં આવે તો એ છોકરી કાયમ માટે અંધ બની શકે છે.’

ડૉ.. નેહાએ તરત જ પર્સમાંથી સાડા પાંચસો રૂપિયા કાઢી આપ્યા, મારા હાથે જ રામપ્યારીને અપાવ્યા. સાથે ધરપત પણ બંધાવી, ‘રામપ્યારી, તું જરાયે ચિંતા ન કરતી. આટલી દવા માંડ સાત-આઠ દિવસ સુધી ચાલશે. દર અઠવાડિયે મારી પાસેથી સાડા પાંચસો રૂપિયા લઇ જજે. હું ડોક્ટર સાહેબને આપી જઇશ. તું એમની પાસેથી મેળવી લેજે!’રામપ્યારી રડતી બંધ થઇ ગઇ. નેહાબહેનનો આભાર માનીને ફૂલવાને આંગળીએ વળગાડીને એ ચાલતી થઇ. એની પાછળ લાખનભૈયા પણ ગયા.

***

ડૉ.. નેહાએ તો બીજા જ દિવસે બાકીની રકમ મોકલી આપી. રામપ્યારી તો એ પછી દેખાઇ નહીં. અલબત્ત, લાખનભૈયા એના વતી દર અઠવાડિયે મારી પાસે આવીને દવાના રૂપિયા લઇ જતો. હું એને અચૂક પૂછી લેતો, ‘ફૂલવાને હવે કેમ છે? રામપ્યારી કેમ દેખાતી નથી?’‘વો કહાં સે દિખેગી, સા’બ? ઉસકા ઘરવાલા તો નૌકરી મેં સે સમય નહીં નિકાલ પાતા હૈ! ફૂલવા કી સબ જિમ્મેદારી અકેલી રામપ્યારી કે સર પે આ ગઇ હૈ. હોસ્પિટલ કે ધક્કે ખાના, બચ્ચી કો સમ્હાલના, રસોઇ બનાના સબ કામ! મૈં તો ફિર ભી થોડી-બહોત મદદ કર લેતા હૂં, બાકી ખરી લડાઇ તો રામપ્યારી કો હી લડની હૈ ના!’

મને થયું કે ભગવાન કેટલો દયાળુ છે! જરૂરતમંદને મદદ કરવા માટે કોઇને કોઇ સ્વરૂપે એ કોઇકને મોકલી જ આપે છે. આવી અનુભૂતિ સાથે એ સમયે તો આ વાત સમાપ્ત થઇ ગઇ. પણ ભાવિની કૂખમાં કૈંક આશ્ચર્યો ને આઘાતોના બીજ રોપાયેલાં હોય છે.

છ એક મહિના પછી અચાનક એક દિવસે રામપ્યારી પ્રગટ થઇ. એની એ જ ફરિયાદો! મેં ફૂલવા વિશે પૃચ્છા કરી. રામપ્યારી ઊભી થઇને બહાર ગઇ, દીકરીનો હાથ પકડીને, શબ્દશ: એને દોરીને અંદર લઇ આવી. હું ચોંકી ગયો, ‘અરે! આ શું? ફૂલવા તો અંધ થઇ ગઇ છે!!’

રામપ્યારી રડી પડી, ‘હાં, સા’બ! આપને ઇતની મદદ કી, ફિર ભી.. ’‘નહીં, ઇસ મેં મદદ કી બાત નહીં આતી! રામપ્યારી, મુજે સચ બતા દો! તુમને ફૂલવા કા ઇલાજ કિયા થા યા નહીં? એક કામ કરો, મુજે અભી દવાઇયોં કે બિલ દિખાઓ!’ રામપ્યારીએ મગરના આંસુ સારવાના બંધ કર્યા. એ ડરી ગઇ, જે સત્ય હતું એ બોલવા માંડી, ‘સા’બ, મુજે માફ કર દો! દવા તો મૈં એક પૈસે કી ભી લાઇ નહીં! સબ રૂપયે દારૂમેં ખર્ચા હો ગયા!’‘દારૂ?! કોણ પીવે છે? તારો વર?’

‘નહીં, વો ક્યા દારૂ પીવેગા! મેરા વર તો ઔરત જૈસા હૈ, પૂરા સીધા-સાદા! દારૂ તો લાખન પીતા હૈ. વો મેરા પ્યાર હૈ, સા’બ! બેટિયાં તો મેરી તીન-તીન હૈ, મરદ તો લાખન એક હી હૈ ના!’ હું જ્યારે ડૉ.. નેહાને મળ્યો ત્યારે આટલું જ બોલી શક્યો, ‘બેન! અત્યાર સુધી માની મમતા વિશે આટલી બધી કવિતાઓ સાંભળતા રહ્યા એ બધી ખોટી હતી? કોઇ જનેતા પોતના શરીરસુખ માટે દીકરીના ભાવિ સંસારસુખને કાયમી ધોરણે આવડું મોટું નુકસાન પહોંચાડી શકે?’ ડૉ.. નેહા પાસે પણ ક્યાં જવાબ હતો!‘

Advertisements

4 Responses

  1. It’s very nice story, but I hope it’s just story not real thing.

  2. sari story che pan aa rit nu sache na banyu hoy to saru…..

  3. aa vat story j hoy to saru…. doctor please ava sad end na apo..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: