લાગણી

રંગોની પરખ તો નજરને મળી છે,
લાગણી તો દિલનું વાવેતર છે ….!

નકામું થયુ….

લીલુછ્છમ તોયે વન નકામું થયું, ભાવ વિના, કવન નકામું થયું,
ઊંઘનો પ્રયાસ શું કરું?? તારા ખ્યાલ વિના, સપન નકામું થયુ.
કાળું ડીબાંગ તો ય વાદળ નકામું થયું, વરસ્યા વિના, મેઘ પણ નકામું થયું,
લખવાનો પ્રયાસ શું કરું ? તારી હાજરી વિના, લખાણ પણ નકામું થયું …

જિંદગીના ભેદ

જિંદગીના ભેદ તારી બંધ મુઠ્ઠીમાં હતા
તું શાનથી આવ્યો હતો ને હાથ ખાલી જાય છે
ને વર્ષગાંઠો જિંદગીના દોરને ટૂંકી કરે
તો વર્ષગાંઠે બેસમજ શું જોઇને મલકાય છે. – શયદા

સ્થાયી મિલન છે આપણું

swan-couple.jpg 

ઓ પ્રિયે, પરિકરના જેવું આ જીવન આપણું

બે જુદા શિર છે પરંતુ એક તન છે આપણું

વર્તુળો રચવા લગીની છે જુદાઈની વ્યથા

કાર્ય પૂરું થઈ જતાં સ્થાયી મિલન છે આપણું

– ઉમ્મર ખૈયામ ( અનુવાદક-  “શૂન્ય” પાલનપુરી)