ડૉ. શરદ ઠાકર: અમિતાભ એટલે શાંત બુદ્ધ કે તેજવાન સૂર્ય?

*અમિતાભ એટલે બુદ્ધ જેવું શાંત અને સૂર્ય જેવું તેજવાન વ્યક્તિત્વ

બોલિવૂડના શહેશાંહ અમિતાભ બચ્ચનનો જન્મ 11ઓક્ટોબર 1942ના દિવસે થયો હતો તે દિવસે રવિવાર હતો. હિન્દી ભાષાના પ્રિષ્ઠિત કવિ શ્રી હરીવંશારય બચ્ચન અને તેજી બચ્ચનના દામ્પત્યના છોડ ઉપર ખીલેલું એ પ્રથમ પુષ્પ હતું. એ દિવસે બીજા એક સ્વનામધન્ય કવિ શ્રી સુમિત્રાનંદન પંત એમના ઘરે અતિથિ બન્યાં હતાં.

કવિ બચ્ચનજી મહેમાનને લઈને નર્સિંગ હોમમાં નવજાત પુત્રનું મોઢુ જોવા માટે ગયા હતા. શિશુ માની બાજુમાં શાતીથી ઊંઘતું હતું. પંતજી બોલી ઉઠ્યા: “ એના ચહેરા પર કેવી દિવ્ય શાંતિ છે! જાણે કે ધ્યાનસ્થ અમિતાભ!“

અમિતાભનો અર્થ ભગવાન બુદ્ધ પણ થાય છે. આ ઉદ્દગાર સાતે બાળકને પોતાનું નામ મળી ગયું હતું. બચ્ચનજીને અને કવિ પંતજીને કદાચ એવું હશે કે આ નામધારી બાળક મોટું થઈને પણ બુદ્ધ જેવું શાંત જ રહેશે. પણ તેમને એ અણસાર નહીં હોય કે `અમિતાભ` શબ્દનો અર્થ `સૂર્ય` પણ થાય છે.

સૂર્યના દિવસે (રવિવારે) જન્મેલા આ જાતકે પોતાના નામનાં બન્ને અર્થો સાર્થક કરી બતાવ્યાં છે. ફિલ્મના સેટ ઉપર અમિતજી આજે પણ શાંત,ખામોશ,નિર્લેપ બનીને પુસ્તકના પાનાઓમાં ખોવાઈ જાય છે.

પણ જેવો સાયલન્સ, લાઈટ્સ,કેમેરા અને એક્શનનો અવાજ સંભળાયછે કે તરત જ આ બરફનો પહાડ આગની જ્વાળામાં પલટાઈ જાય છે. બુદ્ધ જેવો આ માણસ યુદ્ધ કરવા માંડે છે.

અમિતાભ બચ્ચન અસંખ્ય નામો છે બિગ બી, બાબુ મોશાય, અમિતજી, સરકાર, ડોન, સ્ટાર ઓફ ધ મિલેનિઅમ, શહેનશાહ અને… અને… અને…! આગળ વધવાનું અનંત છે, અટકી જવું સરળ છે. અમિતાભના નામો અને વિશેષણોની યાદી પૂરી

Advertisements

ડૉ. શરદ ઠાકર:બિગ બીએ બોલિવૂડમાં કંઈ પ્રદાન આપ્યું છે ખરાં…!

બોલિવૂડ સ્ટાર અમિતાભ બચ્ચને દેશના કરોડો નિરાશ યુવાનોને સંઘર્ષનું મહત્વ સમજાવ્યું

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચનના ચાહકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો જાય છે. જાહેરાતની દુનિયા હોય કે પછી સિનેમાની બિગ બીની આજે પણ ડિમાન્ડ છે.

જો અમિતાભ બચ્ચનની સંપૂર્ણ કારકીર્દિ પર એક સરાસરી નજર ફેંકવામાં આવે ત્યારે દિમાગમાં સવાલ સળવળે છે: “અમિતાભ બચ્ચનનું પ્રદાન શું ગણી શકાય?” ડો શરદ ઠાકરના મતે, હિંદી ફિલ્મોને અમિતજીએ આપેલું પ્રદાન એટલે માત્ર ઝંઝીર, દિવાર, શોલે, અભિમાન, મિલી, ચૂપકે-ચૂપકે, મિ. નટવરલાલ, સિલસિલા, કાલિયા, ગ્રેટ ગેમ્બલર, શરાબી, નમકહલાલ, દોસ્તાના કે બાગબાન જેવી અસંખ્ય સફળ ફિલ્મોમાં એમણે કરેલો સફળ અને વૈવિધ્યસભર અબિનય માત્ર નથી!

અમિતાભ બચ્ચનનું સૌથી મોટું પ્રદાન તો એ છે કે આ કલાકારે દેશના કરોડો નિરાશ, ભગ્નહૃદયી યુવાનોને સંઘર્ષનું મહત્વ સમજાવ્યું છે. પૂરી એક ડઝન ફિલ્મો, એ પણ બાર-બાર અને લગાતાર નિષ્ફળ ફિલ્મો આપ્યા પછી આ અદાકાર ઝંઝીરમાં ખુરશીને લાત મારે છે ત્યારે બતાવી આપે છે કે, તકદીર આડેના પાંદડાને કેવા ઝનૂનથી લાત ફટકારી શકાય છે! ધોબી પછાડોની પરંપરાની પાનખરમાં સંઘર્ષના વાદળો અને પસીનાની વર્ષાથી સફળતાનો કેવો મઘમઘતો ગુલઝાર ખીલવી શકાય છે એ જોવા માટે અને જાણવા માટે શીવ ખેરા કે દીપક ચોપ્રાના ચોપડાઓ ઊથલાવવાની જરૂર નથી; એકવાર અમિતજીની કરિયર ઉપર નજર ફેરવી લેવાનું પર્યાપ્ત છે.

ડર્ટી ડઝન ફ્લોપ ફિલ્મોનો નિષ્ફળ, બિચારો, બાપડો, ગરીબડો કલાકાર કેવી રીતે આજના શિખર ઉપર બિરાજેલો છે એ આપણાં માટે અભ્યાસનો વિષય છે. તાજેતરમાં એક ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં શાહરૂખે પહેલીવાર કબુલ કરવું પડ્યું કે, “મહોબ્બતેંમેં કામ કરને કે બાદ મુજે પતા ચલા કિ અમિતજી એક્ટિંગ કે મામલેમેં હમ સબકે બાપ હૈં.”

શાહરૂખને ભલે અત્યારે ખબર પડી, પણ હિન્દુસ્તાનને તો ત્યારે જ આ વાત સમજાઈ ગઈ હતી જ્યારે ખુદ શહેનશાહે પોતાના ઘેરા, મર્દાના અવાજમાં દહાડ પાડીને જાહેર કર્યું હતું: “રીશ્તેમેં તો હમ તુમ્હારે બાપ લગતે હૈં, નામ હૈ હમારા….શહેનશાહ!”

હિંદી સિનેમાના શહેનશાહ વિષે આ તો માત્ર ‘એપેટાઈઝર’ છે, પૂરું ‘મેનુ’ હજુ બાકી છે, આમ કહીં ભી જાઈયેગા નહીં; હમ યૂં ગયે ઔર યૂં આયે!

તમારા મતે, અમિતાભ બચ્ચને બોલિવૂડમાં શું પ્રદાન આપ્યું છે, તમારા મંતવ્યો ફિડબેક ઓપ્શન દ્વારા લખી મોકલાવો…