Back with awesome gujarati poetry

I will be continuing writing this blog again which is collection of my favorites gujarati lines, stay tuned for more

તમે પકડવા જશો કાનથી તો નહીં પકડાય,
અમારા દર્દ તણા સૂર-તાલ નોખા છે.

પ્રેમનું પરચુરણ

પ્રણયની સફરનાં ક્યાં નકશા મળે છે,
તમે ચાલવા માંડો રસ્તા મળે છે.

ઉછાળી જુઓ પ્રેમનું પરચુરણ બસ,
પરત તમને બમણાં એ સિક્કા મળે છે.

આ દિલ હવે તારા દિલના હિસ્સા જેવું છે….

કરુ હુ તો પ્રેમ ની વાત એમને તો ,
નિરખી અધરોને પ્રેમ ને પીય રહી છે .

 

બેશક લગાવ પરદા તું પણ તારા પ્યાર પર;
ખેચી લે તલવાર પાછી તારી મ્યાન પર.

 

આપણું હોવું હીર-રાંઝાના કિસ્સા જેવું છે,
આ દિલ હવે તારા દિલના હિસ્સા જેવું છે.

 

કારણ બસ એવું એક મળે છે ત્યા
તું રડી ને દરિયો ય ઉછળતો થૈ ગયો !

 

ના કોહરો, ના ધુંદ કે ના જાકળ…
આ બંધ નયનો એ આટલો ભેજ??!!! કોને ખબર….!!!!?

 

 

સંબંધો…

” સંબંધોમાં તમને છેતરી શકે તેવી વ્યક્તિને
ન ઓળખી શકો તો કોઈ વાત નહી પણ..
તમને જે સમજી શકે તેવી વ્યક્તિને ન ઓળખી શકો તો
એ તમારી કમનસીબી કહેવાય !!!!.”

‘ઈર્શાદ ‘

ચહેરો બનાવતાં બહુ જ વાર લાગે છે ;
તમને ય ધારતાં બહુ જ વાર લાગે છે.

‘ઈર્શાદ ‘ કહીને થોડી તો ધીરજ ધરી શકો –
આ દિલ ને ખોલતાં બહુ જ વાર લાગે છે.

વિખરાયેલી સુગંધ ,ભીનો સ્પર્શ, તારી યાદ —
સઘળું ઉકેલતાં બહુ જ વાર લાગે છે.

ધારો તો એક પળમાં ઉભા થાય દુશ્મનો ;
બસ, મિત્ર શોધતાં બહુ જ વાર લાગે છે.

સાચું કહો તો યાદને હોતું નથી વજન ,
એને ખસેડતાં બહુ જ વાર લાગે છે.

..ફિરદૌસ

રાત બાકી, વાત બાકી છે હજી

રાત બાકી, વાત બાકી છે હજી,
દોસ્ત, ઝંઝાવાત બાકી છે હજી.

જીતવામાં ક્યાં કશું કંઈ શેષ છે ?
… ફક્ત તારી જાત બાકી છે હજી !

તું કિનારે નાવ લઈને બેસમાં,
ઊઠ, દરિયા સાત બાકી છે હજી.

આટલેથી ખળભળી ગ્યો કેમ તું ?
વજ જેવી ઘાત બાકી છે હજી.

સૂર્ય, તારા, ચંદ્ર, નભ ને એ પછી,
તારી જ મુલાકાત બાકી છે હજી.

– રાજેશ મહેતા…

2010 in review – sounds good!

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

The Louvre Museum has 8.5 million visitors per year. This blog was viewed about 100,000 times in 2010. If it were an exhibit at The Louvre Museum, it would take 4 days for that many people to see it.

 

In 2010, there were 62 new posts, growing the total archive of this blog to 403 posts.

The busiest day of the year was August 16th with 1 views. The most popular post that day was એ ભલે મોડા ફળે, થોડા ફળે, આંગળીને કો’ક દી ટશિયા ફળે .

Where did they come from?

The top referring sites in 2010 were gu.wordpress.com, webcache.googleusercontent.com, google.co.in, 123people.com, and mail.yahoo.com.

Some visitors came searching, mostly for ran ma khilyu gulab, doctor ni diary, ran ma khilyu gulab sharad thakar, શરદ ઠાકર, and અમૃત ઘાયલ.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

એ ભલે મોડા ફળે, થોડા ફળે, આંગળીને કો’ક દી ટશિયા ફળે August 2010

2

સંવેદના અને અભિવ્યક્તિ – મારો ગુજરાતી સાહિત્યસંગ્રહ November 2007
52 comments

3

મારા વિષે January 2008
38 comments

4

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને, આવ પાછી, આપણી આ ઉંમરોના સમ તને January 2010
6 comments

5

પ્રેમની બાંધી છટાઓ કેશમાં, તું હવે લઇ લે મને આશ્લેષમાં February 2010
3 comments